ઉગ્યો વિક્રમ ઉજ્જૈનમાં , હલકાંને વીર હાંકતો ચાલુ કરતો સંવતને , નવરત્નો નેણે રાખતો અરબ સુધી કે અજયમા , તેવુ શાસ્ત્રોમાં તણાય છે ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે આદર હતો યયાતિનો , ચંદ્રવંશમા શોભતો પ્રતાપી જે રાખે પહેલા , સિકંદરને થોભતો પુરૂવંશ દઈ પંથકમાં, યદુવંશમા ઘણાય છે ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે ધરમી માળવે ધારમા , ધરામા હતી ધાક ને ભોજને કવિ પુરો ભણીએ , પરમાર એની શાખ ને ચોર્યાસી ગ્રંથ રચતો શૂરો , ભૂમિ પરે એ ભણાય છે ભૂપતી ભારે ભારતનો , વિશ્વ […]
છૂટાં છૂટા તીર અમને મારો મા છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા મુખથી નવ સહેવાય રે આપોને વસ્તુ અમને લાભ જ લેવા પરિપૂર્ણ કરોને કાય રે … છૂટાં છૂટાં તીર બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે, બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં ને દેહની દશા મટી જાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે […]
નાચતા ભેળા જે નેહથી વસંતના એ વ્હાલ ક્યાં માન ને વળી મર્યાદની ચૂકતા નહી એ ચાલ ક્યાં ! ભોજાઇ દેરને ભીંજવતા હરખને હેતના હાલથી ત્રાંબાળુ ઢોલ શરણાઈ તણા તાળીયુને એ તાલ ક્યાં ! બાલુડા રંગતા એ બજારમા ગોરા હાથથી ગાલને નમણી ગામની નારીયુ ને શાણી હાલતી એ ચાલ ક્યાં ! દેતા નોતરા દેવ દેવીને ધરમ તણી ભરોસે ઢાલથી હાલ થયા આવા હરિવરા ફાગણે કેસુડા એ ફાલ ક્યાં ! ભૂપત કહે ઘણાને ભળવુ ગીત અબિલ ગુલાલથી એ વ્રજમા રંગ ઉડાડતો નંદનો લાડકો એ લાલ ક્યાં ! રચના : આહિર ભૂપત ભાઈ […]
પાદર ગયું, પનિહારી ગઈ, ગયાં પાણીનાં બેડાં, લાજ ગઈ, ભેળી લજ્જા ગઈ, ગયાં કઠણ કેડા. સાત ભવની છોડો સખી, ઇ ભવ નો રેય ભેળાં, ક્ષણ ભરનાં આવેશમાં એના થાય છુટા છેડા. વખત કાઢે, વહેવાર રાખે, સાચવે વિપદ વેળા. એ ઘર ગયું, ઘરનારી ગઈ, ગયાં ભજન ભેળા. ભાઈ ગયા, ભાઈબધું ગયા, ગયાં હેતના હેડા. નજરું ગઈ, નજાકત ગઈ, ગયાં એ નાદાન નેડા. વ્રત ગયું, વાર્તા ગઈ, આ કંકુએ છેતર્યા કેવા? ભાન ગઈ પછી શાન ગઈ, વહમી આવી વેળા. કરમ કાઢ્યા, ધરમ કાઢ્યા,ખરા ‘દેવ’ ખદેડયા. બાપ દાદાને બા’ર મૂકી, ત્રણ ચાર કૂતરા […]
નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા. ભાવ ભરપૂર તને ભેટી પડે ને લાગે તું રમવા. પર્વતના પડખામાં નવચંદરી ચરતી. અડલાની આડશમાં પાડરી રે ભમતી. ગારાળા આંગણ પછી લાગશે શું ગમવા! નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા. જનાવર જાજેરી ભોગવે જહાલી. મોરલા પણ જુવો રહ્યાં છે મહાલી. આ મોતી ચરંતા મોરલાના મોતી તું ગણવા. નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા. ગળા ગહન ને ફાડી નીકળે છે દોહરો. ડુંગરના ગાળાને ગોવાળ એક જોય’રયો. આવા પડઘાને હારબધ્ધ હલકારા ભણવા. નગર મેલીને આવ દોસ્ત નેહમાં તું ભમવા. ભગરી ભેસું ને ‘દેવ’ […]
આમ જુવો તો અહીંયા કોઈ કોઈને કોઈની પડી નથી, બીજાના માટે તો શું,પોતાના માટે પણ એક ઘડી નથી. મશગુલ છે સહુ પોત પોતાની મસ્તીમાં મદમસ્ત થઈ, કોણ હસે છે,કોણ રડે છે એવી ફિકર કોઈ નડી નથી. સતત જાગતું રહે છે,સતત ધબકતું રહે છે આ શહેર, નિરાંતની એક પળ પણ હજુ ક્યાંય કોઈને જડી નથી. ત્રસ્ત છે,થોડી મસ્ત છે જિંદગી થોડી અસ્તવ્યસ્ત છે, શોધે છે સમાધાન સમસ્યાઓનું જેની કોઈ કડી નથી. ભૂખ્યા,નગ્ન બાળકો ને સરેઆમ લૂંટાતી આબરૂ વચ્ચે, હ્રદય દ્રાવક દૃશ્યો જોઈને પણ આંખ કોઈની રડી નથી. સાવ ગંધાતા, સડેલા વિચારો […]
માણસને જ માણસ થવાનું અહી કહેવું પડે છે, નથી કોઈ રહેતું અહીં, જેમ અહીં રહેવું પડે છે. દરત કોઈને પણ, ક્યારેય નથી છોડતી યારો, દુઃખ આપવાનું કામ કરે છે, એને સહેવું પડે છે. પોતાની મનમાની કરનારાને અંતે ભોગવવું પડે, બાકી સમાજ જે પ્રવાહે વહે ત્યાં વહેવું પડે છે. ફરજ ચુકનારાને, કદી હકની અપેક્ષા ના કરવી, જિંદગી નાટક છે, મળતું પાત્ર નિભાવવું પડે છે. ‘અહી થુકવું નહી’ ત્યાં થુકનારને શું કહે “શ્યામ” સારું જ લણવા માટે સૌએ સારું વાવવું પડે છે. ” શ્યામ ગોયાણી “
અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે ચડનારા કોઈ નો મળ્યા અમે દાદરો બનીને ખીલા ખૂબ ખાધા રે તપસ્યાના ફળ નો મળ્યા માથડાં કપાવ્યા, અમે ઘંટીએ દળાણા ચૂલે ચડ્યા ને પછી પીરસાણાં રે જમનારા કોઈ નો મળ્યા નામ બદલાવ્યા અમે પથિકોને કાજે કેડો બનીને જુગ જુગ સૂતાં રે ચાલનારા કોઈ નો મળ્યા કુહાડે કપાણા અમે, આગ્યુંમાં ઓરાણા કાયા રે બાળીને ખાખ કીધી રે ચોળનારા કોઈ નો મળ્યા પગે બાંધ્યા ઘૂઘરાં ને માથે ઓઢી ઓઢણી ઘાઘરીયુ પહેરીને પડમાં ઘૂમ્યાં રે જોનારા કોઈ નો મળ્યા સ્વયંવર કીધો, આવ્યા પુરુષો રૂપાળાં, કરમાં લીધી છે […]
એ જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… એ જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી.. માનવીની પાસે કોઈ…. માનવી ન આવે…રે… તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે આવકારો મીઠો આપજે રે કેમ તમે આવ્યા છો ?… એમ નવ કે’જે…રે… એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે – આવકારો મીઠો… આપજે રે વાતું એની સાંભળીને… આડું નવ જોજે….રે… એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે – આવકારો મીઠો… આપજે રે ‘કાગ’ એને પાણી પાજે… સાથે બેસી ખાજે..રે…. એને […]
હાં…મણિયારો તે મણિયારો તે હલું હલું થઈ રે વિયો રે… મુઝા દલડાં ઉદાસીમાં હોય રે છેલ મુઝો, વરગાણી મણિયારો હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો….. હાં…મણિયારો તે કળાયેલ મોરલો રે કાંઈ હું રે ઢળકતી ઢેલ રે છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો….. હાં…મણિયારો તે મહેરામણ મીઠડો કંઈ હું તો સમદરિયાની લહેર રે હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો….. હાં…મણિયારો જી અષાઢીલો મેહુલો રે કાંઈ હું તો વાદળ કેરી વીજ રે છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો….. હાં…અણિયાળી રે ગોરી તારી આંખડી રે હાં રે હુ રે આંજેલ એમાં મેશ રે છેલ મુઝો, વરણાગી […]