ભાદરવા સુદ એકાદશીને જ પરિવર્તિની એકાદશીનું નામ અપાયું છે. આને જ વામન એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી મહાપુણ્યથી તથા સઘળાં પાપનો નાશ કરનારી છે. આ એકાદશી દરેકે કરવી જોઈએ. જો એકાદશી કરવાનો સંકલ્પ કર્યા પછી જો કોઈથી વ્રતનો ભંગ થાય તો પણ એકાદશી કર્યાનું પુણ્ય આ એકાદશી જ આપે છે. જો કોઈ આ એકાદશીની કથા વાંચે અગર સાંભળે તો પણ ઉપર લખ્યા તુલ્ય પુણ્ય મળે છે. જે કોઈ શ્રદ્ધાળુ આજે ભગવાન વામનની પૂજા કરે છે તેને ત્રિલોકના સમસ્ત દેવનું પૂજન કર્યાનું ફળ મળે છે. આજના દિવસે ભગવાનને દહીં – […]
નવરાત્રી મહોત્સવ હિંદુ પચાંગ અનુસાર વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે. આ દરેક નવરાત્રીમાં ભક્તો પોતપોતાના ઈપ્સિત આરાધ્યને ભજીને કે તેમનું અનુષ્ઠાન આદરીને તેમની પ્રસન્નતા મેળવવા, તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ આદરે છે. સૌપ્રથમ આવતી, ચૈત્ર માસમાં નવરાત્રી જેને ચૈત્રી નવરાત્રી કહેવાય છે. પોષ માસમાં આવતી શાકંભરી નવરાત્રી, ભાદરવામાં આવતી રામદેવપીરનાં નોરતાં અને આસોની રઢિયાળી રાતોમાં આવતી શારદીય નવરાત્રી. આ ચારેય નવરાત્રી દરમિયાન જુદા જુદા ઉપસકો માને ભજે છે તેમનું લઘુ અનુષ્ઠાન આદરે છે. લઘુ અનુષ્ઠા ૨૪,૦૦૦ મંત્રથી કરવાનું હોય છે. જેમાં પ્રથમ દિવસે જેટલી માળા કે જેટલા જપ કર્યા હોય […]
શિવરાત્રીનું મંગલ પર્વ ભારતનાં લાખો મંદિરોમાં ભક્તિભાવથી મનાવાય છે. શિવના ભક્તો આ પર્વ પર ઉપવાસ, જાગરણ, પૂજા અને આરાધના કરી શિવની ઉપાસના કરે છે. પરંતુ કોઈને જાણ નથી કે શિવ કોેણ છે ? શિવનો રાત્રિ સાથે શો સંબંધ છે. ? શિવરાત્રીના પર્વનું રહસ્ય શું છે ? પરમપિતા શિવ પરમાત્મા નિરાકાર અને જયોતિબિંદુ સ્વરૂપ છે. સાકારમાં દર્શન અને પૂજા માટે શિવલિંગની પ્રતિમા બનાવેલ છે. શિવ રૂપમાં બિંદુ પણ ગુણોમાં સિંધુ છે. શિવનો અર્થ થાય છે કલ્યાણકારી પરમાત્મા. સર્વ માનવ આત્માઓના પરમકલ્યાણકારી છે. તેઓ સુખકર્તા અને દુઃખ હર્તા છે. શિવનાં મંદિરો પરમાત્માનાં […]
દોહા જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન. જય ગિરિજાપતિ દીનદયાલ સદા કરત સંતન પ્રતિપાલા ભાલ ચન્દ્રમા સોહત નીકે કાનન કુંડલ નાગફની કે અંગ ગૌર સિર ગંગ બહાયે મુળ્ડમાલ તન ક્ષાર લગાયે વસ્ત્ર ખાલ વ્યાધમ્બર સોહે છવિ કો દેખી નાગ મુનિ મોહે મૈના માતુ કી હવે દુલારી વાન અંગ સોહત છવિ ન્યારી કર ત્રિશુલ સોહત છવિ ભારી કરત સદા શત્રુન ક્ષયકારી નંદી ગણેશ સોહૈ તહં કૈસે સાગર મધ્ય કમલ હૈ જૈસે કાર્તિક શ્યામ ઔર ગણરાઉ યા છવિ કો કહી જાત ન કાઉ દેવન જબહી જાય […]
ઓખાહરણ/કડવું-૯૧ આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે; જેણે વગડે ચાર્યા ઢોર,હાર્યો હાર્યો બાણાસુરરાય, કૃષ્ણરાય જીતિયા રે;વેગે આવ્યા દ્વારિકાની માંય, કેશવરાય જીતિયા રે.રાણી રુક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીતિયા રે;તે તો પુરાણે પ્રસિદ્ધ, ઢીંગલમલ જીતિયા રે.તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીતિયા રે;બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય,
ઓખાહરણ-કડવું-૯૨ તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે; તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા નવ છૂટે; બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા નવ છૂટે તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા નવ છૂટે; તારી રેવતી કાકી તેડાવ, છબીલા નવ છૂટે તેની રુદ્રે બાંધી ગાંઠ, છબીલા નવ છૂટે તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી. તારી બાણમતી માત તેડાવ, હો લાડી. તારો શંકર તાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારી પારવતી માત તેડાવ હો લાડી. તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારી શુધ બુધ […]
ઓખાહરણ-કડવું-૯૩ રીતભાત પરિપૂરણ કરી, ઊઠ્યા કૃષ્ણ તનજી; નવું રે મંદિર વસાવીને ત્યાં, આપ્યું રે ભુવનજી. એકવાર શ્રીકૃષ્ણે ઓખાને, ખોળા માંહે બેસારીજી; માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી. મારા-બાપને એક દીકરો, તમો આપો રે ભગવાનજી; ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી; કહી કથા ને સંદેહ ભાંગ્યો; પરીક્ષિત લાગ્યો પાયજી. શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી; આરાધું ઈષ્ટ ગુરૂદેવને, ગણપતિને લાગું પાયજી. શ્રોતા-વક્તા સમજતાં, કહે કવિ કરજોડજી; ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી. ઈતિશ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે શ્રીશુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત […]
ઓખાહરણ/કડવું-૯૦ સાસરિયાના સાથમાં, તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં, તે રખે જાતી વીસરી. હળવે હળવે ચાલીએ;સાસરિયાના સાથમાં, ખોળે ખાવું ના ઘાલીએ.સાસરિયાના સાથમાં કંથ સારુ માલીએ;સાસરિયાના સાથમાં સૈડકો આઘો તાણીએ.સાસરિયાના સાથમાં કૂવે વાત ન કીજીએ; સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતાં બીહીજીએ.સાસરિયાના સાથમાં ઢુંકી પાણી નવ લીજીએ,સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ રે.સાસરિયાના સાથમાં પિયુજીને પરમેશ્વર જાણી, સાસરિયાના સાથમાં પગ ધોઈ પીજીએ.,સાસરિયાના સાથમાં.
ઓખાહરણ-કડવું-૮૯ ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળીને મંગળ ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળુ અપાય રે. ઓખાબાઈનાં ગીત ગવાઈ રે. ઓખાબાઈને શિખામણ દે છે માય રે.
ઓખાહરણ/કડવું-૮૮ ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાયા સંચરી; ઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી. કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાનાં સાંકળાં; કોઈ લાવે સોળ શણગાર, ઓખાબાઇને પહેરવા. ઓખાજી વળતાં બોલિયાં, કહે બાઈ રે. ચિત્રલેખા આવ ઓરી આવાર રે, આ લે સોનાનાં સાંકળાં, બોલ્યાં બાઈ રે. તારા ગુણ ઓશીંગણ થાઉં, બોલ્યાં બાઈ રે. નિત નિત ગોમતી ને રણછોડ આવ્યા નાહી રે. એટલે પહોંચ્યા મનના કોડ, મારી બાઈ રે.