કાજુ સ્વાદિષ્ટ, પોષક અને પથ્ય હોય હે કાજુના ૬-૮ ફૂટ ઊંચા ઝાડ થાય છે. તેને રસાદાર ફળ બેસે છે. એ ફળની બહાર બી હોય છે. તે બીનું મીંજ તે કાજુ. તે શરીરના કીડની-મૂત્રપિંડના આકારનું છે. તેથી પેશાબના રોગોમાં તેનો ઉપયોગ કરી શકાય. કાજુ સહેજ તૂરાશ પડતાં મીઠા છે. પચવામાં હલકાં, તાસીરે ગરમ, સહેજ ચીકાશવાળા, અગ્નિવર્ધક, ત્રિદોષશામક છે. તે સ્વાદિષ્ટ, ધાતુવર્ધક, પોષક અને પથ્ય છે. ઝાડા, મરડો, સંગ્રહણી, હરસ, આફરો, પેટનાં કૃમિ, પેટના રોગો, ચામડીના રોગો, સફેદ કોઢ, વ્રણ (ઘા), વાળના રોગો, તાવ, પેટનો ગોળો, અગ્નિમાંદ્ય વગેરેમાં તે ઉપયોગી છે. બદામ […]
ગાજર ઠંડીના દિવસોમાં જોવા મળે છે. *ગાજર શિયાળામાં પૌષ્ટિક ખોરાક છે. *ગાજરમાં વિભિન્ન ખનીજ તત્વો અને વિટામીનથી ભરપૂર છે. *ગાજરના સેવનથી ઘણા રોગોનો નાશ થાય છે. કાર્બોહાઈટ્રસ, પ્રોટીન, લોહ ફોસ્ફરશ, કેલ્શિયમ બધા તત્વો સમાયેલા છે. *વિટામીન એ અને ઈ એમાં મળી આવે છે. વિટામીન એ ગાજરમાં મળે છે. *આંખો માટે બહુ જ ફાયદાકારક છે. *સવારમાં ગાજરનો રસ લેવો આંખો માટે ઘણો સારો છે. *જમ્યા પછી ગાજર ખાવાથી દાંતના જીવાણું નાશ પામે છે. *દાંત ચમકદાર બને છે. દંતક્ષય નાશ પામે છે. પેઢામાંથી લોહી આવવું, મોઢામાં વાસ આવવું દૂર થાય છે. *ગાજર […]
આખા વિશ્વમાં બદામ સર્વોત્તમ સૂકોમેવો રૂપે પ્રસિદ્ધ છે. બદામ ઘણી રીતે ઉપયોગી છે. બદામની અનેક વાનગીઓ બનાવાય છે. પાક-વસાણાં, પૌષ્ટિક મિઠાઇઓ વગેરેમાં તે ખાસ વપરાય છે. દૂધ, લસ્સી, આઇસક્રીમ, શરબત વગેરેની બનાવટમાં પણ તે ઉપયોગી છે. બદામનું તેલ પણ કાઢવામાં આવે છે. ટૂંકમાં બદામ એક ઉમદા ફળ-મેવો છે. ઔષધ વિજ્ઞાનની ર્દષ્ટિએ જોઈએ તો તે ઔષધીય ગુણોમાં ભંડાર પણ છે. આ વખતે આપણાં આ બુદ્ધિ અને બળવર્ધક સૂકામેવા વિષે કંઈક વિશેષ જાણવાનો ઉપક્રમ છે. ગુણધર્મો :- બદામનાં આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઉંચા વૃક્ષો પશ્ચિમ એશિયાના અફઘાનિસ્તાન-કાબૂલ, તુર્કી તથા યુરોપમાં વધુ […]
પરિચય : ખારો દરેક રસોડામાં હોય છે. એ પાપડ બનાવવામાં ખાસ વપરાતો હોઇ ‘પાપડિયા ખારા’ તરીકે જાણીતો છે. ફરસાણ પોચાં અને સારાં થાય તે માટે તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત વટાણા, વાલ, ચણા જેવાં કઠોળ જલદી ચડી જાય તે માટે અલ્પ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કેટલીક સ્ત્રીઓ પોતાના વાળ ધોવા માટે આનો ખાસ ઉપયોગ કરે છે. માથું ધોતી વખતે આના ઉપયોગથી માથામાંની ચિકાશ જલદી નીકળી જાય છે અને વાળ સ્વચ્છ થઇ જાય છે. ગુણધર્મ : તે તીખો, ભારે, વાયુનાશક અને ઠંડો છે. ઉપયોગ : (૧) પેટમાંથી […]
પરિચય : મસાલા કેવળ દાળ-શાક માટે જ નથી; જરૂર પડે ઔષધનું પણ કામ કરે. જાણતા હોઇએ તો આપણે ઘરમાં રહેલા મસાલાને પણ ઔષધ બનાવી શકીએ. ગુણધર્મ : રાઇ કડવી, ઉષ્ણ, પિત્તકર, દાહક, તીખી, તીક્ષ્ણ, રુક્ષ તથા અગ્નિ દીપક છે. વળી વાયુ, ગુલ્મ, કફ, શૂળ, વ્રણ, કૃમિ, ખંજવાળ અને કોઢને દૂર કરનારી છે. રાઇને છોડનાં પાંદડાંનું શાક-તીખું, ઉષ્ણ, સ્વાદિષ્ટ, પિત્તકર તેમજ વાયુ, કફ, કૃમિનાશક છે. તે થોડી માત્રામાં દીપન, પાચન, ઉત્તેજક અને સ્વેદલ હોવાથી રસસ્ત્રાવ વધારે છે. આથી તેની મંથનક્રિયા સતેજ બને છે. પરિણામે ભૂખ ઊઘડે છે. ઉપયોગ : (૧) શરીર […]
મેથીથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. તેના ગુણોથી આપણે માહિતગાર છીએ. મેથી વાતરોગના ઇલાજ તરીકે ખૂબ જ જાણીતી છે. કોઇ પણ સાંધાની તકલીફ થાય ત્યારે આપણને મેથીની અચૂક યાદ આવે છે. સેંકડો વરસથી તેને મળેલી ખ્યાતી આજે પણ જરાય ઓછી થઇ નથી. એવું કહેવાય છે કે એક વખત સંધિવાતની તકલીફ થાય પછી તેમાંથી છૂટી શકાતું નથી, પરંતુ સાવ એવું નથી. જો ઇલાજ ચીવટપૂર્વક કરવામાં આવે અને તે લાગુ પડી જાય તો આ તકલીફમાંથી છુટકારો મળી શકે છે.મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. […]
સૂંઠથી ભાગ્યે જ કોઇ અપરિચિત હશે. દરેક ઘરમાં તેનો નિત્ય ઉપયોગ થતો હોય છે. આદુને સૂકવીને સૂંઠને તૈયાર કરવામાં આવે છે. સૂંઠ તીખી, સ્નિગ્ધ, લઘુ, ઉષ્ણ, રુચિકર અને આમવાતનાશક છે. ઉપયોગ : (૧) આમવાત અને પેટ શૂળ ઉપર : સૂંઠનો કાઢો પીવો. (૨) હ્રદયરોગ, અગ્નિમાંદ્ય, શ્ર્વાસ, ખાંસી, અરુચિ, સળેખમ અને ઉધરસ ઉપર : સૂંઠનો કાઢો દિવસમાં ત્રણ વખત પીવો. (૩) હરસ ઉપર : સૂંઠનો ચૂર્ણ છાશમાં પીવું. (૪) બાળકોની સંગ્રહણી ઉપર : સૂંઠનો ઘસારો અર્ધી ચમચી દિવસમાં બે વખત ચટાડવો. (૫) આધાશીશી ઉપર : સૂંઠને દૂધમાં અગર પાણીમાં ઘસીને તે […]
પરિચય : હિંગને આપણે સારી રીતે જાણીએ છીએ. તેનો ઉપયોગ દરેક ઘરમાં નિયમિત થતો હોય છે. શુદ્ઘ હિંગ બહુ મોંઘી હોય છે. વળી શુદ્ઘ હિંગ મળવી પણ મુશ્કેલ છે. તેને સસ્તી વેચવા માટે વેપારીઓ તેમાં જાતજાતની ભેળસેળ કરે છે. હિંગનો વધારે ઉપયોગ પાપડ બનાવવામાં થાય છે. પાપડ સારા બને તે માટે હિંગ પણ સારી ખાતરીની લેવી જોઇએ. લિજ્જત પાપડવાળા આ બાબતમાં ખૂબ જ ચોકસાઇ અને ખ્યાલ રાખતા હોય છે. આ જ કારણે આજે તે દેશ-પરદેશમાં ખૂબ જ જાણીતા બન્યા છે. ગુણધર્મ : હિંગ તીખી, ઉષ્ણ, હ્રદ્ય, પિત્તકર,પાચન, રુચિકર, તીક્ષ્ણ તેમજ […]
અફીણ એ એક જાતના ફળ ઉપર ચીરા પાડી તેમાંથી જે રસ ઝરે તેને સૂકવીને બનાવાય છે. ફળના ઝીણા ઝીણા બી તે ખસખસ. અફીણ માદક છે. ખસખસ માદક નથી. ખસખસ સ્વાદે મધુર, તાસીરે ગરમ, પચવામાં ભારે, મળને રોકનાર, વાતશામક, પિત્તશામક અને કફકર છે. તે બળવર્ધક, વાજીકર, વીર્યવર્ધક, કાંતિપ્રદ છે. બાળકને ખૂબ ઝાડા થયા હોય, મરડાને લઈને મળમાં ચીકાશ અને લોહી પડતું હોય, અપચાના કાચા ઝાડા થયા હોય તો ખસખસને દૂધમાં સારી પેઠે લસોટી એકરસ કરી પાવું જોઈએ. માથામાં ખૂબ ખોડો હોય, કેમેય કરીને જતો ન હોય તો દૂધમાં ખસખસને પીસીને માથે […]
પરિચય : આપણે સૌ વરિયાળીથી સારી રીતે પરિચિત છીએ. દરેક ઘરમાં તેનો મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. એ મુખને સ્વચ્છ રાખે છે. સાથે સાથે ઠંડક આપે છે. ઉપરાંત તે મોઢાંમાંની દુર્ગંધનો નાશ પણ કરે છે. મોઢામાં પડેલાં છાલાંને રૂઝવવાનું કામ પણ તે કરે છે. ગુણધર્મ : વરિયાળી તીખી, કડવી, સ્નિગ્ધ, પિત્તકારક, દીપન, લઘુ, ઉષ્ણ, મેધ્ય તથા બસ્તિકર્મક છે. તે ઉપરાંત કફ, વાયુ, જ્વર, ગુલ્મ, શૂળ, દાહ, નેત્રરોગ, તૃષા, ઊલટી, વ્રણ, આમ તથા અતિસારમાં લાભદાયક છે. તે દાંતના સડાને રોકે છે. જમ્યા પછી ખાવાથી તે મોઢાને સુવાસિત રાખે છે. ઉપયોગ : […]