૧૮૭પ જન્મ : તા. ૩૧ ઓકટો. નાં રોજ ખેડા જીલ્લાનાં નડિયાદ ગામે. વતન : કરમસદ. પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇનાં ચોથા પુત્ર. અભ્યાસ : પ્રાથમિક તેમજ અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ કરમસદમાં. અંગ્રેજી ચોથા ધોરણ સુધી પેટલાદમાં. ૧૮૯૩ લગ્ન : કરમસદ પાસે ગાના ગામે ૧૮માં વર્ષે ઝવેરબા સાથે લગ્ન. ૧૮૯૭ નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે મેટ્રીકની પરીક્ષા પાસ. ૧૯૦૦ વકીલીની પરીક્ષા : નડિયાદની વકીલની પરીક્ષામાં ઊતીર્ણ થયા અને પંચમહાલનાં ગોધરામાં વકીલાતનો શુભારંભ. ૧૯૦ર ગોધરા છોડી બોરસદમાં ફોજદારી વકીલ, જવલંત સફળતા અને ખ્યાપતિ પ્રાપ્તો કરી. ૧૯૦૪/પ સંતાન પ્રાપ્તિ : […]
પ્રોટીન – વિટામીન વિષે જાણો છો ? પ્રોટીન એટલે શું ? પ્રોટીન એટલે શરીરને ટકાવી રાખનાર તત્વ. સાકર, ચરબી, ખનિજ મીઠું, વીટામિમનો અને પાણીમાંથી આપણે પ્રાટીન મેળવીએ છીએ. ખોરાકમાં જે તત્વ શરીરને બળકારી હોય તે માનવશરીર માટે ઉપયોગી બને છે. શરીરને પોષણ આપવા સાથે સાથે તેને ગંદકી કચરાથી મુક્ત કરતો હોય તેને જ રક્ષાકારી તત્વોવાળો ખોરાક કહી શકાય. દૂધ અને તેમાંથી બનતી તમામ વાનગીઓમાં પ્રોટીન ઘણું હોય છે. દૂધ આંતરડાંમાં થતાં જંતુઓનો નાશ કરે છે. દહીં ખાનારો લાંબુ જીવે છે કેમકે દહીં જંતુનાશક છે. દહીં આંતરડાંને મજબૂતી આપનારું કાયાકલ્પ છે. […]
જાણો ‘કફ પ્રકૃતિ’ વાળી વ્યક્તિઓ કેવી હોય ? આયુર્વેદમાં વાયુ, પિત્ત અને કફ આ ત્રણે પ્રકૃતિવાળી વ્યક્તિઓમાં કફ પ્રકૃતિવાળી વ્યક્તિઓને ઉત્તમ કહેવાય છે, કારણ કે ‘કફ પ્રકૃતિ’ વાળા મનુષ્યો બળવાન, ધનવાન, વિદ્યાવાન, ઓજસ્વી, શાંત, ઉદાર, માયાળુ અને દીર્ઘ આયુષ્યવાળા હોય છે. કફ પ્રકૃતિવાળા મનુષ્યોના શરીરની સંધિઓ એટલે સાંધાઓ, અસ્થિઓ, માંસ અને સ્નાયુઓ દ્દઢ, સ્નિગ્ધ, પુષ્ટ અને શ્લિષ્ટ હોય છે. તેઓનો વર્ણ થોડો શ્યામ પિત્તાભ હોય છે? તથા ત્વચા મૃદુ, ચળકતી અને સ્નિગ્ધ હોય છે. કેશ ઘન અને કાળા તથા રોમ કોમળ, પિત્તાભ અને દીર્ઘ હોય છે. બાહુઓ પુષ્ટ અને દીર્ઘ […]
આ વૃક્ષ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. બંદૂકનો દારૂ […]
સંતરા વિટામીન એ, બી, સી અને કેલ્શિયમથી સમૃધ્ધ ફળ છે. આની અંદર સોડિયમ, પોટેશિયમ, મૈગ્નેશિયમ, કોપર, સલ્ફર અને લોરીન જેવા તત્વો મળી રહે છે. લીંબુના વંશના ફળ સંતરા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ માનવામાં આવે છે. સંતરાના ઉપર રેસા હોય છે જે છાલ દ્વારા ઢાંકેલા રહે છે તેની અંદર સૌથી વધારે કેલ્શિયમ હોય છે. તેથી સંતરાનું તેના રેસાની સાથે જ સેવન કરવું વધારે ઉપયોગી રહે છે. સંતરાની અંદર પાણીની માત્રા ૮૭ ટકા, શર્કરા ૧૧ ટકા, તેમજ વસા અને પ્રોટીન પણ હોય છે. આનાથી વધારે સંતરામાં સોડિયમ, લૌહ, તામ્બુ, ફોસ્ફરસ, મૈગ્નેશીયમ, પોટેશિયમ, સલ્ફર તેમજ […]
આકાશમાં દુર દુર લખો તારઓ દેખાય પણ ચોતરેફ તો અંધકાર જ છવાયેલો દેખાય હોય છે.કરોડો તારા ઓનો પ્રકાશ કયાં જતો હશે? તમે જાણો છો કે પ્રકાશના કિરણો પોતે અદ્રશ્ય હોય છે અને શુન્ય અવકાશમાં દેખાતા નથીસુર્યના કિરણો પૃથ્વીની આસપાસના વાતાવરણમાં પ્રવેશે પછી જ આપણને પ્રકાશ તરીકે જોવા મળૅ છે.હકીકતમાં સુર્યના કોઈ કિરણો કોઈ વસ્તુ પર પડીને પરાવર્તન પામે ત્યારે જ તેની હાજરી દેખાય છે.બ્રહ્માડમાં ચોતરેફ શુન્યાવકાશ છે.ત્યાં કશુ જ નથી,એટલે પ્રકાશના કિરણો પરાવર્તન પામતા નથી અને પ્રકાશ થતો નથી એટલે બ્રહ્માડ કાળું ડિબાંગ હોય છે.
શરીરમાં જરૂરી પાણીની માત્રાને સંભાળી રાખવામાં કાકડી ખુબ જ સહાયક છે. ગરમીમાં આનું સેવન ખુબ જ લાભદાયક છે. (૧) મુત્રમાર્ગની પથરી, પેશાબમાં શર્કરા અને કષ્ટ સાથે ટીપે ટીપે પેશાબ થતો હોય તો કાકડીના બીનું ૩-૪ ગ્રામ ચુર્ણ ૧ કપ દ્રાક્ષના રસ સાથે લેવાથી મટે છે. (૨) કાકડી મુત્રલ છે. પેશાબ બંધ થઈ ગયો હોય તો એક ચમચી કાકડીનાં બી બારીક લસોટી એક ગ્લાસ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી પીવાથી અથવા કાકડીના બીનું પાંચ ગ્રામ ચુર્ણ, પાંચ ગ્રામ જીરુ અને પાંચ ગ્રામ સાકર પાણીમાં ખુબ હલાવી કપડાથી ગાળી સવાર, બપોર, સાંજ પીવાથી […]
જાણો બ્રહ્માંડ વિશે ઉત્પતિ : વર્તમાન પૂર્વે આશરે ૧૪ અબજ વર્ષ આયુષ્ય : આશરે ૯ અબજ વર્ષ વિસ્તાર : ૪૧,૨૫૩ ચો.અંશ.આશરે ૧૫ અબજ પ્રકાશવર્ષ ની ત્રિજીયાસુધી તેની સીમાનો વ્યાપ
માનવીને જયારથી સમજ આવી છે ત્યારથી તેણે તેની આજુ બાજુની જીવસૃષ્ટિ અને તારા મઢયા આકાશનું નિરીક્ષણ ચાલુ કર્યુ છે. પહેલાં તો ડરને લીધે માનવી ગુફામાં રહેતો. પરંતુ થોડા વખતમાં તે રાતના સમયે પણ ખુલ્લામાં આવવા લાગ્યો અને આકાશમાં ચમકતા ટપકાઓની અને તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવા લાગ્યો. આજ ઘટનાથી ખગોળ વિજ્ઞાનનો ઉદય થયો. ભટકતા જીવનમાંથી જ્યારે માનવી નદી કિનારે સ્થિર થયો, કૃ્ષિ જ્ઞાનની જાણકારી મળતા તેની અવલોકન શકિતમાં વધારો થયો, કોઇ વસ્તુઓને બારીકાઇથી જોવા લાગ્યો, આકાશ તરફ દષ્ટિ થતા તેમને ચંદ્ર, તારાઓ, દિવસ દરમિયાન સૂર્ય દેખાયા, સમય જતા તેમને આના માટે […]
બાળકને ઊલ્ટી થતી હોય તો ફૂદીનો ઉકાળીને પાવો જોઈએ.બાળકના વસ્ત્ર ઘણાં સ્વચ્છ રાખવાં જોઈએ.બાળકને શૂરવીર બનાવવો હોય તો તેને જન્મથી દસ વર્ષ સુધી બિલકુલ મારવું કે બીવરાવવું ન જોઈએ.બાળક સત્વગુણી થાય તે માટે તેની માતાએ પાંચ વરસ સુધી સત્વગુણી પદાર્થો ખાવા જોઈએ.બાળકના નખ વધવા દેવા ન જોઈએ.બાળકને વાયુ વર્તાય તો વાવડીંગ અને કમી વર્તાય તો કાંચકાના ગોળા અને ઈંન્દ્રજવ અપાય. પવન કહે તો સંચળ અને હરડે અપાય. ઝાડા થાય તો આંબાની ગોટલી, જાંબુનો ઠળિયો અને ઈંન્દ્રજવ અને મરડો જણાય તો હીમેજ, સાકર અને કડાછાલનો ઘસારો પાવો.બાળકને એક જ રીતે ઘણી […]