ભારતીય સંગીતના પ્રગઢ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનો જન્મ તા.૧૦-૮-૧૮૬૦ના રોજ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં સંગીતના સંસ્કારો પડ્યા હતા. વકીલાતમાં મન ન પરોવાતા સંગીત સાધનામાં રત રહેવાનો નિર્ણય કર્યો. સંગીતવિષયક ગ્રંથો તેમણે વાંચ્યા. સમગ્ર ભારતમાં પ્રવાસ કરી કેટલાય વિદ્વાનો સાથે તેમણે ચર્ચા કરી. ઉત્તર તથા દક્ષિણ ભારતની સંગીત પદ્ધતિઓનો સુમેળ કરવાનું શ્રેય શ્રી ભાતખંડેને ફાળે જાય છે, તેમણે લક્ષસંગીત, હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ, ક્રમિક માલિકા જેવા ગ્રંથોનું લેખન કર્યું. ભાતખંડેજીનું લેખનકાર્ય જોતા આજેય અભ્યાસુઓ દંગ રહી જાય છે. જુદા જુદા ગવૈયાને મુંબઈ લાવીને તેમની પાસેથી તેમણે ચીજો એકઠી કરી હતી. ઈ.સ.૧૯૩૬માં […]
ગુજરાત ના નૃત્યો ની વિશેષતા (૧) ગરબો : ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે. (૨) રાસ : હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે. (૩) હાલીનૃત્ય : હાલીનૃત્ય સુરત જિલ્લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્ય છે. એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી […]
સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિપરિવર્તનને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. જો કે દરેક પ્રદેશમાં તેનું અલગ અલગ નામ છે. અને ઉજવણીની રીત પણ જુદી જુદી છે. હિંદુ ધર્મમાં દરેક માસને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પક્ષ સુદ તો બીજો પક્ષ વદ છે. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ તથા બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકરસંક્રાંતિને દિવસે સૂર્ય પૃથ્વીની […]
ગુજરાત અર્થતંત્ર ભારત અંદર નોંધપાત્ર તેમજ કૃષિ ઔદ્યોગિક ઉત્પાદન છે. ગુજરાત ભારતમાં સૌથી વ્યવસાયો કેટલાક નિયંત્રણો [1] રાજ્યના મુખ્ય કૃષિ ઉત્પાદન કપાસ સમાવેશ થાય છે. Groundnuts (મગફળી), તારીખો, શેરડી, દૂધ, અને દૂધ ઉત્પાદનો. ઔદ્યોગિક ઉત્પાદનો સિમેન્ટ અને પેટ્રોલ સમાવેશ થાય છે. ફાળો આ વિશ્વના સૌથી મોટા વહાણ ભાંગવાનો વાડો Alang ખાતે ભાવનગર નજીક ગુજરાત છે. રિલાયન્સ પેટ્રોલિયમ, એક રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જૂથની કંપનીઓ લિમિટેડ ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપના ના જામનગર ખાતે ઓઈલ રિફાઈનરી જે વિશ્વની સૌથી મોટી ઘાસ મૂળ રિફાઈનરીઓ છે ચલાવે છે. આ કંપની પણ અન્ય (ખાસ આર્થિક ઝોન) સેઝ, […]
•સિમેન્ટ ઉદ્યોગમાં ગુજરાતઆગળ પડતું છે. •ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ગિરનાં જંગલોમાં જ છે. •ચૂનાનો પથ્થર ગુજરાતમાં લગભગ દરેક સ્થળે મળી આવે છે. •આયુર્વેદિકયુનિ વર્સિટી ભારતમાં ફક્ત ગુજરાત (જામનગર)માં છે. •બોકસાઇટનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત કરે છે. •સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ખરાદી કામ પ્રખ્યાત છે. •મુંબઈ રાજ્યનું વિભાજન થતાં સને ૧૯૬૦ ના મેની પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) કંડલા ગુજરાતમાં છે. •સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થા ‘અટિરા‘ ગુજરાતમાં છે. •ભારતના મીઠાના ઉદ્યોગમાં ગુજરાત મોખરે છે. •ભારતના મુખ્ય બે અખાતો ખંભાતનો અખાત અને […]
અમદાવાદની ભૌગોલિક સ્થિતિ: અમદાવાદ ૨૩.૦૩° અંક્ષાસ અને ૭૨.૫૮° એન રેખાંશ ખાતે સ્થિત થયેલ છે. સમુદ્ર સપાટી થી ૫૩ મીટર (૧૭૪ ફુટ) ઊંચાઇએ, સાબરમતી નદીના કાંઠા પર ઉત્તર મધ્ય ગુજરાત, પશ્ચિમ ભારતમાં છે. તે ૪૬૪ કિમી (૧૭૯ ચોરસ માઇલ) નો વિસ્તાર આવરી લે છે. અમદાવાદનુ વહીવટી માળખુ અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા સંચાલિત એક વહીવટીય મુખ્ય મથક છે. એએમસી જુલાઈ ૧૯૫૦ માં બોમ્બે ૧૯૪૯ ના પ્રાંતીય કોર્પોરેશન એક્ટ હેઠળ સ્થાપના કરી હતી. એએમસી આયુક્ત એક ભારતીય વહીવટી સેવા (આઇ.એ.એસ.) રાજ્ય સરકાર જે વહીવટી એક્ઝિક્યુટિવ સત્તા અનામત રાખેલા નિયુક્ત અધિકારી દ્વારા, જ્યારે કોર્પોરેશન મેયર દ્વારા ચલાવવામાં આવે […]
ભાજપા ચૂંટણી ઢંઢેરાની હાઇલાઇટ આ (2012) ચૂંટણી ઢંઢેરામાં મુખ્યપ્રધાને ઢગલાબંધ વચનોની લ્હાણી કરી છે. આ સંકલ્પપત્રને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનાં ચરણોમાં સમર્પિત કરી હોવાનું જણાવ્યું છે. આ ઢંઢેરા-સંકલ્પપત્રમાં ગુજરાતને મોડર્ન અને ડેવલપ્ડ સ્ટેટ બનાવવા માટે ત્રણ લાખ કરોડ રૂપિયા ફાળવવાનું વચન અપાયું છે. તો ગુજરાતને ગ્લોબલ ઓટો, સોલાર એનર્જી અને લોજીસ્ટીક ગેટ વે ઓફ ઇન્ડિયા બનાવવાનું વચન પણ અપાયું છે. ઢંઢેરામાં અંબાજીથી ઉમરગામ સુધીનાં આદિવાસી પટ્ટાનાં માટે ૪,૧૨૫ કરોડની યોજનાનું વચન આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર માટે ૧0,000 કરોડની સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજનાનું વચન પણ આપવામાં આવ્યું છે. આ યોજના […]
શહીદ વીર મેઘમાયાનો જન્મ \”ગુજરાતનો નાથ\” તરીકે ઓળખાતા આપણા પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયેલો. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતિ જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. સિદ્ધરાજે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ચારે તરફ તપાસ કરતાં અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૫૨માં પ્રાણીમાત્રના કલ્યાણાર્થે પાટણમાં હજારો નાગરિકોની હાજરીમાં તેઓએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું. શહીદ વીર મેઘમાયા વિશે આપણા […]
રાજા સિદ્ધ્રારાજ જયસિંહ ગુજરાતના પ્રતાપી રાજાઓમાંના એક છે.સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના તમામ ઐતિહાસીક રાજાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવતો રાજા છે. સોલંકી વંશના કર્ણદેવનો પુત્ર અને ભીમદેવનો તે પૌત્ર હતો. તેણે ગુજરાત રાજ્ય પર ૧૦૯૪ થી શરુ કરીને ૪૭ વર્ષ સુધી રાજ્ય કર્યુ હતુ. અણહીલવાડ પાટણ તેની રાજધાની હતી. ઇ.સ. ૧૦૯૪માં ૧૩ વર્ષની નાની ઉંમરે પિતા કર્ણદેવનું બિમારીના લીધે મૃત્યુ થવાથી, સિદ્ધરાજ ગુજરાતની ગાદી પર આવ્યો. મહમદ ગઝની ના ગુજરાત પરના આક્રમણને હજુ ભૂલાયું ન હતુ અને ગુજરાતની ત્યારના શક્તિશાળી રાજ્ય માળવા (અવંતી) સાથે દુશ્મની પ્રખ્યાત હતી. વળી ગુજરાતમાં જ જુનાગઢના રાજવી […]
મહારાજા સયાજીરાવ વડોદરા સ્ટેટના વિદ્યાપ્રેમી,ઉદારદીલ અને માનવતાવાદી વિચારસરણી ધરાવતા રાજવી હતા. તેઓ ગાયકવાડ કુળ-શાખાના હતા. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી. મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સાથે તેમણે તેમના દાદાની ઈચ્છા પ્રમાણે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. વડોદરામાં આ પ્રકારની યુનિવર્સિટીની જરૂરીયાત અને તેની સ્થાપનાના વિચારે તે સમયના વડોદરા […]