જે લોકો પોતાના આહારમાં ફળ અને શાકભાજીઓનો ઉપયોગ કરે છે તેમને કેન્સર અને હ્રદયરોગ જેવી ગંભીર બિમારીઓ થવાની શક્યતાઓ ઘટી જાય છે. તેવું ઘણાં બધા વૈજ્ઞાનિક સંશોધનો પરથી સાબિત થયું છે. અને તેથી જ ડૉકટરો પાંચ ફળ અને શાકભાજીઓ નિયમિત ખાવાની સલાહ આપે છે. ફળો અને શાકભાજીને તમે ગમે તે સ્વરૂપે લઈ શકો છો. તાજાં, ડબ્બામાં, થીજાવેલાં, રાંધેલા, રસ કાઢેલાં અથવા સૂકાયેલા સ્વરૂપમાં નિત્ય આહારમાં ફળ અને શાકભાજીનું સેવન કરી શકાય છે. શું તમે પૂરતા પ્રમાણમાં ફોલિક એસિડ લઇ રહ્યા છો ? ફોલિક એસિડ એ ‘B’ વિટામીન છે. ગર્ભવતી મહિલાઓ, […]
*અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. *આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે. *અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે. *આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે. *આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતના પેટનો દુઃખાવો મટે છે. *શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે. *જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં […]
કેટલીકવાર નાની નાના બાબતો તરફ આપણે ધ્યાન આપતા નથી. તમારા બેડરૂમમાં જરા આસપાસ નજર કરો. તમાર સૂવાના પલંગ પર કંઈ કેટલાય કપડાં પડયા હોય, તો પલંગ સાફ કરો. રૂમમાં હવાની આવનજાવન ઓછી હોય,શ્વાસ લેવામાં તકલીફ થાય તો બારીઓ ખોલો આજુબાજુ કયાંયથી દુર્ગધ આવતી હોય, કુટુંબમાં મોટે મોટેથી વાતો થતી હોય,તો આ બધાનો ઈલાજ કરો. રાત્રે વધારે ખવાઈ ગયું હોય તોપણ આંખો મિંચાતી નથી, સૂતાં પહેલા વધારે ચા અથવા કોફી પીધી હોય, આવી બધી નાની બાબતો ઉંઘ સાથે સીંધો સંબંધ ધરાવે છે. સામાન્ય સ્થિતિમાં જયારે શરીર થાકી જાય છે. ત્યારે તેની […]
દૂધની મલાઈ સાથે મીંઢણ ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે. જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે. નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે. લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક નાળિયેરના પાણીથી મોં ધોવાથી ખીલ મટે છે.છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં ઉપરની કાળાશ દૂર થાય છે.રાત્રે સૂતી વખતે ગરમ પાણીથી મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું. સવારમાં સાબુથી મોં ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે.કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ […]
વાળ ખરતા હોય તો દિવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહિ. માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ, વાટીને પાઉડર બનાવી રોજ સવાર-સાંજ ફાંકવાથી સફેદ વાળ કાળા થાય છે.ખાંડ અને લીંબુનો રસ બન્ને ભેગા કરી માથું ધોવાથી જૂનો ખોડો મટે છે.ચણાને છાશમાં પલાળીને, ચણા એકદમ પોચા થાય ત્યારે, માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.તલના ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ […]
•નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે. •નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે. •લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબુદ થાય છે. •નસકોરી ફૂટે તો શેરડીના રસના ટીપાં, કાંદાના રસનાં ટીપાં, ગાયના ઘીનાં ટીપાં દૂધનાં ટીપાં, ખાંડના પાણીનાં ટીપાં, દ્રાક્ષના પાણીનાં ટીપાં, ઠંડા પાણીનાં ટીપાં, ગમે તે એક વસ્તુના ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે. •નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું […]
વિજ્ઞાન અંગેની જાણકારી આપણને વિવિધ શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત થાય છે. જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. ઘણા વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન કહે છે. તો કેટલાક વિજ્ઞાનના અભ્યાસને સત્યની શોધ કહે છે. પરંતુ વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની એક પ્રક્રિયા છે. જેમાં વિચાર કરવામાં આવે, કલ્પનાઓ કરવામાં આવે પછી તે અંગે પ્રયોગો કરવાની જરૂર હોય તો પ્રયોગો કરવામાં આવે, અવલોકનોને આધારે જરૂર જણાય તો ગણતરીઓ કરવામાં આવે ત્યારબાદ તેના તારણો મેળવી તેની રજુઆત કરવામાં આવે એ રજૂઆતને આધારે બીજાઓ પણ તેને ચકાશે તે માટે વિવિધ રીતે […]
કરોળિયા માટે સામાન્ય લોકો એવું માનતા હોય છે કે રેશમના તારનું જાળું ગૂંથ્યા પછી તેમાં શિકારના આગમનને ટાંપી રહેતા એ બગભગત જરાય હલેચલે નહિ. માન્યતા ખોટી નથી, છતાં અનેક જાતના કરોળિયા અમુક સીઝનમાં હજારો કિલોમીટર લાંબો પ્રવાસ ખેડે છે. પંખીડાંની જેમ તેઓ સ્થળાંતર કરી જાણે છે. પ્રવાસ શરૂ કરવા માટે પહેલાં સરેરાશ કરોળિયો ઊંચા ખડક પર, ઝાડની ટોચ પર કે થાંભલા પર ચડી રેશમનો તાર કાઢે છે. ક્યારેક તે સૌ પ્રથમ લંગર જેવું ટોચકું ગૂંથે છે અને પછી તેના સાથે જોડાયેલો બારીક તાર બનાવવા માંડે છે. પવનમાં એ ટોચકું ખરેખર […]
નિષ્ણાતોના મતે જીવડાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રકાશ તરફ આકર્ષાય છે. ઉત્ક્રાંતિ દરમ્યાન કુદરતે જીવડાંમાં પ્રકાશ માટેનું આકર્ષ પેદા કર્યું છે, કારણ કે તેના આધારે તેઓ ખોરાકને તેમજ માદાને શોધે છે. દાખલા તરીકે કપાસનાં અમુક ફૂદાં ચંદ્રના પ્રકાશ વડે દોરવાતાં આગળ વધીને એ પાકનાં ખેતરો સુધી પહોંચે છે. આ ફૂદાં ટચૂકડી એન્ટેના વડે સજ્જ હોય છે. એન્ટેનાની ટોચનો પડછાયો આંખના ચોક્કસ બિન્દુ પર સતત પડ્યા કરવો જોઈએ—અને જો ન પડે તો ફૂદાં તેને પાછો બિન્દુ પર લાવવા માટે પોતાનો માર્ગ તેમજ દિશા બદલે છે. પરિણામે તેઓ અંધારી રાત્રેય સહેજ પણ […]
પતંગિયાની અને ફૂદાની પાંખો લગભગ પારદર્શક એવા પદાર્થ વડે બનેલી હોય છે. પાંખોની સપાટી પર કુદરતે અવનવા રંગોના લાખો સૂક્ષ્મ ભીંગડા ગોઠવ્યાં છે. ભીંગડાંનો એક છેડો પાંખમાં ખોસાયેલો રહે છે, માટે નજીવું ઘર્ષણ થાય તો પણ તેને નીકળી આવતા વાર લાગતી નથી. તાત્પર્ય એ કે પતંગિયાનો રંગ એ તેના શરીરનો મૂળ રંગ નથી. કલરનો જુદો પોપડો છે. આ બધો કલર જો ઘસીને સાફ કરી નાખો તો ઘડીકવાર પહેલાંની રંગબેરંગી પાંખ એકદમ પારદર્શક બને. પંખમાં કેટલીક સૂક્ષ્મ નસો પણ જોવા મળે કે જે ખરેખર નસ પણ નથી. લોહી જેવું કશું પ્રવાહી […]