મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું; ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું? વિષ પીધે રાણા ના રે મરું. મારું મનડું વિંધાણું….. નીંદા કરે છે મારી નગરીના લોક રાણા; તારી શીખામણ હવે મારે મન ફોક રાણા; ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું? વિષ પીધે રાણા ના રે મરું. મારું મનડું વિંધાણું….. ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા; ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા; ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું? વિષ પીધે રાણા ના રે મરું. મારું મનડું વિંધાણું….. બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા; પ્રભુ ને ભજીને […]
લાભ જ લેવો હોય તો બેસો એકાંતમાં ને મૂકીને બતાવો અપાન રે, એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે ને લાગે રે ભજનમાં એક તાર રે …. લાભ જ લેવો હોય તો પ્રથમ મુખ્ય ધારણ રાખો ને દશાને રાખો ગંભીર રે, નિયમ બારુ નહીં બોલવું નહીં ને ધારણા રે રાખવી ધીર રે …. લાભ જ લેવો હોય તો આહાર તો સર્વે સદગુણી કરવો ને રૂડી રે પાળવી રીત રે ગુરૂજીના વચનને મૂકવું નહીં ને રાખવી પૂરણ રીત રે … લાભ જ લેવો હોય તો ખટમાસ એકાંતમાં આસન જીતવું બાઈ ત્યારે અડધો યોગ […]
વચન વિવેકી જે નરનારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય, યથાર્થ વચનની સાન જેણે જાણી રે એને કરવું પડે નહીં બીજું કાંઈ રે … વચન વિવેકી. વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે પાનબાઈ, ઈ તો ગત ગંગાજી કહેવાય, એક મના થઈને આરાધ કરે તો, નકળંક પ્રસન્ન થાય રે… વચન વિવેકી. વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ! વચને મંડાય પ્રભુનો પાઠ, વચન ન પૂરાય તે તો નહિ રે અધૂરો, વચનનો લા’વે જોને ઠાઠ રે … વચન વિવેકી. વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ! વચન છે ભક્તિનું અંગ, ગંગા સતી રે એમ બોલિયાં રે, કરવો […]
મન વૃત્તિ જેની સદાય નીર્મળ પડે નહીં ભવસાગર માંહ્ય રે, સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું લાગે નહીં માયા કેરી છાંય રે …. પિતૃ, ગ્રહ, દેવતા કોઈ નડે નહીં જેનું બંધાણું વચનમાં ચિત્ત રે આવરણ એને એકે નહીં આવે વિપરિત નથી જેનું મન રે …. મન વૃતિ જેની અંતર કેરી આપદા સર્વે મટી ગઈ જેને સદગુરુ થયા મહેરબાન રે મન કર્મ થકી જેણે વચન પાળ્યું મેલી દીધું અંતર કેરું ભાન …. મન વૃતિ જેની હાનિ અને લાભ એકે નહીં જેને ઉરમાં જેને માથે સદગુરુનો હાથ રે, ગંગા સતી જોને એમ જ […]
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું, ને વાળ્યું સતીએ પદ્માસન રે, મન વચનને સ્થિર કરી દીધું ને અંતર જેનું છે પ્રસન્ન રે…એટલી. ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને લાગી સમાધિ અખંડ રે, મહાદશ પ્રગટાવી તે ઘડી ને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રે…એટલી. બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈ ને અંતર રહ્યું નહિ લગાર રે, સુરતાએ સુનમાં જઈ વાસ કીધો, ને અરસપરસ થયા એકતાર રે..એટલી. નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ ને વૃત્તિ લાગી પીંડની પાર રે, ગંગા સતીનું શરીર પડી ગયું, ને મળી ગયો હરિમાં તાર રે…એટલી.
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં, દેખાડું હરિ કેરો દેશ રે, હરિનો દેશ તમને એવો દેખાડું, જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી … મનડાને. સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું સુક્ષ્મ કરવો વે’વાર રે, શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ, ને વૃત્તિ ન ડોલે લગાર જી … મનડાને. કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો રહેવું એકાંતે અસંગ રે, કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો, નિત્ય રે ચડાવવો નવો રંગ જી … મનડાને. ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું રેવું સદાય ઈન્દ્રિય-જીત રે, ગંગા સતી રે એમ બોલિયાં પાનબાઈ, વિપરીત થાશે નહીં ચિત્ત જી … મનને.
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં સંકલ્પ સમરું ચિત્તમાંહી રે, હાણ ને લાભની મટી ગઈ કલ્પના બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે … ગંગા સતી જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને રસ તો પીધો અગમ અપાર રે, એક નવધા ભક્તિને સાધતાં, મળી ગયો તુરિયામાં તાર રે …. ગંગા સતી ત્યાં તો એટલામાં અજુભા આવ્યા તેને કરાવ્યો સત્સંગ રે, ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે હવે […]
અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં ને રહેવું નહીં ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી તીરથ વ્રત પછી કરવા નહીં ને કરવા નહીં સતગુરુના કરમ રે, એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માંહ્યલાનો મરમ … અભ્યાસ જાગ્યા પછી હરિમય જ્યારે આ જગતને જાણ્યું ત્યારે પર પંથથી રહેવું દુર રે, મોહ તો સઘળો પછી છોડી દેવો ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ જાગ્યા પછી મંડપને મેલા પછી કરવા નહીં એ છે અધૂરિયાનાં કામ રે, ગંગા સતી એમ બોલિયા બાળવા હોય પરિપૂર્ણ […]
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે, નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે … પી લેવો હોય આપ રે મૂવા વિના અંત નહીં આવે ને ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે, ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું આપવાપણું તરત જડી જાવે રે …. પી લેવો હોય વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ મન મેલીને […]
મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ… મરને ભાંગી રે પડે ભરમાંડ રે, વિપતી પડે તોયે વણસે નહિ ને રે, શો ઈ હરિજનનાં પરમાણ રે.. મેરુ રે.. ચીતની વૃતિ રે જેની સદા રહે નિરમળી રે કરે નઈ કોઈની રે આશ.. દાન દેવે પણ રેવે અજાચીને રાખે વચનમાં વિશ્વાસ… હરખ રે શોકની ના’વે જેને હેડકી ને આઠે રે પહોર રે રહે આનંદ નિત્ય તો રેવે સતસંગમાં રે તોડે રે માયા કેરા ફંદ તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યા રે અરે એનુ નામ નિજારી નર ને નાર એકાંતે બેસીને અલખ […]