મારુ ગુજરાતઃ સ્થાન, સીમા અને વિસ્તાર ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે. ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાતનાં સ્થાન, સીમા અને વિસ્તાર સડક માર્ગ : 72,165 કિ. મી. ઔદ્યોગિક વસાહતો : 171
ગાજે મેહૂલીઓ ને સંભળાયે સાવજની દહાડ જાણજો એજ મારું વતન ગુજરાત જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા આંખની અમીથી વહે દાનની ગંગા પ્રભાતિયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત જાણજો એજ મારું વતન ગુજરાત શિખવ્યા સાગરે સૌને સાહસના પાઠ ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ ગૂંજે જય સોમનાથની હાકો દિનરાત જાણજો એજ મારું વતન ગુજરાત શોભતો કચ્છડો મારો શરદની રાત વલસાડી કેરી જેવા કોયલના ગાન ચરોતરી ખમીર ને ઑલી પટોડાની ભાત જાણજો એજ મારું વતન ગુજરાત તાપીના તટ ને પાવન નર્મદાના ઘાટ મહીથી મહીમાવંત મારું ગરવું ગુજરાત ઘૂમતા મેળાંમાં […]
* માનવ અધિકારોનાં મૂળ નૈસર્ગિક કાયદામાંછે.નૈસર્ગિક કાયદો માણસના કેટલાક જન્મજાત કે નિસર્ગદત્ત અધિકારોને માન્ય રાખે છે. * મનુષ્ય નિસર્ગનું ઉત્કૃષ્ટ સર્જન છે .કુદરતે જ માણસને કેટલાક અંતર્નિહિત અધિકારો બક્ષ્યા છે.તેથી માણસ આવા અધિકારો ભોગવે તે સાવ કુદરતૂ ગણાયું છે. * મનુષ્ય બધે એક સમાન અને વિશ્વવ્યાપી હોવાથી આ નૈસર્ગિક અધિકારો સર્વ સ્થળે રહેલા માણસના નૈસર્ગિક અધિકારો છે. * મનુષ્યનું જીવન કુદરતની મહાન ભેટ છે.તેથી તે જીવનનો આ અધિકાર ધરાવે છે.સાથે તે જીવનના અન્ય અંગભૂત તત્વો; જેવા કે વિકાસ, શિક્ષણ, આરોગ્ય, કલ્યાણ, સલામતી, સ્વાતંત્ર્યો, પર્યાવરણ; વગેરે પરવ્તે પણ અધિકાર ધરાવે છે. […]