પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે, નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે … પી લેવો હોય આપ રે મૂવા વિના અંત નહીં આવે ને ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે, ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું આપવાપણું તરત જડી જાવે રે …. પી લેવો હોય વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ મન મેલીને […]
મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ… મરને ભાંગી રે પડે ભરમાંડ રે, વિપતી પડે તોયે વણસે નહિ ને રે, શો ઈ હરિજનનાં પરમાણ રે.. મેરુ રે.. ચીતની વૃતિ રે જેની સદા રહે નિરમળી રે કરે નઈ કોઈની રે આશ.. દાન દેવે પણ રેવે અજાચીને રાખે વચનમાં વિશ્વાસ… હરખ રે શોકની ના’વે જેને હેડકી ને આઠે રે પહોર રે રહે આનંદ નિત્ય તો રેવે સતસંગમાં રે તોડે રે માયા કેરા ફંદ તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યા રે અરે એનુ નામ નિજારી નર ને નાર એકાંતે બેસીને અલખ […]
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન રે, સતગુરુ ચરણમાં શીશ રે નમાવી કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો વર્ણ વિકાર રે, જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં એવી રીતે રહેવું નિરમાણ રે … ભક્તિ રે કરવી એણે પારકાનાં અવગુણ કોઈના જુએ નહીં, એને કહીએ હરિ કેરા દાસ રે, આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે … ભક્તિ રે કરવી એણે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ […]
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન રે ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે જેને મહારાજ થયાં મહેરબાન રે …. શીલવંત સાધુને શત્રુ ને મિત્ર જેને એકેય નહીં ઉરમાં ને પરમારથમાં જેને ઝાઝી પ્રીત રે, મન કર્મ વાણીએ એ તો વચનમાં ચાલે એવી રૂડી પાળે જોને રીત રે …. શીલવંત સાધુને આઠે પહોર એ તો મસ્ત થઈને રહે ને એનાં જાગી ગયો તુરિયનો તાર રે, નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું ને સદાય ભજનનો જેને આરત રે … શીલવંત સાધુને સંગત તમે જ્યારે એવાની કરશો […]
છૂટાં છૂટાં તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા મુખથી નવ સહેવાય રે આપોને વસ્તુ અમને લાભ જ લેવા પરિપૂર્ણ કરોને કાય રે … છૂટાં છૂટાં તીર બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે, બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં ને દેહની દશા મટી જાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ […]
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે …. સરળ ચિત્ત રાખી રજ કર્મથી સદા દૂર રહેવું ને કાયમ કરવો અભ્યાસ રે પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં ને શીખવો વચનનો વિશ્વાસ રે …. સરળ ચિત્ત રાખી ડાબી રે ઇંગલા ને જમણી રે પિંગલા ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે, સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું ને કાયમ રહેવું રસમાણ રે …. સરળ ચિત્ત રાખી નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે એમ નક્કી જાણવું નિરધાર રે, ગંગા સતી એમ રે બોલિયા […]
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદ કેરા ઓઘ રે, સિદ્ધ અનુભવો જેના ઉરમાં પ્રગટે ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … સાનમાં રે ચૌદ લોકથી વતન છે ન્યારું પાનબાઈ એની તો કરી લો ઓળખાણ રે, વ્યથા રતે બોધ વચનનો સુણો પાનબાઈ મટી જાય મનની તાણવાણ રે … સાનમાં રે વચન થકી ચૌદ લોક રચાણાં ને, વચન થકી ચંદા ને સૂરજ રે, વચન થકી રે માયા ને મેલવી રે વચન થકી વરસે સાચા નૂર રે …. સાનમાં રે વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ ભણવું પડે બીજું […]
નવધા રે ભક્તિમાં પાનબાઈ, નિર્મળ રેવુ રે… રાખવો વચન નો વિશ્વાસ સતગુરુને પુછીને પગલા રે ભરવા રે… થઈને રે રહેવુ રે એના દાસ નવધા રે ભક્તિમાં પાનબાઈ, નિર્મળ રેવુ રે… રાખવો વચન નો વિશ્વાસ એ જી રંગ ને રે રુપમાં રમવુ નહી રે, કરવો ભજન નો અભ્યાસ એ જી રંગ ને રે રુપમાં પાનબાઈ રમવુ નહી રે, કરવો ભજન નો અભ્યાસ સતગુરુ સંગે, નિર્મળ રેવુ ને, ત્યજી દેવી ફળ કેરી આસ નવધા રે ભક્તિમાં પાનબાઈ, નિર્મળ રેવુ રે… રાખવો વચન નો વિશ્વાસ દાતા ને ભોક્તા એ હરિ એમ કેવુ ને, […]
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે; પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે; ઊડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ; પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા; મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું; મન મારું રહ્યું ન્યારું રે; મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું; તેને તુચ્છ કરી ફરીએ રે; મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું; તેવા ઘેર શીદ જઈએ રે; મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. પરણું તો પ્રીતમ પ્યારો, રાંડવાનો ભય ટળ્યો રે; મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી; હવે હું તો બડભાગી રે; મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. […]