ઓખાહરણ-કડવું-૫૭ (રાગ-સોરઠ) કોભાંડ-બાણાસુર વચ્ચે વાર્તાલાપ- અનિરુદ્ધ ઉપર આક્રમણ કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ; એ ભોંગળે દસ લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત; એક ભોંગળે દસ લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂરવે મેં તેને પ્રિછવ્યો, અહંકારે થયો તું અંધ; અહંકારે લંકા ગઇ, રામે માર્યો દસસ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહીણીશું સંજોગ; છવ્વીસ નારી પરહરી, માટે ભોગવે ક્ષય યોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ; વાંક કોઇનો કહાડીએ નહિ, પણ ફુટ્યું તારૂં કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે […]
ઓખાહરણ-કડવું-૫૬ (રાગ-ઢાળ) બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધ નાશ કર્યો ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક; અમે એવું જુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. તું જાણે પિયુ એકલાને, હાથ નહીં હથિયાર; તારા બાપે ચાર લાખ મોકલ્યા, તે મારે માના છે ચાર. તું જાણે પિયુ એકલાને, કર નહિ ધનુષ ને બાણ; એક ગદા જ્યારે ફરશે ત્યારે, લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરા નારી, વિધાત્રીનો અવતાર; ઓખાએ તે ધ્યાન ધરિયું, આવી માળિયા મોઝાર. એવું એમ કહીને જોયું શય્યામાં, ગદા તો નવ દીઠી; ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજા હું તો, ચતુરા થઈને […]
ઓખાહરણ-કડવું-૫૫ (રાગ-પરજ) બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામની એ જ્યારે કટક દીઠું , ઓખા થઈ નિરાશ, અરે ! દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આશ. વાલા કેમ વઢશો રે, મારા પાતળિયા ભરથાર. વાલા… અરે પિયુ તમે એકલા, કરમાં નથી ધનુષ ને બાણ; એ પાપી કોપીઓ, લેશે તમારા પ્રાણ. વાલા… આછી પોળી ઘીએ ઝબોળી; માંહે આંબારસ ઘોળી તમે જમતા હું વીસરતી, ભરી કનક કટોરી.વાલા… આળોટે- પાલોટે અવની પર, રૂદન કરે અપાર; બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વાલા… વળી બેસે ઊઠીને, વળી થાય વદન વીકાસણ વીર; […]
ઓખાહરણ-કડવું-૫૪ (રાગ-રામકલી) કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરૂદ્ધે ખોળેજી, કંઠમાં બાવલડી ઘાલી બાળાજી; દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. (ઢાળ) જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી, સુભટ દોડ્યા સબળા; મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો; જ્યાં સ્પર્શ નહીં પંખીતણા, તે માળિયામાં કેમ પેઠો ? નિશંક થઈને છાજે બેઠા, નિર્લજ નર ને નારી; હાસ્ય વિનોદ કરે ઘણો, લજયાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ લે છે સોઈ; પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દીસે કોઈ. અંબુજવરણી […]
ઓખાહરણ-કડવું-૫૩ (રાગ-સામગ્રી) કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે કન્યાએ ક્રોધ જણાવીઓ, હાકોટ્યો પ્રધાન; લંપટ બોલતા લાજે નહિ, ઘડપણે ગઈ શાન. કન્યાએ પાપી પ્રાણ લેવા ક્યાંથી આવિયો, બોલતો શુદ્ર વચન; એ વાત સારુ કરવી જોઈશે, જીભલડી છેદન. કન્યાએ હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારેખમ કૌભાંડ; એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત; હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કન્યાએ કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર; પછી કાલાવાલાં માંડિયાં, ન જાણ્યું સ્ત્રીચરિત્ર. કન્યાએ બાઇ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ; […]
ઓખાહરણ-કડવું-૫૨ (રાગ-મલાર) ઓખા ને આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા આવે છે વર્ષાઋતુ વહી ગઈ રે, રમતાં રંગ વિલાસ; સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમે સહિયર આવી, શરદ પુનમની રાત; માણેકઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દીસે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠાં, હિંડોળે નરનાર; હસ્યવિનોદમાં રે, કરતાં વિવિધ વિલાસ. રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી; કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દીસે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દીસે છે ઓખાય; રાતી રાતી આંખલડી રે, ફુલી દીસે છે કાય. હીંડે ઉર ઢાંકતી રે, શકે થયા છે નખપાત; અધરમાં […]
ઓખાહરણ-કડવું-૫૧ (રાગ-ધોળ) ઓખા ને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે બોલ્યા શુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન; મળી બેથી સૌ સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શીર નામી; બાઈ તું કરજે પિયુંના જતન, રાંક હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો; અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય ? તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દિજે; બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુંજ પાખે; આપણ બે જણ દિન નીરગમશું, અન્ન […]
ઓખાહરણ-કડવું-૫૦ (રાગ-ધોળ) ઓખા અનિરુદ્ધને પરણે છે માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે; માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વરતાય રે, પહેલે મંગળ શાં શાં દાન અપાય રે; ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વરતાય રે, બીજે મંગળ, શાં શાં દાન અપાય રે; ચિત્રલેખા આપે છે સોળ શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે, ત્રીજે મંગળ, શાં શાં દાન અપાય રે; ચિત્રલેખા આપે […]
ઓખાહરણ-કડવું-૪૯ (રાગ-સિધુડો) ઓખા અનિરુધ્ધને વિનવે છે મારા સોરઠીઆ સુજાણ, મળ્યા મને મેલશો મા; મારા જીવના જીવનપ્રાણ, મળ્યા મને મેલશો મા. (૧) મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશો મા; સાસુડીના જાયા, મળ્યા મને મેલશો મા. (૨) સ્વપ્ને શીદ ઝાલ્યોતો હાથ, ચાલો તો કાઢુ પ્રાણ; તમને દાદાજી ની આણ, મળ્યા મને મેલશો મા.(૩) ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. (૪) એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી (૪) મારા વડવાની વાત, કાઢી જે વઢીઃ ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી(૫) કૌભાંડની તે તનયાય, પગની ખાસલડીઃ ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું […]
ઓખાહરણ-કડવું-૪૮ (રાગ-ઢાળ) અનિરુધ્ધ ગુસ્સે થાય છે અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય; બે જણના, મારી કરું કકડાય. (૧) તમો જાણ્યું અહીંયાં લાવી, કર્યું ભલેરું કામ; તમને બે જણને મારી, ઊડી જાઉં દ્વારિકા ગામ. (૨) ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડ; મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. (૩)