કેતન મહેતા

રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફ્લ્મિકાર તરીકે કોઈ નામ યાદ કરવાનું આવે તો પહેલાં કેતન મહેતાનું જ નામ યાદ આવે. નવસારીમાં જન્મેલા અને મુંબઈમાં બાળપણ વિતાવનાર કેતન મહેતાએ દિલ્હીથી ગ્રેજયુએશન કર્યું અને પૂના ફ્લ્મિ ઈન્સ્ટિટયૂટમાં દિગ્દર્શનના પાઠ શીખ્યા, ત્યાર બાદ તેમણે અમદાવાદની ઈસરો સંસ્થામાં ટેલિવિઝન વિભાગમાં નિર્માતા તરીકે પણ ફ્રજ બજાવી હતી… હિન્દી ફિલ્મોધોગને મનોરંજન અને વ્યાપારિક સફ્ળતા તરફ્ દોરવી શ્રેષ્ઠતા પુરવાર કરનાર ગુજરાતીઓ દ્યણા હશે, પરંતુ સત્યજિત રે, ઋત્વિક દ્યટકથી માંડી શ્યામ બેનેગલ, અડૂર ગોપાલકૃષ્ણન, કુમાર સાહની વગેરેની પંકિતમાં બેસે. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પુરસ્કાર, પ્રતિષ્ઠા પ્રા કરે એવા ગુજરાતી […]

કલ્યાણજી આણંદજી

ગુજરાતની લીલી નાધેર એટલે કચ્છ. કચ્છ તો શૂરા-પૂરાથી સદાય ઊભરાતો રહ્યું છે. કચ્છની ધરતી ઉપર એવા એવા વીરલા પાકી ગયા કે આજે પણ ગુજરાતની છાતી ગજગજ ફૂલે છે. કચ્છનો લાખો ફૂલાણી, બહાર વાટિયો છતાં કચ્છની પ્રજાનો વહાળ સોયો નરબંકો કાદુ મકરાણી, કચ્છના દાદા મેંકરણ વગેરે વગેરે. વાત છે અહીં કચ્છમાં આવેલા માંડવી શહેરની. માંડવી કચ્છનું બહુ નાનકડું શહેર. એક સમયનો અનન્ય જહાજવાડો. એક બંદર. અત્યારનું એક રમણીય પ્રવાસન સ્થળ તથા બીચ. આ માંડવી પાસે બહુ નજીક કુદરોડી ગામ આવેલું છે. આ ગામનું નામ કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. પરંતુ […]

દિલિપ જોષી

નામ – દિલિપ જોશી હુલામણુ નામ જેઠાલાલ જન્મ ૨૬ મે ૧૯૭૦ કારકિર્દી ની શરૂઆત ૧૯૮૯ કારકિર્દી ટીવી કલાકાર અને ફિલ્મ કલાકાર પ્રથમ ફિલ્મ – મેને પ્યાર કિયા પ્રથમ ટીવી શ્રેણી – ગલતનામા હિટ ટીવી શ્રેણીઓ – તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા એવોર્ડ- બેસ્ટ એક્ટર ઇન કોમીક રોલ મેલ ફોર ઇન્ડિયન ટેલી એવોર્ડસ

ન્હાનાલાલ

ન્હાનાલાલ ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક એવા ન્હાનાલાલ એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનું ઉપનામ ગુજરાતના મહાકવિ હતું. તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓનું અવસાન પણ જાન્યુઆરી ૯, ૧૯૪૬ના દિને અમદાવાદ ખાતે જ થયું હતું. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાઙ્ગાાભાઇ (નર્મદ યુગના મહાન કવિ) હતા અને એમની મૂળ અટક ત્રિવેદી હતી. તેઓ ફરસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા. ગાંધીજી ેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી. મૂખ્ય કૃતિઓ * કવિતા ન્હાના ન્હાના રાસ (૩ ભાગ), ચિત્ર દર્શનો, ેમ […]

ભીખુદાન ગઢવી

ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્યિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોકસાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોકડાયરો કહે છે. આ કારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજયમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોકસાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે

અમીર ખુશરો દહેલવી ઇ.સ. ૧૨૫૩થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્ત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. ખુશરો સૂફ્ી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા, જે તેમના આધ્યાત્મિક શિક્ષક પણ હતા. ઉત્ત્।ર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શરૂઆત કરવાનો યશ અમીર ખુશરોને ફળે જાય છે. તેમણે ધ્રુપદમાં સુધારા કરીને તેમાં પર્શિયન મેલડીઝ અને તાલ ઉમેરીને ખયાલની રચના કરી હતી. સામાન્ય રીતે જોઇએ તો ખયાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે, જેને તેમણે ભજનરૂપે પણ રચના કરીને ગાયો હતો. તેઓ પર્શિયન ભાષામાં તથા હિન્દવીમાં કવિતાઓ લખતા. પાછળથી તેઓ હિન્દી અને ઉર્દૂમાં લખતા થયા […]

રવિશંકર રાવળ

વીસમી સદીના મધ્યાંતે જયારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનુ પુનઃતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને (મિત્રો અને સબંધીઓના રવિભાઇ) ફળે જાય છે. ચોવીસ વર્ષની વયે તેમને જે. જે. સ્કુલ ઑફ્ આટ્ર્સનો મેયો ચંદ્રક દાન થયો, ૧૯૩૦માં સાહિત્યકારોએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો, ઇ. સ. ૧૯૩૩માં કવિસમ્રાટ બ.ક.ઠાકોરે ચિત્રકલાને કવિતાની માજણી બેનડી કહી, ઇ. સ. ૧૯૩૬માં ગાંધીજીએ કઙ્ગાું, ‘મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી‘, આગળ જતાં કાકા કાલેલકરે તેમને ગુજરાતના કલાગુરુના સ્થાને બિરદાવ્યા અને ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું. ઇ. સ. ૧૭૨૩ માં ભાવનગરના તોરણ […]

કલ્યાણરાય જોષી ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા કેળવણીકાર, સમાજસુધારક અને સાહિત્યકાર હતા. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જાણીતા યાત્રાધામ દ્વારકા પાસે આવેલ બેટ શંખોદ્ધામાં કલ્યાણરાયનો જન્મ ઇ.સ. ૧૮૮૫ના જુલાઈ માસની ૧૨મી તારીખે થયો હતો. એમણે વિજ્ઞાન, ભૂગોળ, આરોગ્યશાસ્ત્રી, ભૂસ્તરવિજ્ઞાન અને પુરાતત્ત્વ કે જે તેમના પ્રિય વિષયો રહ્યા હતા, તેને લગતાં ૨૮ જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમણે લખેલા “ઓખામંડળના વાઘેરો” નામના પુસ્તક માટે તેમને “નર્મદ સુવર્ણચંદ્રક” એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનવિષયક તથા ચરિત્રગ્રંથોના લેખક અને ઓખામંડળની સંસ્કૃતિના અભ્યાસી. પિતા નથુભાઈ ઓધવજી અને માતા દિવાળીબહેન. પ્રાથમિક […]

રૂસવા * આખું નામ ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી * ઉપનામઃ મસ્તાન ( ઉર્દૂ શાયરીમાં ) , રૂસવા, પાજોદ દરબાર * જન્મ ઃ ૧૧ ડીસેમ્બર ૧૯૧૫ ઃ પાજોદ * અવસાન ઃ ૧૪ ફ્ેબ્રુઅ ારી ૨૦૦૮ * અભ્યાસ ઃ રાજકુમાર કોલેજ, રાજકોટ કુટુમ્બ * પિતા મુર્તુઝ ાખાન * પત્ની બાંટવા દરબાર શેરખાનની પુત્રી સાબિરા બખ્તે જહાં * પુત્રો અ ય્યાઝ, સાહેલ, શકીલ * પુત્રી ઇ શરત * બાળપણનો સાથી મામાનો દિકરો શેખઝાદા નુર અહમદ બાવામિયાં જીવનઝરમર * બાળપણમાં જ માબાપ જણત નશીન થયા , મામા અહમદમિયાંએ ઉછેર્યા. * દ્યડતરમાં મામા અને રાજકુમાર કોલેજના […]

ચંદ્રકાંત બક્ષી

ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય લેખકોમાંના એક છે. તેમનો જન્મ પાલનપુર ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેમના કુટુંબમાં તેમની પુત્રી રીવા અને પત્ની બકુલા (જેઓ તેમનાપહેલા અવસાન પામ્યા ) હતા. વ્યવસાયે તેઓએ વેપારથી શરૂઆત કરી અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાન વિષયોમાં મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે અધ્યયન કાર્ય કર્યુ હતું, ત્યારબાદ તેઓ વિવિધ સામયિકોમાં લેખ લખતા હતા. કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું. ૧૯૬૯માં તેઓ મુંબઇમાં સ્થાયી થયા […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors