ઓખાહરણ-કડવું-૬૮ (રાગ:ધનાશ્રી) નારદજી દ્રારકામાં – નારદ-શ્રીકૃષ્ણ વચ્ચે વાર્તાલાપ શુકદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો તે જાદવ ઓધજી; હવે દ્વારિકાની કહું કથા, જાદવજી કરે શોધાશોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઇ દોરીજી; હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી; રુકમણિ, રોહિણી, દેવકી, સરવે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી; વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપ; વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું; કોણે હર્યો […]
ઓખાહરણ-કડવું-૬૫ (રાગ:સામગ્રી) અનિરુધ્ધને કારાગૃહમાં રાખ્યો બાણે બંન્નેને બાંધિયાં, નૌતમ નર ને નાર; અનિરુધ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધિયાં… ચૌટામાં ચોર જણાવિયો, ઢાંક્યો વ્યભિચાર; ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. બાણે બંનેને બાંધિયાં.. લક્ષણવંતો હીંડે લહેકાતો, બહેહકાતો આવાસ; દૈત્યનું બળ તે પુંઠે પળે, ઘેરી હીંડે છે દાસ. બાણે બંનેને બાંધિયાં… એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ; ચોરે તે મોર જ મારીઓ, તેનાં લોક કરે વખાણ. બાણે બંનેને બાંધિયાં… ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવ ભરથાર; તે સ્વામીથી શું સુખ પામશે, […]
ઓખાહરણ-કડવું-૬૬ (રાગ:ધવળ-ધનાશ્રી) ઓખા અનિરુધ્ધ વચ્ચે વાર્તલાપ શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી; કૃષ્ણકુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંયજી નાનાં વિધનાં બંધન કીધાં, કાઢી ન શકે શ્વાસજી; એક એકના મુખ દેખી, દામણાં દેખી થાય છે ઉદાસજી બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુજી; પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલેં ભક્ષજી કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી; અનિરુદ્ધ આપબળે કરીને, ઓખાને દે છે ધીરજી. આદરું તો અસુર કુળને, ત્રેવડું તૃણમાત્રજી; શોભા રાખવા શ્વસુરની તો, હું બંધાયો છું ગાત્રજી. મરડીને ઊઠું તો શીઘ્ર છુટું, દળું દાનવ જુથજી; શું કરું […]
ઓખાહરણ-કડવું-૬૪ (રાગ-ચાલ) અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો ચિત્રલેખા કહે બાઇ શેની રડે છે, તારા કંથની નહિ થાય હાણ; જઇને હું સમજાવું છું રે, તારા પતિના નહિ લે પ્રાણ. ચિત્રલેખા આવી ઉભી રહી, જ્યાં પોતાનો તાત; સાંભળો પિતા વિનંતિ, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો છોકરો તે, તમે જોઇને છેદજો શીશ; માથા પર શત્રુ થાશે, હળદર ને જુગદીશ. એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા જે એનાં કામ, વગર વિચારે મારશો તો, ખોશો ઘર ને ગામ. પ્રધાને જઇ કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ; રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઇ […]
ઓખાહરણ-કડવું-૬૩ (રાગ-રામકલી) ઓખાનો વિલાપ મધુરે ને સાદે રે હો, ઓખા રુવે માળિયે રે હો; બાઇ મારા પિયુને લઇ જાય, મારા વતી નવ ખમાય, હમણાં કહેશે રે હો, પિયુજીને મારીઆ રે. બાઇ મારાં પેલાં તે ભવનાં પાપ, બાઇ મારો આવડો સો સંતાપ; શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે, હો પડજો સગા બાપને રે. હારે મારા કંથની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય; આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડાપણ આવ્યું રે, હો બાળપણા વેશમાં રે.
ઓખાહરણ-કડવું-૬૨ (રાગ-ગેડી) બાણાસુર બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો અશ્વ કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી; જોધ્ધાને નવ માયે શૂર, ચઢી આવ્યું એમ સાગરપૂર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધ્ધા કર્યા ચકચુર; બાણાસુરનાં છૂટે બાણ, છાઇ લીધો આભલીઆમાં ભાણ. થયું કટક દળ ભેળાભેળ; જેમ કાપે કોવાડે કેળ; આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઇ પાછા નવ વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ; બાણાસુર પર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઇ છે સુધ ને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન, પાછો લઇ ચાલ્યો પ્રધાન, ઘેર જાતામાં આવી સાન. […]
ઓખાહરણ-કડવું-૬૧ (રાગ-સિંધુ) અનિરુદ્ધ-બાણાસુર વચ્ચે વાર્તાલાપ આવી સેન્યા અસુરની, અનિરુધ્ધ લીધો ઘેરી; કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યો ચોફેરી. અમર કહે શું નીપજશે, ઇચ્છા પરમેશ્વરી; રિપુના દૈત્યના જુથ માંહે, અનિરુધ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરૂં, જો ભોંગળ ધરી ફોગટ; વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત; વીંટો ચો દિશ સહુ મળીને, હું પૂછું એને વાત. માળિયેથી ઓખાબાઇએ, રુદન મૂક્યું છોડી; પિતા પાસે જોધ્ધા સરવે, હાથ રહ્યા છે જોડી. બલવંત દિસે અતિ ઘણું, સૈન્ય બિહામણી; પવનવેગા પાખરીઆ તે, રહ્યા રે હણહણી. આ દળ વાદળ કેમ […]
ઓખાહરણ-કડવું-૬૦ (રાગ-વેરાડી) ઓખા અનિરુદ્ધને યુધ્ધ ન કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા; એ શા સારું ઉન્માદ, હો હઠીલા રાણા. હું તો લાગું તમારે પાય, હો હઠીલા રાણા; આવી બેસો માળિયા માંય, હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા; છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. ૩. એ તો બળીયા સાથે બાથ, હો હઠીલા રાણા; એ તો જોઇને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા; બળે પામીએ ન સામે તીર , હો હઠીલા રાણા. મને થાય […]
ઓખાહરણ-કડવું-૫૯ (રાગ-સામગ્રી) ઓખા – અનિરુદ્ધ વાર્તાલાપ- અસુરો સાથે અનિરુદ્ધનું યુધ્ધ મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે, જાદવજી; દિસે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી. એવા બળીયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે, જાદવજી; સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હીંડો રે. જાદવજી. એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતા રે, જાદવજી; એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે, જાદવજી. ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહેશો રે, જાદવજી; અસુર અરણ્ય ધાય, તણાયા જાશો રે. જાદવજી. એવું જાણીને ઓસરીએ, ન કરો ક્રોધ રે, જાદવજી; એકલડાનો આશરો શાનો, […]
ઓખાહરણ-કડવું-૫૮ (રાગ-ભુપાળ) ઓખા – અનિરુદ્ધ વાર્તાલાપ- અસુરો સાથે અનિરુદ્ધનું યુધ્ધ ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળીયાશું વઢતાં બીજે. એ ઘણા ને તમો એક, તાતે મોકલ્યા જોધ્ધા અનેક. દૈત્યને અનેક વાહન તમો પાળા, એ કઠણ તમો સુંવાળા. એને ટોપ કવચ બખ્તર, તમારે અંગે પીતાંબર. દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલામાલા. આ તો મસ્તાના બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારે દેહને દેખીને હું તો મોહું, નેત્રે જુદ્ધ કરતાં કેમ જોવું; મુવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઇચ્છા […]