આગિયા માટે અંગ્રેજીમાં ફાયરફલાય શબ્દ વપરાય છે, પરંતુ તે માખી નથી. બીટલ એટલે કે ઢાલિયાં જીવડાંનો તે પ્રકાર છે. આશરે ૨,૦૦૦ જાતનાં ઢાલિયાં જીવડાંને કુદરતે ‘ટોર્ચ‘ વડે સજ્જ કર્યા છે. તે સૌને આગિયા કહી શકાય. કોઈનો પ્રકાશ કેસરી હોય છે, કોઈનો પીળો, તો કોઈનો લીલો હોય છે. આમ છતાં તેઓ પોતપોતાના ઝબકારા તો લગભગ સરખી રાસાયણિક ક્રિયા વડે જ પેદા કરે છે. શરીરમાં રહેલા લ્યુસિફરિન નામના રસાયણને લ્યુસિફરેઝ નામના કિણ્વ (એન્ઝાઈમ) સાથે ભેળવે એટલે ટચુકડા ફલોરોસન્ટ બલ્વ જેવો પ્રકાશ આપોઆપ જન્મે ! વીજળીનો બલ્બ પ્રકાશ ભેગી ગરમી પણ ખાસ્સી પેદા […]
મીણબત્તીની જ્યોત હંમેશા ઉપર તરફ જાય છે. મીણબત્તીની જ્યોત હંમેશા ઉપર તરફ જાય છે. ખુલ્લા અવકાશમાં તો જાણે મીણબત્તી સળગે જ નહિ, કારણ કે હવા વગર સૌ પહેલાં ખુદ દીવાસળી પેટે નહિ. આમ છતાં મીણબત્તી કુત્રિમ વાતાવરણના સ્પેસ શટલમાં કે સ્પેસ સ્ટેશનમાં છે એવું ધારી લઇએ. માની લો કે એ વાતાવરણમાં વળી દહન માટે પૂરતો ઑક્સિજન પણ છે. વૈજ્ઞાનિક રીતે સાચો જવાબ ટૂંકમાં આટલો છે : દિવાસળી ચોક્કસ સળગે. મીણબત્તીની વાટ પર તેને એકદમ જલદી ચાંપી દો તો વાટ પણ સળગે, પરંતુ ત્યાર પછી એ જ્યોત એકધારી સળગતી રહી શકે […]
ચંદ્ર પર દિવસરાત થાય છે ખરા ? ચંદ્ર પર દિવસ અને રાત પણ હોય, પરંતુ આપણી પૃથ્વી કરતાં તે બન્ને સદંતર જુદા અને વળી આશ્ચર્યજનક પણ ખરા ! ચંદ્રનો દિવસ ચોવીસ કલાકને બદલે આપણા ૨૭.૩ દિવસો જેટલો છે, કેમ કે એક ધરીભ્રમણ પૂરૂં કરવામાં તેને એટલી વાર લાગે છે. આશ્ચર્યની બીજી વાત એ કે પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરવામાં પણ ચંદ્ર બરાબર ૨૭.૩ દિવસો લગાડે છે. પરિણામે તેની લગભગ એક જ સાઇડ આપણને હંમેશ માટે જોવા મળે છે. ચંદ્રની વધુમાં વધુ ૫૯% સપાટીને આપણે વારાફરતી દેખી શકીએ છીએ. બાકીની ૪૧% સપાટી […]
કુદરતની કરામત છે આ કરોળિયા નું જાળું. કરોળિયા જેવા ઘણા એવા જંતુઓ છે જેઓ પોતાના કદ કરતા પ૦ ગણા ઉંચા-મોટા કુદકાઓ મારી શકે છે તેમજ પોતાના ખોરાકનો શિકાર કરે છે. વિશ્વમાં આવા ૩૭૦૦૦ કરોળિયા જેવા વર્ગના જંતુઓ છે જે ગોળાકારમાં પોતાનું જાળું ગૂંથી શકે છે અને આ જાળામાં ફસાઇ જતા જંતુઓનો શિકાર કરે છે. ઘણા લોકો માને છે કે કરોળિયા ના જાળામાં મળતા તાતણાં ખરાબ છે, ઉપરાંત આવા જાળાં ખાસ કરીને છાપરા નીચે, તેમજ ઘરના અમુક ખુણામાં જોવા મળે છે. જાળામાંના તાતણાં એ કોઇ સામાન્ય તાતણાં નથી, તેમજ આ તાતણાં […]
ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ દેશ સમક્ષ ઘણા પડકારો હતા. કૃષિ ક્ષેત્રે ત્યારે જોઇએ તેવી પ્રગતિ નહોતી તેને કારણે બહારના દેશો ઉપર આધાર રાખવો પડતો તેમાં પણ ખાસ કરીને અમેરિકા. પરંતુ ભારતનો દ્રઢ નિર્ધાર આ ક્ષેત્રમાં તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવાનો હતો તે ઉપરાંત ઝડપથી ઔઘોગિકરણ કરી દેશને પગભર કરવાનો હતો. ડો. હોમી ભાભાએ પ્રથમ ઉર્જા ક્ષેત્રને મહત્વ આપી પરમાણુ મથકો સ્થાપવાની પ્રક્રિયાને ઝડપી બનાવી. વિઘુત ઉર્જા ઉઘોગો માટે જરૂરી હોય તેને મહત્વ આપવામાં આવ્યું તો બીજી બાજુ કૃષિ ક્ષેત્રેના વિકાસ માટે જળ સિંચાઇ યોજનાઓ મોટા પાયે શરૂ કરવામાં […]
શિશુઓની અંત્યેષ્ટી ક્રિયા જુદી રીતે કરાતી. બોધાયન (3, 6, 2) અનુસાર મૃત શિશુને દાટી દેવું જોઇએ, અને એ ક્રિયા કરનારે વસ્ત્ર ઉતાર્યા વિના જ સ્નાન કરવું જોઇએ. મનુ (5, 67-70) અનુસાર બે વર્ષથી નીચેના બાળકના શબને ગામની બહાર ખુલ્લા સ્થાનમાં છોડી દેવું જોઇએ કે દાટી દેવું જોઇએ. ગર્ભિણી સ્ત્રીના શબને દાન આપી વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર અપાય છે. નવપ્રસૂતા અને રનસ્વલાના શબને સ્નાન કરાવી, પ્રાજાપત્ય આહુતિ આપી શરીરને વસ્ત્રથી ઢાંકી એનો અગ્નિસંસ્કાર કરાય છે. પરિવ્રાજક, સંન્યાસી અને વાનપ્રસ્થના શબને ખાડામાં સુવાડી મંત્રોચ્ચાર સાથે ભિક્ષાપાત્ર એના પેટ પર રાખવામાં આવે છે. કમંડળમાં […]
વાસ્તુ પરિચય વાસ્તુશાસ્ર્ત્ર આપણા જીવનને સ્પર્શતો એક મહાનતમ વિષય છે. વાસ્તુ શબ્દ આપણી લાગણીઓથી લઈ બ્રહ્માંડમાં પ્રસરતા ચુંબકીય તરંગો સુધી સંકળાયેલા છે. દરેક સંસ્કૃતિને તપાસતા જણાઈ આવે છે કે, જૂના કાળમાં પણ દરેક પ્રકારના બાંધકામ વખતે ચોક્કસ નિતિ નિયમોનું પાલન થયું હતું. આ નીતિ-નિયમો જમીનની પસંદગીથી લઈને આજુબાજુના વાતાવરણથી લઈને આંતરીક ગોઠવણ સુધીની તમામ બાબતોમાં લાગુ પડે છે. દરેક વ્યક્તિ વાસ્તુને વધુમાં વધુ મહત્વ એટલા માટે આપે છે કે, તમે જેને તમારી કહી શકો તેવી જગ્યા તમારી ખુશી, તમારી સમૃદ્ધિ તથા તમારા પરિવારથી જોડાયેલી છે. હાલના સમયમાં ફેંગશૂઈનું ચલણ પણ […]
આપણાં આભૂષણો અને વિજ્ઞાન આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવ્યા હતાં. આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે પરંતુ સ્વાસ્થય પણ અર્પે છે. માથાનો ટીકો:-આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે. અલંકારોમાં મુખ્યત્વે સોના,ચાંદી, હીરા, મોતી છે. સોનાની પ્રકૃતિ ગરમ છે, ચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે. આમ માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.
આજના ઝડપના યુગમાં તમામ વાહનોની સ્પીડ ખૂબ વધી ગઇ છે. લોકો આજે જેટ પ્લેનની ઝડપથી બાઇક, સ્કૂટર, કાર ચલાવતા થઇ ગયા છે. જયારે અકસ્માત થાય છે ત્યારે વાહનનો તો ભૂકો થઇ જ જાય છે સાથે સાથે તેમાં બેઠેલા પણ માૃત્યુ પામે છે. અથવા ગંભીર રીતે ઘવાય છે. કોઇ વખત સામાન્ય ઇજા પણ થાય છે. માત્ર વાહન ચલાવવાથી જ આવું થાય છે તેમ નથી. આપણે કયાંકથી આવતા હોઇએ અને સામેથી કોઇ ગફલતભરી રીતે આવે તો પણ આપણને અકસ્માતે ઇજા થઇ શકે છે. કોઇ વખત ચપ્પુ વાગી જાય કે કયાંકથી લપસતાં કે […]
If it’s culture you’re looking for, London has got you covered. If it\’s museums you want, the only question is where to start. The most popular museum would have to be the British Museum, filled with over four million exhibits including the Elgin Marbles and the Rosetta Stone, whilst Norman Foster\’s futuristic curved glass roof over the courtyard is well worth a look. On the art front there\’s plenty of choice, with the National Gallery and the National Portrait Gallery; the Tate Modern, with a collection of and exhibitions of […]