ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે ઓખાહરણ-કડવું-૧૮ (રાગ-સાખી) જોબનીયું વાધ્યું રે, ઓખા નાનકડી રે લોલ; મારે જોબનીયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ; તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ… બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ; મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ, મારા જોબનીયા લટકો, દહાડા ચાર છે રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહિ મળે રે લોલ..
ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં ઓખાહરણ-કડવું-૧૭ (રાગ-સાખી) ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ; ને ઘેર પુત્રી લાડકવાયી, તેનાં મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય; જો અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય. મણિધર નારી ને ઋષિકુળ,નદી નૃપ ને કમલા, એટલા અંત ન લીજીએ, જો ઇચ્છીએ કુશળક્ષેમ; (રાગ:ઢાળ) નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર; ગોખ બારી ને અટારી, તેનો કહેતાં ન આવે પાર. મરકત મણિમોતીએ જડ્યાં, માંહે પીરોજાના પાટ; હયશાળા ગજશાળા જે, હીંચવા હીંડોળાખાટ. દિવસ માસ […]
ચિત્રલેખાની ઉત્પિતિ કથા ઓખાહરણ-કડવું-૧૬ (રાગ-ધનાશ્રી) પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઇ બેઉ નારીજી; ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યાં નામજી, કેઈ વિધિએ આવ્યાં અસુરને ધામજી. (ઢાળ) ધામ આવ્યાં અસુરને, તેણે કામ સૌ દેવનાં કર્યાં; મને વિસ્તારીને વર્ણવો, એ કેવી રીતે અવતર્યાં. શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુકુમાર; પ્રશ્ન પૂછ્યો મને તેનો, સંદેહ ખોઉં નિરધાર. એકવાર દેવ પાતાળે નાઠા, બાણાસુર તાપથી; ત્યારે વરુણ કેરા જગનમાં, કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ; ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે, બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, […]
ઉમિયાજીએ પુત્રી આપી – આકાશવાણી થઈ ઓખાહરણ-કડવું-૧૫ (રાગ-ઢાળ) ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય; તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પુત્ર સમાન; મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન. કોઇક દેશનો રાજા જોઇશ, રાખશે મારું નામ; પોષ માસથી પૂરણ માસે, પુરણ થશે કામ. વર પામી બળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય; બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. પોષ માસથી પુરણ માસે, પ્રગટ થઈ કન્યાય; વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય; વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર. પહેલી ઉમિયાજીના અંગથી, […]
શિવજી બાણાઅસુરને તેનો ભુતકાળ જણાવે છે ઓખાહરણ-કડવું-૧૪ (રાગ-આશાવરી) બળીઓ બાણાસુર રાય, પુત્રમાગવાને જાય; મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. એક હજાર હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ; આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર; પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ; ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભુપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ; માટી વાળા હાથ હતા, બાળકના તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ; બાળક ત્યારે થરથર ધ્રુજ્યો. સાંભળને […]
દસ પ્રકારના ચાંડાલ ઓખાહરણ-કડવું-૧૩ ચંડાળ તો કોઇ એક નથી રાય ! દશ વિધના કહેવાય; પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઊતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય; ત્રીજો ચંડાળ જેને કહીએ, દૂભે માતા પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર; પાંચમો ચંડાળ તેને કહીએ, પરદારા શું ખાય. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન; સાતમો ચંડાળ તેને કહીએ, નહિ તનયા કે તન. આઠમો-નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર; દશમો ચંડાળ તેને કહીએ,જે કરમે ચંડાળ.
બાણાસુરને ચાંડાલણીએ વાંઝિયાપણાનું ભાન કરાવ્યુ ઓખાહરણ-કડવું-૧૨ (રાગ-સામગ્રીની ચાલ) રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી; નિત્ય પડી રજ વાળીને કર્યું ઝાકઝમાળ. બાણાસુરને બારણે. રાય મેડિયેથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ; મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુરને બારણે. રાય બાણાસુર વળતી વદે, મનમાં પામી દુઃખ; મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. બાણાસુરને બારણે. ત્યાં ચંડાળણી વળતી વદે, સાંભળીયે રાય; તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુરને બારણે. ત્યારે બાણાસુર વળતી વદે, સાંભળ રે ચંડાળણી; સાચું રે બોલને કામની, કરું બે કકડાય. બાણાસુરને બારણે. ત્યારે ચંડાળણી; વળતી […]
ઉમિયાએ ઓખાને આપેલો શ્રાપ ઓખાહરણ-કડવું-૧૧ (રાગ-ઢાળ) ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર; ત્યારે ઓખા આવી ઊભી, નીસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને, તું તો નાસી ગઈ; મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. તારું અંગ ગળજો, લુણે ગળજો કાય, જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યાં માય. ઓખાબાઈ થરથર ધ્રૂજ્યા, એ તો વાત અટંક; અપરાધ પાખે માતા મારી, આવડો શો દંડ ?. ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય દૈત્યકુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય . ચૈત્રના મહિનામાં બાઇ, તારો રે મહિમાય; ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી […]
ગણપતિનો દર્શાવેલ મહિમા ઓખાહરણ-કડવું-૧૦ (રાગ:મારુ) પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ; કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે; સોની સમરે ઘડતાં ઘાટ, પંથી સમરે જાતાં વાટ. પંચવદનના દહેરામાંય , પહેલી પૂજા ગણપતિની થાય; એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. ઉથલો શાને કાજે રુવે પાર્વતી, શાને લોચન ચોળે; જેને ઘેર વિવાહવાજન હશે. ત્યાં બસશે ઘીને ગોળે રે.
રૂપ સાથે ગુણ જરૂરી છે. ઓખાહરણ-કડવું-૯ (રાગ:આશાવરી) રૂપગુણને વાદ પાડ્યા, ચાલ્યા રાજદ્વાર; ગુણને આપ્યા બેસણાં, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યાં શિવે નાગરાં, કોઇ જોગી અબધુત; ચતુરાઈ દીધી જે ચારણાં, વળી કોઇ રજપુત. પુન્ય વિના ધન કયા કામકો, ઉદક વિણ કુંભ; એ દો વસ્તુ કછુ ન કામકી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર; રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિણ છે ભાર.