ઓખાહરણ-કડવું-૪૭ (રાગ:વલણ) અનિરુધ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ બાણાસુરની નગરમાં, ગડગડિયા નિશાન રે; એણે રે શબ્દે અનિરુદ્ધ જાગીય્રા રે. (૧) જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે; આ તો ન હોય અમારી નગરી રે.(૨) આ અસુરના માળિયાં રે અમારું ન હોય ગામ રે; ન હોય કનકની દ્વારિકા રે. (૩) હોય અમારી વાડી રે, અમે રમતાં દહાડી દહાડી રે; ન હોય પુષ્પ કનકનો ઢોલિઓ રે (૪) અહીંયાં નાદ ઘણા વાગે, રણતુર ઘણેરાં ગાજે રે; ન હોય, ન હોય, શંખ શબ્દ સોહામણા રે. (૫) મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે; કઈ ભામિનીએ, […]
ઓખાહરણ-કડવું-૪૬ (રાગ:સામગ્રી) અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે; કોણ કારણ અમને લાવીયા હો. (૧) ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી; ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથે હો, તમને લાવીયા હો. (૨) તમે નારી ધન્ય, દીસો છો કુંવારી; કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું ઓ અસુર નંદની હો. (૩)
ઓખાહરણ-કડવું-૪૫ (રાગ:મારુ) મહા બળીઓ તે જાગીઓ, તેના બળનો નાવે પાર રે; હરડું હાક મારી, કીધો છે હોંકાર રે. (૧) ધમક ધમક ડાકલાં વાગે, ઠારોઠાર રે; આ તો ન હોય રે, મારા બાપનું ગામ રે. (૨) દ્વારકામાં વસે, સઘળા વૈષ્ણવ જન રે; અહો રાત્રી બેઠા કરે છે, ત્યાં સહુ કીરતન રે (૩) ભજન નારદ કેરા કચરડા, તે હોય અપાર રે; ભૂત ભૈરવ જોગણી, અસુર કોઈની નાર રે (૪) ડાકણી છો શાકિની છો, કોણ છો બલાય રે; ચિત્રલેખા કહે છે વીરા, ખમા ખમાય રે. (૫)
ઓખાહરણ-કડવું-૪૪ (રાગ-સાખી) મંદિર માળીયામાં અનિરુધ્ધ જાગૃત થાય છે (સાખી) સ્ત્રી ચરિત્ર અનેરડાં, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે, પણ ખોયો પોતાનો ધરમ. (૧) (રાગ:ઢાળ) ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલીશ આડું; તું કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું. (૧) ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય; એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. (૨) ઓશીકે જઈ જોવા લાગી તો, મોટી એક ગદાય; ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. (૩)
ઓખાહરણ-કડવું-૪૩ (રાગ-આશાવરી) ભરથારનું કહ્યુ ન માનવાથી…. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઊઠાડીએ, મન સંગાથે એવાં બીજીએ, બ્રહ્મહત્યા તો શીદ લીજીએ. (૧) ભરથાર પહેલી ભામની, જે અન્ન રાંધીને ખાય; વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તક ટંગાય. (૨) ભરથાર પહેલી ભામિની, સુવે સજ્યા માંય; આંધળી ચાકરણ અવતરે; પડે મારગ માંય. (૩) ભરથારનું કહ્યું જે ન માને, આપમતી જે નારી, તે તો નારી અવતરે, કાંઈ બિલાડી મંઝારી. (૪) ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ કંથ; હડકાઇ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. (૫) ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ; પિયુ પોઢ્યો […]
ઓખાહરણ-કડવું-૪૨ (રાગ-ઢાળ) ચિત્રલેખા અનિરૂધ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઇ, મારે દ્વારકામાં જાવું; પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. (૧) અગિયાર સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ; સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૨) બાઇ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને; લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને ? (૩) જાતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો; કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતાં ચુડો. (૪) ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર; તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી […]
ચિત્રલેખા સ્વપ્ન દ્રારા ઓખના સ્વપ્ન-ભરથારને આલેખે છે ઓખાહરણ-કડવું-૩૬ (રાગ-કલ્યાણી) ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, લેખણ લાવીને, કરમાં સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે; સુરલોક લખ્યા ને ભુરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા; હવે ઓખાબાઇ તમે ઓરાં આવોને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે; બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઇને રમતું રે. ચિત્ર […]
ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે ઓખાહરણ-કડવું-૪૧ (રાગ-મારુ) ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી; બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઇ આણ્યાના ઉપાય કેવા; દૂર પંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી. ત્યાં જૈ ન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર; જાવું જોજન સહસ્ત્ર અગિયાર, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે; બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સહિયરને સહિયર વહાલી, છે મેં જમણા […]
ઓખાહરણ-કડવું-૪૦ (રાગ-પરજ) આપો આણી, એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. ટેક મેં તો સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાંપણનો છે ચાળો રે; મારૂં મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે; અંગ શોભે એ ભીને વાન, તે વર મુને આપો હો આણી. જેનાં લક્ષણ વીસ ને બાર, મુને પરણી ગયો જે કાલ રે; તેને વરસ થયાં દશ-બાર, તે વર મુને આપો હો આણી. વરની લટકતી […]
ચિત્ર જોઈ ઓખા વિહવળ બને છે (રાગ-ઢાળ) ઓખાહરણ-કડવું-૩૯ ચિત્રલેખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ; પ્રેમ આણી ઓખાબાઇએ, ઝુંટી લીધું તેહ. કરમાં લઇને કામની, કાંઇ દે છે આલિંગન; માળિયામાં મેલી ચાલ્યા, પ્રાણતણા જીવન. આણિવાર હું નહિ જાવા દઉં, મેં ઝાલ્યો છેડો; મારા પિયુજી પરવરો તો, મુજને જલદી તેડો. ચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ; તે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે.