ઓખાહરણ-કડવું-૮૭ આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો. મારા નવલા વેવાઈઓ. રથ ઘોડા ને પામરીઓ, સૌ જાદવને બંધાવો. મારા નવલા વેવાઈઓ. જરકશી જામા, તમે કૃષ્ણને પહેરાવો. મારા નવલા વેવાઈઓ. પંચ વસ્ત્ર ને શણગાર, તમે જમાત્રને આપો. મારા નવલા વેવાઈઓ. દક્ષિણના ચીર, રાણી રુક્ષ્મણીને આપો. મારા નવલા વેવાઈઓ. સાળુ ને ઘરચોળા, સતી સત્યભામાને આપો. મારા નવલા વેવાઈઓ. પાટણનાં પટોળાં, રાણી જાંબુવતીને આપો. મારા નવલા વેવાઈઓ.
ઓખાહરણ-કડવું-૮૬ બાણાસુર ગોરવ નોતરે, સૌ કો સાથશું રે; સાથે જમણની રીત, હળધર ભ્રાતશું રે, શ્રીકૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાતશું રે. તમો ગોરડી વેળા પધારજો, સૌ કો આવશે રે. સાથે માણસની શી રીતે, ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ; જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળ્યા પાય, જઈ પાયે પડી રે, અનિરુધ્ધની માવડી, બોલ્યાં રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલીયાં, મનશું માલતાં રે; હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતાં રે, રસોઈ બહુ પ્રકારની, ગણતાં નવ લહુ રે, કાં વસ્તુ અનેક, ગણતાં સહુ સહુ રે, જાદવ કેરી જોડ, સહુકો સાથ શું […]
વાંઝીઓ પામે પુત્રને રે, નિરધનીઓ પામે ધન. ઓખાહરણ-કડવું-૮૫ બાણાસુર પખાળે ચરણ, શોભા ઘણેરી રે; ત્યાં તો બાણમતી ગાય મંગળ ગીત, શોભા ઘણેરી રે… ૧. ત્યાં તો પહેલું મંગળ વરતાય, શોભા ઘણેરી રે; પહેલે મંગળ સોનાના દાન અપાય. શોભા… ૨. દાન લેશે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે; ત્યાં તો બીજું મંગળ વરતાય, શોભા… ૩. બીજે મંગળ ઘેનુનાં દાન અપાય, શોભા ઘણેરી રે; ત્યાં તો ત્રીજું મંગળ વરતાય, શોભા… ૪. ત્રીજે મંગળ હસ્તીનાં દાન અપાય. શોભા ઘણેરી રે; દાન લે છે કૃષ્ણ તણો સંતાન, શોભા… ૫. ત્યાં તો ચોથું મંગળ વરતાય, શોભા […]
વડીલોનિ હાજરીમાં ઓખા-અનિરુદ્ધનાં થતા લગ્ન ઓખાહરણ-કડવું-૮૪ અનિરુદ્ધ લગ્ન કરવા ધોડેસવાર થઈને જાય છે ( રાગ ધોડલીના) હાંરે અનિરુદ્ધની ઘોડલી, અંત્રિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજીએ કુમકુમ ફૂલ; ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. મોરડો મોતી જડ્યા રે, હિરા જડિત પલાણ; રત્ન જડિત જેનાં પેગડાં રે, તેના વેદો કરે છે વખાણ. અંગ જેનું અવનવું, ઝળકે તે ઝાકમઝાળ; ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘુઘરમાળ. દેવ દાનવ માનવી રે, જોઈ હરખ્યા તે સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર, અનિરુદ્ધ થયા સવાર; […]
અનિરુદ્ધને લગ્ન માટે તેયાર કર્યો ઓખાહરણ-કડવું-૮૩ હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના પર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરીયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાનાંવિધનાં વસ્ત્ર પહેરાવ્યાં પરિધાન રે, કનક મેખલા પોંચીઓ બાજુબંધ રે, અનુપમ ઉપન્યો આનંદ રે. મુગટ મણીધર ધર્યો અનિરુધ્ધ શીશ રે, ઝળકે ઝળકે ઉદય જ જેવો દીસે રે. કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે. હળધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહીત શોભે છે જુગજીવન રે. સાત […]
ઓખાહરણ-કડવું-૮૨ (રાગ-ગુર્જરી) ઓખાબાઈને લઇ સંચરો કૃષ્ણ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રેવંતી જાગવું રે. બળીભદ્ર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રુક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, શુધબુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે; ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપવતી જાગવું રે.
ઓખાહરણ-કડવું-૮૧ (રાગ-ધોળ) અનિરુદ્ધને સ્નાન ને પીઠી ચોળાય છે પારવતીને પિયરનાં નોતરડાં રે, બેસવા તો રૂડા લાવજો પાથરણાં રે; તેડાવોને ઉદિયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે; વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે.
ઓખાહરણ-કડવું-૮૦ (રાગ-સોહિણી) દ્રારિકાથી શ્રીક્રષ્ણનાં પરિવારને શોણીતપુર તેડાવ્યો હરિ હર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગીયાં રે; ત્યારે દાનવનું શું જોર, મળ્યા મન માનીયા રે. હર બ્રહ્મા વિષ્ણુ ત્રણ એક રે, દુઃખ ભાગીયાં રે; તેમાં શી વઢવાઢ, મળ્યા,મન માનીયા રે. શિવે બાણ કૃષ્ણને નમાવીઓ,દુઃખ ભાગીયાં રે; શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા મન માનીયા રે. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ ભાગીયાં રે; જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા મન માનીયા રે. હવે ગરુડને દ્વારિકા મોકલો. દુઃખ ભાગીયાં રે; તેડાવો સઘળો પરિવાર, મળ્યા મન માનીયા રે. સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણીઓ, દુઃખ ભાગીયાં રે; તેડવા […]
ઓખાહરણ-કડવું-૭૯ (રાગ-ધનાશ્રી) બ્રહ્માએ કરાવેલ શ્રીકૃષ્ણ-શિવનું સમાધાન આ બેમાં કોને નિદુ તે, સાંભળો શિવ રણછોડજી; વિરોધને વેગળો મૂકીને, પૂરો ભગતના કોડજી. (૧) શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી; હરિહર બે કોટે વળગ્યા, દીધું ઝાઝું માનજી. (૨) શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી; વઢનારા કોઈ હશે પણ, આપણ એકના એકજી. (૩) કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુળજી; બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. (૪) શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી; અલ્યા તુજને ભુજ આપ્યા, માટે વઢવા આવ્યો મુજ સાથજી. (૫) વળી હોંશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથજી; […]
ઓખાહરણ-કડવું-૭૭ (રાગ-ગુર્જરી) બાણાસુરની પત્નિ શૃઈકૃષ્ણને કરગરી કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ; જાણશે તો ઘણું થાય, એ છે તમારો બાળ. કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક; દીન જાણી દયા કરો, એ છે મારો રાંક. ચક્ર ચતુરભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ; નવસેં છન્નુ કર છેદી નાંખ્યાં, રાખિયા ચાર હાથ. રુધિરભર્યો આંસુ ગાળતો, આવિયો શિવની પાસ; એમ કહીને પાયે લાગ્યો, સાંભળો ગતિ કૈલાસ. એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ; સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયાઈશ. (વલણ) મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે; સદાશિવ યુદ્ધે ચઢ્યા, તેણે ધ્રુજી ધરા […]