રસાયન ઔષધિ – શીમળો / મોચરસ પરિચય : સૌરાષ્ટ્ર – ગુજરાતમાં શીમળો કે શેમળા (શાલ્મલી, સમેર, સેમલા, મોચરસ)ના ઝાડ ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા અને મોટા દીર્ઘાયુષી થાય છે. આ ઝાડના થડ ડાળીઓ પર બેઠી પડઘીવાળા મજબૂત કાંટાઓ આવેલ હોય છે. ઝાડનાં પાન ૫-૬ના ઝુમખામાં આવે છે. તે પાન ૪ થી ૧૨ ઈંચ લાંબા અને ૧ થી ૪ ઈંચ પહોળા હોય છે. પાન શીતકાળમાં ખરી પડે છે. તે પછી તેની ઉપર સુંદર સફેદ કે લાલરંગના, મોટાં મોટાં ફૂલ આવે છે. તેની પાંખડીઓ મોટી હોય છે. તેમાં ૫૦ થી ૮૦ કે […]
કફ, વાયુ અને પેટના દર્દોની વનસ્પતિ – ધોળો ચંપો પરિચય : ચંપો (શ્વેતચંપક, સફેદ ચંપા)નું ઝાડ મધ્યમ ઊંચાઈ અને વધુ ફેલાવાવાળુ થાય છે. તેની ડાળીઓ કમજોર હોઈ જલ્દી તૂટી જાય છે. આખા ઝાડમાં દૂધ જેવો રસ હોય છે. તેના પાન આંબાના પાન જેવા પણ વધુ લાંબા, પહોળા, દળદાર તથા લીલા રંગના થાય છે. તેની પર વસંતઋતુમાં ૫ પાંખડીવાળા, સફેદ, દળદાર અને જરાક રાતી આભાવાળા ફૂલ થાય છે. તેની વચ્ચેની નાળ, સુંદર પીળા રંગની હોય છે ફૂલમાં હળવી મીઠી સુગંધ હોય છે. જૂના ઝાડમાં ક્યારેક શીંગો થાય છે. આ વૃક્ષ ખાનગી […]
શક્તિદાયક કાશ્મીરી ફળ સફરજન આ કાશ્મીરી ફળ પહેલાં ધનિકોને જોવા મળતું. હવે તેનો વિપુલ પાક થતાં ગામે ગામ પહોંચી ગયું છે. એક અંગ્રેજી કહેવત છે કે રોજ એક સફરજન ખાનાર માંદો પડતો નથી. (An apple a day keeps doctor away). સફરજન સ્વાદે મીઠું, સહેજ તૂરું, તાસીરે ઠંડુ, સહેજ ચીકાશવાળું, પચવામાં ભારે, ઝાડો રોકનાર, વાત-પિત્તશામક અને કફકર છે. તેના સેવનથી શરીર ભરાવદાર બને છે. તે વીર્ય-વર્ધક, રોચક, પથ્ય અને હિતકારી છે. દૂઝતા હરસ, ઝાડા, મરડો, તાવ, પથરી, મેદરોગ, સૂકી ઉધરસ, અગ્નિમાંદ્ય, સ્ત્રીરોગ, દુર્બળતા, અરુચિ, માથાનો દુઃખાવો, ગભરામણ, હ્રદયરોગ, રક્ત-વિકાર, ચામડીના રોગ, […]
બળ, પુષ્ટિ, વીર્ય અને ધાવણવર્ધક – ભોંયકોળું, વિદારી કંદ પરિચય : ગુજરાતમાં અંબાજીના પહાડોમાં ખાસ થતા ભોંયકોળા, વિદારીકંદ (વિદારીકંદ, બિલાઈ કંદ) ખાખરવેલ અથવા ફગડાના વેલા તરીકે પણ જાણીતી વનસ્પતિ વેલા સ્વરૂપની છે. તેની બે જાતો છે. સાદુ અને બીનું દૂધીયું ભોંયકોળું (દક્ષીરવિદારી કંદી) તેની બહુવર્ષાયુ, બહુ મજબૂત અને ૨૦ થી ૪૦ ફૂટ લાંબી વેલ જમીન ઉપર પ્રસરે છે. તેનાં પાન એકાંતર, લાંબાં ડીંટડાનાં, હથેળી જેવડાં અને ભાંગેલ પાંચ પાંખડીઓનાં થાય છે. દરેક ખંડ ૩ થી ૬ ઈંચ લાંબો હોય છે. પાન સુવાળા અને સળંગ કિનારીવાળા હોય છે. એને ચોમાસામાં પાંદડાના […]
શક્તિદાયક તથા શુભકર્તા નાળિયેર નાળિયેરને શ્રીફળ કહે છે કારણ કે તે શુભકર્તા છે. વળી તેને કલ્પવૃક્ષ પણ કહે છે કારણ કે તેનું દરેક અંગ ઉપયોગી છે. નાળિયેર સ્વાદે મીઠું, તાસીરે ઠંડુ, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને બાંધનાર, વાતનાશક, પિત્તનાશક અને કફકર છે. તે માંસ વધારે છે. હ્રદયને માટે સારું છે, મૂત્રાશયને સાફ કરે છે, વીર્ય વધારે છે. નાળિયેરનું પાણી પચવામાં હલકું, અગ્નિદીપક, તરસ-દાહને અને ઉદરરોગી માટે સારું છે. નાળિયેરનું પાણી બળતરા, અમ્લપિત્ત અને અશક્તિ મટાડે છે. સ્ત્રીને ધાવણ ઓછું આવતું હોય તો લીલું-સૂકું કોપરું ખૂબ ચાવીને ખાવું જોઈએ. ભીલામાના સેવન […]
બિમાર માણસનું ઉતમ ઔષધીય ફળ ચીકુ કેળાં પછીનું બીજું સુલભ ફળ ચીકુ છે. તે પણ લગભગ બધી ઋતુમાં મળે છે અને સસ્તુ હોય છે, આબાલ-વૃદ્ધ સૌને તે ભાવે તેવું સ્વાદિષ્ટ હોય છે. ચીકુ સ્વાદે મીઠા હોય છે. તે સહેજ કાચાં હોય તો તૂરા લાગે છે. તાસીરે તે ઠંડા, સહેજ ચીકાશવાળા, પચવામાં પ્રમાણમાં હલકાં અને રોચક છે. તે પિત્તશામક અને કફકર છે. તે પોષક, શક્તિવર્ધક અને બળપ્રદ છે. બીજાં ફળોની જેમ ચીકુમાં બિલકુલ ખટાશ હોતી નથી. કેળાંનો પણ આ જ ગુણ છે. તેથી આ બંને ફળો પિત્તરોગમાં સારા છે. ખાસ કરીને […]
ડાયાબિટિસમાં ઉપયોગી ફળ જાંબુ જાંબુનો જાંબુડી રંગ ચેપી છે. તે કપડાંને લાગે તો કપડાં ઉપર અને ખાવામાં આવે તો જીભને જાંબુડી કરે છે. જાંબુ મીઠા અને તૂરા છે. સ્વભાવે તે ઠંડા અને ગુણમાં લૂખા છે. જાંબુ પચવામાં ભારે, મળને બાંધનાર, વાતકર, પિત્ત અને કફશામક છે. તે મળ-મૂત્રને રોકનાર, અવાજને બેસાડી દેનારા, ખૂબ વાતલ અને અપથ્ય છે. ઝાડા, મરડો, મધુપ્રમેહ, થાક, શ્વાસ, મોંની વિરસતા, બરોળની વૃદ્ધિ, તરસ વગેરેમાં તે સારા છે. કાચાં જાંબુ ન ખાવા. વધુ પડતા જાંબુ ન ખાવા. ભૂખ્યા કે ખાલી પેટે જાંબુ ન ખાવા. જ્યારે પહેલો વરસાદ પડે […]
સફેદ વાળને રંગ આપનારી ઠંડકકર્તા – મેંદી પરિચય : ગુજરાત-રાજસ્થાનમાં બાગ-બગીચાની વાડો કરવામાં મેંદી (મદયંતિકા, મોદિકા, મેંદી / મહેંદી)ના છોડ ખાસ વવાય છે. ગુજરાત તથા ઉત્તર ભારતમાં સ્ત્રીઓ પોતાના હાથે-પગે મેંદીની ડિઝાઇનો કરાવે છે. અકાળે સફેદ થયેલા વાળને રંગ આપવા મેંદી ખાસ વપરાય છે. મેંદીના છોડ-ઝાડી જેવા ૪ થી ૮ ફૂટ ઊંચા થાય છે. તેની ડાળીઓ પાતળી, ગોળ, સીધી, લાંબી લાકડી જેવી થાય છે. તેની નાની નવી ડાળીની અણી કાંટા જેવી તીક્ષ્ણ હોય છે. પાન – મીંઢી આવળનાં પાન જેવા લાલ કિનારીના નાનાં, અંડાકૃતિ; સામસામે, ચીકણાં, ચળકતા લીલા રંગનાં અર્ધાથી […]
નાગરવેલનું પાન પાન એટલે નાગરવેલનું પાન. જેને તાંબૂલ પણ કહે છે. પાન સ્વાદે તીખું, કડવું અને તૂરું છે. તાસીરે ગરમ, સ્વભાવે લૂખું, પચવામાં હલકું, અગ્નિદીપક અને આહારપાચક, વાત કફનાશક અને પિત્તકર છે. તેની શિરાને બુદ્ધિવિનાશિની કહે છે તેથી કાઢી નાખવામાં આવે છે. પાન વીર્યવર્ધક, કામોદ્દીપક, રોચક અને કાંતિવર્ધક છે. પાન દુર્ગંધનાશક અને ઉત્તમ જંતુધ્ન છે. તેથી જમ્યા પછી ખાવાથી મુખશુદ્ધિ થાય છે અને ખોરાક પચે છે. તે શરદી, સળેખમ, ઉધરસ, શ્વાસ, અવાજ બેસી જવો, પાચન મંદ પડી ગયું હોય તો ઉપયોગી છે. પાનના ડીંટાને શરીરના બહારના મસા ઉપર ઘસવાથી તે […]
રાંઝણ તથા ખોડો મટાડનાર – પારિજાત (ફૂલ) પરિચય : પારિજાત (પારિજાતક, હારસિંગાર)ના ઝાડ ૨૫ થી ૩૦ ફુટ ઊંચાઈના, નવી ડાળીઓ ચોરસ, પેચી, છાલવાળા પોચી, રાખડી, ખરબચડા બંને તરફ રુંવાટી વાળા થાય છે.તેની પરના ૪ ખૂણાવાળા નારંગી રંગના, ખૂબ કોમળ અને નાના, મનોહર, સુગંધિત ૩ થી ૫ના ગુચ્છામાં પુષ્પો થાય છે. પુષ્પની નળી કેસરી રંગના તોરણવાળી થાય છે. તેના પુષ્પોની સુગંધ દૂર સુધી ફેલાય છે. ડાળને હલાવતા ઘણા પુષ્પો આપોઆપ ખરવા લાગે છે. ખાનગી કે જાહેર બાગમાં તે ખાસ તેની મનમોહક સુગંધ માટે વવાય છે. ભારતમાં સર્વત્ર થાય છે. ગુણધર્મો : […]