હિમોગ્લોબિન ની ખામી દુર કરવાના ઉપાયો ૧ શરીરને પાતળું અને છતાં તંદુરસ્ત રાખવું એ આજની અનિવાર્યતા છે. જાડા થવું નથી, પણ સાથે તંદુરસ્તી જાળવવી છે, તો શું કરવું? ૨ ઘણીવાર ડાયેટિંગ અને પરેજીના અતિરેકમાં લોહીની ઉણપ વધવા લાગે છે. લોહીમાંનું હિમોગ્લોબિન ઘટવા લાગે છે. શરીર એનિમિક બનતું જાય છે. એટલે ડાયિંગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ કે હિમોગ્લોબિન માપસર રહે. ૩ આવી કેટલીક વસ્તુઓમાં બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ સમાવેશ થાય છે. ૪ બીટરૂટનો જ્યુસ પીવો, જેનાથી આયર્ન મળે છે. બીટને સલાડની જેમ પણ ખાઇ શકાય. ૫ […]
આ ૭ ઘરેલુ ઉપચાર દૈનિક જીવનમાં ખુબજ જરૂરી છે ૧ તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસિડિટી મટે છે. ૨ જીરાનું ચૂર્ણ ખાવાથી આંખોની ગરમી દૂર થાય છે. ૩ શિયાળામાં કૌંચાપાક બળવર્ધક છે. ૪ અઠવાડિયામાં એક વખત ૧૫ થી ૨૦ મિનિટ ધ્યાનમાં બેસો. પોતાના મનનાં વિચારોને પારખો. આપણી અડધી ઉપાધિ માનસિક હોય છે. તેનો રામબાણ ઈલાજ ધ્યાન છે. ૫ દ્રાક્ષના સેવનથી પેટની ગરમી દૂર થાય છે તેમજ પેટ સાફ થાય છે અને આંખોનું તેજ વધે છે. ૬ નહાવાનાં પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નહાવાથી શરીરમાં ઠંડક લાગશે. ૭ મન […]
પાઘડી ના પ્રકાર ને પાઘડી ની પરખ ! મોરબીની ઇંઢોણી ને ગોંડલની ચાંચ, જામનગરનો ઊભો પૂળો, પાઘડીએ રંગ પાંચ. બારાડીની પાટલિયાળી, બરડે ખૂંપાવાળી ઝાલાવાડની આંટિયાળી, કાળી ટીલીવાળી. ઓખાની પણ આંટિયાળી, ભારે રુઆબ ભરેલી, ઘેરીને ગંભીર ઘેડની, જાતાં આંખ ઠરેલી, સોરઠની તો સીધી સાદી, ગિરનું કુંડાળું, ગોહિલવાડની લંબગોળ, ને વળાંકી વધરાળું. ડાબા કે જમણા પડખાંમાં, એક જ સરખી આંટી, કળા ભરેલી કાઠિયાવાડની, પાઘડી શીર પલાંટી. ભરવાડોનું ભોજપરું, ને રાતે છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજિયે, જાડા ઘા ઝીલનારી. બત્તી જૂનાગઢ બાબીઓની, સિપાઇને સાફો, ફકીરોનો લીલો ફટકો, મુંજાવરને માફો. વરણ કાંટિયો વેપારી […]
પાણી.સતત કેલેરી બાળે છે.દરરોજ સતત એક બે ઘૂંટડા પાણી પીતા રહો.વજન ઉતારવા માટે ડાયટિંગ, કસરત જેવા જાતજાતના કીમિયા અજમાવીને થાકી ગયા હોય તેવા લોકો માટે એક ખૂબ સરળ ઉપાય વજન વિશે જણાવો છે.નિષ્ણાતો કહે છે કે….. – રોજ ભોજન અગાઉ એક ગ્લાસ પાણી પીવાની ટેવ રાખવાથી ભોજન ઓછું થાય છે.જો ભોજન અગાઉ બે ગ્લાસ પાણી પીશો તો વજન ઝડપથી ઘટશે. – પાણીથી જઠર ભરાઇ જાય છે.તેથી ખોરાક આપોઆપ ઓછો લેવાય છે.તેથી વજન ઘટે છે. – શરીરના દરેક કામમાં પાણી વપરાય છે.તેમ કેલરી બાળવામાં પણ પાણી વપરાય છે. – વધુ પાણીથી […]
ભારતીય સંગીતના પ્રગઢ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનો જન્મ તા.૧૦-૮-૧૮૬૦ના રોજ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં સંગીતના સંસ્કારો પડ્યા હતા. વકીલાતમાં મન ન પરોવાતા સંગીત સાધનામાં રત રહેવાનો નિર્ણય કર્યો. સંગીતવિષયક ગ્રંથો તેમણે વાંચ્યા. સમગ્ર ભારતમાં પ્રવાસ કરી કેટલાય વિદ્વાનો સાથે તેમણે ચર્ચા કરી. ઉત્તર તથા દક્ષિણ ભારતની સંગીત પદ્ધતિઓનો સુમેળ કરવાનું શ્રેય શ્રી ભાતખંડેને ફાળે જાય છે, તેમણે લક્ષસંગીત, હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ, ક્રમિક માલિકા જેવા ગ્રંથોનું લેખન કર્યું. ભાતખંડેજીનું લેખનકાર્ય જોતા આજેય અભ્યાસુઓ દંગ રહી જાય છે. જુદા જુદા ગવૈયાને મુંબઈ લાવીને તેમની પાસેથી તેમણે ચીજો એકઠી કરી હતી. ઈ.સ.૧૯૩૬માં […]
આપણી સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. – ઉપવાસ કરવાને કારણે ગંભીર બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, અસ્થમા, હાઈ બીપી વગેરેમાંથી મુકિત મેળવી શકાય છે. – ઉપવાસને કારણે શારીરિક પ્રણાલી પણ યોગ્ય રીતે કાર્યરત રહે છે. – વિવિધ ઋતુઓમાં વિવિધ જીવાણુઓનું સંક્રામણ જોવા મળતું હોય છે. જેને કારણે વ્યકિત નાની-મોટીબીમારીઓનો શિકાર બને છે. આવા સમયે ઉપવાસ કરવાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે આપણા શરીરની મોટા ભાગની બીમારીઓ માટે આપણું મગજ અથવા તો પાચનતંત્ર જવાબદાર હોય છે. ખાણી-પીણીની અયોગ્ય આદતોને કારણે શારીરિક પ્રણાલી ખોરવાઈ જાય છે. […]
ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છના ઉત્તર-પૂર્વીય ભાગમાં વિશ્વનું સૌથી અનોખું રણ આવેલું છે. પહેલાં તો સૌને એવો સવાલ થાય કે કચ્છમાં જોવા જેવું છે શું ? પણ અહીં દરિયો છે, ડુંગરા છે,ને વન્યસૃષ્ટિ ને વિશાળ રણ પણ છે. વળી, સાંસ્કૃતિક વારસાને કારણે પણ કચ્છ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કચ્છના વિશાળ રણની પશ્ચિમે અરબી સમુદ્ર અને પૂર્વમાં સરસ્વતી, રૂપણ અને બનાસ નદી વહે છે. આ ત્રણેય નદીઓ દરિયામાં નહીં પણ રણમાં સમાઈ જાય છે. એટલે જ એક તરફ મીઠું પાણી તો બીજી તરફ ખારું પાણી. આ કારણે આપોઆપ અહીં મીઠું બને છે. […]
ભારતનું રાષ્ટ્રીય પ્રતિક ‘ અશોક ચિન્હ’ છે એ તમામ લોકો જાણે છે અને આ ચિન્હ સન ૧૯૦૪માં બનારસ પાસેના સારનાથથી મળી આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં તેના અર્થ વિષે ઘણી ઈતિહાસકારોએ તરેહ તરેહની કલ્પનાઓ કરી છે પરંતુ તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં આવેલા એલ.ડી. મ્યુઝીયમે આ અંગે નવો જ પ્રકાશ પાડયો છે. તેમના મત મુજબ અશોક ચિન્હ એ માત્ર સિંહની મુખાકૃતિ વાળું બૌદ્ધ ધર્મનું પ્રતિક નથી. ઈ.સ પૂર્વ પહેલી શતાબ્દીમાં રચાયેલા શ્વેતાંબપ જૈન આગમગ્રંથ ” દેવેન્દ્રસ્તવ” ગ્રંથમાં આ ચિન્હો સવિસ્તૃત અર્થ સમજાવ્યો છે. જે મુજબ આ ચિન્હ સૂર્યના રથનું પ્રતિક છે. બનારસ […]
* જીવરામ ભટ્ટ – દલપતરામ ( મિથ્યા ભિમાન નાટક) * ભોળા ભટ્ટ નવલરામ ( ભટ્ટનું ભોપાળું નાટક) * સરસ્વતીચંદ્ર, ચંદ્રકાન્ત, કુમુદ, કુસુમ – ગોવર્ધનરામ ત્રિપાઠી (સરસ્વતીચંદ્ર નવલકથા) * ભદ્રભદ્ર – રમણભાઇ નિલકંઠ (ભદ્રભદ્ર) * રાઇ – રમણભાઇ નીલકંઠ (રાઇનો પર્વત) * જયા, જયંત, ઇન્દુકુમાર – ન્હાનાલાલ (જયા જયંત, ઇન્દકુમાર) * મુંજાલ મહેતા,કીર્તિદેવ, મંજરી, મીનળ, મૃણાલવતી ઃ – કનૈયાલાલ માણેકલાલ મુનશી (પાટણની પ્રભુતા, પૃથિવીવલ્લભ) * અશ્વિન – રમણલાલ વ. દેસાઇ (ગ્રામલક્ષ્મી) * અલી ડોસો -ધુમકેતુ (પોસ્ટ ઓફિસ નવલિકા) * ચૌલાદેવી -ધૂમકેતુ ( ચૌલાદેવી નવલકથા) * ખેમી – રા.વિ. પાઠક (મુકુન્દરાય નવલિકા) […]
સાબરમતી નદીએ કાંઈ કેટલાય રંગ જોઈ નાખ્યા. અમદાવાદ ઉપર સુલતાન, મોગલો, મરાઠા, અંગ્રેજો વગેરેનું રાજય આવ્યું અને ચાલ્યું પણ ગયું. જયારે અમદાવાદ ઉપર મરાઠાનું શાસન ચાલતું હતું ત્યારે શહેરમાં વારંવાર તોફાનો થતાં ઈ.સ.૧૭૫૫થી ૧૮૧૭ દરમિયાન મરાઠા પેશ્વાના સૂબા અને ગાયકવાડ એમ બે ભાગમાં વહેંચાયેલી મરાઠી સત્તામાં અમદાવાદના લોકોને મોટેભાગે વેઠવાનું જ આવ્યું. જાતજાતના શોખ પૂરા પાડવા મરાઠાઓ પ્રજાને કરવેરા નાખી નાખીને લૂંટતા. શહેરની કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેની વારસાઈ સંપત્તિ તેના પુત્ર પૌત્રોને મેળવવામાં પુષ્કળ તકલીફ પડતી. તે માટે ત્યારે કર ચૂકવવો પડતો. જેને વારસામાં માત્ર પુત્રીઓ જ હોય […]