ચિત્ર દ્રાર ઓખા પોતાના ભરથારને ઓળખે છે ઓખાહરણ-કડવું-૩૮ (રાગ-કલ્યાણ) ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને. હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે; લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા, ને અક્રુર લખ્યા. વસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે, બાઇ તે તો એંધાણ મળિયા રે, આ ઘરડાને માથે પળીઆ રે. તેને માથે […]
ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે ઓખાહરણ-કડવું-૩૭ (રાગ-સાખી) સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ; રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર; ન ન્હાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ ગેલ કરંત; ગંગોદક ભરી કંચૂકી, રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી, રાજ નિત નિત કરે વહેવાર; એક નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર રે. (રાગ:હુલારી) આજે રે, સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે, આજ સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે; આજ સ્વપ્નામાં દીઠા સુંદર ભરથાર રે, […]
ચિત્રલેખા સ્વપ્ન દ્રારા ઓખના સ્વપ્ન-ભરથારને આલેખે છે ઓખાહરણ-કડવું-૩૬ (રાગ-કલ્યાણી) ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, લેખણ લાવીને, કરમાં સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે; સુરલોક લખ્યા ને ભુરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા; હવે ઓખાબાઇ તમે ઓરાં આવોને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે; બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઇને […]
ઓખાને ચિત્રલેખાની સલાહ ઓખાહરણ-કડવું-૩૫ (રાગ-આશાવરી) સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. ટેક. એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે;હસ્તી ઝુલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે,જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. સ્વપ્નું.. એક નિરધનીઓ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર; તેને દેશ-વિદેશ વહાણ ચાલે; વાણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સ્વપ્નું.. મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણિયો વેદ પુરાણ; જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ. સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન […]
ઓખાને ચિત્રલેખાની સલાહ ઓખાહરણ-કડવું-૩૪ (રાગ-સાખી) ઓખા રુવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય; સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય; મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખિયા આંક; એક વાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક; કરણીનાં ફળ ભોગવો, તેમાં વિધાત્રાનો શો વાંક ? વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક; એક વાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. […]
ઓખાહરણ-કડવું-૩૩ (રાગ-સાખી) ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ; શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડીઓ વિજોગ. સ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતાં લીલા લહેર; અમૃતરસ હું પીતી હતી, તેમાં તેં મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ; તમને પૂછું પંડિતો, એક દિન કીતના માસ. ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ; એક પળ પિયુ વિના, લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ; હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ. પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ […]
સ્વપ્નામાંથી જગાડી ઓખાહરણ-કડવું-૩૨ (રાગ-સોરઠ) સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો; ઉમિયાનો વર આજ સફળ થયો જે. જપતાં દહાડી દહાડી રે હો. અધવચ કૂવામાં મુજને ઊતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રેં હો; બાગબગીચામાં ફુલ ફુલ્યાં છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો. ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી; મને સ્વપ્નામાંથી જગાડી રે હો.
ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર ઓખાહરણ-કડવું-૩૧ (રાગ-ધોળ) સ્વપ્નાંતરમાં દીઠી, સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે સ્વપ્નાંતરમાં તે ખળકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દેસે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, ઓખા હસી હસી તાળી લે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઇને નાટક ચેટક લાગ્યું રે, તે તે કેમ કરીને થાય અળગું રે. જાગ જાગ ઓખા જાગ રે; જે જોઈએ તે […]
ઓખા ગોર્યમાને ઠપકો દે છે ઓખાહરણ-કડવું-૩૦ (રાગ-ઢાળ) પ્રેમે પ્રદક્ષિણા કરીને, કરજોડી ઊભી બાળ; પારવતી કહે માગ્ય વર, હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી. હરખશું તેણી વાર, માતા મુજને આપીએ, મારા મનગમતો ભરથાર. ત્રણ વાર માગ્યું ફરી ફરીને, વર આપો આ દિશ; લાજ મૂકીને ઓખા બોલી, તવ ચઢી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તેં કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ; જા પરણજે ત્રણ વાર તું, એમ બોલ્યાં પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, ત્રણ હજો ભરથાર: શાપ એવો સાંભળીને, કંપી રાજકુમાર. પુરુષને […]
ઓખા ઉમિયાજીને શાપનિવારણ માટે વિનંતી કરે છે ઓખાહરણ-કડવું-૨૯ (રાગ-સાખી) ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યાં; હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફુટી ગયાં. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ; પીવા ઝબોળી પાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ. આણી જ તીરેથી અમે અળગા ન થયાં. પેલી તીરે નવ ગયાં; કરમ તણે સંજોગ અમે, મધ્યે જળ વચ્ચે રહ્યાં. હું તો આવી ઇશ્વર પૂજવા, સામો દીધો શાપ; પરણ્યા પહેલા રંડાપણુ થયું, મારાં કીયા જનમનાં પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરૂં છે ના […]