કોળા બે પ્રકારના છે – રાતું અને ભૂરું. રાતું શાકમાં, ભૂરું ઔષધમાં અને પાકમાં વધુ વપરાય. બંનેનું શાક થઈ શકે. કોળા પાકેલાં ખાવા જ સારા. પાકેલ કોળું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, ગુણમાં પચવામાં હલકું, ચીકણું, અગ્નિદીપક, મળ સાફ લાવનાર, વાત-પિત્તનાશક, કફકારક, રસાયન અને પથ્ય છે. તે ધાતુવર્ધક, પોષણ આપનાર, વાજીકર, બળવર્ધક, મૂત્રપિંડ સાફ રાખનાર, હ્રદયને માટે હિતકર, સર્વ દોષનાશક છે. તે પ્રમેહ, પેશાબના રોગો, પથરી, હરસ, લોહી બગાડ, વાયુ અને પિત્તના રોગોમાં સારું છે. ગાંડપણ અને માનસિક રોગમાં ઉત્તમ છે, બુદ્ધિવર્ધક છે. ગુજરાતી લોકો તેનો ઓછો ઉપયોગ કરે છે, પણ […]
દહીંને વલોવી તેમાંથી સારરૂપ માખણ કાઢવામાં આવે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ (સુંવાળું) હોય છે. તે નાનાં-મોટાં સર્વેને માટે અમૃત સમાન છે. ઘી કરતાં માખણ જલદી પચે છે. તાજું માખણ સ્વાદિષ્ટ હોય છે. માખણ દરરોજ નવા તાજા કોશ બનાવે છે. દેહને સુકુમાર કરે છે. વીર્યને ખૂબ વધારે છે તેમજ પિત્ત અને વાયુનો નાશ કરે છે. માખણ અવિદાહી છે. એ અગ્નિને વધારે છે. અર્થાત્ ભૂખ કકડીને લગાડે છે. માખણ પચવામાં હલકું છે તેમજ તરત જ લોહી કરનારું છે. માખણ આંખનું આલોચક પિત્ત વધારનાર છે. તેથી તેનું નિયમિત સેવન કરનારને આંખના […]
*ઘણા માણસોને દૂધ ભાવતું નથી અથવા પચતું નથી તેમને માટે છાશ બહુ ગુણકારી છે. તાજી છાશ સાત્વિક અને આહારની ર્દષ્ટિએ શ્રેષ્ઠ છે. *છાશ ગરીબોની સસ્તી ઔષધિ છે. રોટલો અને છાશ એમનો સાદો આહાર છે, જે શરીરના અનેક દોષો દૂર કરી ગરીબોની તંદુરસ્તી વધારવામાં મહત્વનો ફાળો આપે છે. *છાશનો મધુર રસ પિત્તને શાંત કરી પોષણ આપે છે, ખાટો રસ વાયુને હરી બળ આપે છે અને તૂરો રસ કફદોષને દૂર કરી તાકાત વધારે છે. *ઉત્તર ભારત અને પંજાબમાં છાશમાં સહેજ ખાંડ નાખી તેની લસ્સી બનાવાય છે લસ્સી પિત્ત, દાહ, તરસ અને ગરમીને […]
માખણને અગ્નિ પર ગરમ કરવાથી ઘી બને છે. ઘીની તાવણી સમયે એક પ્રકારની વિશિષ્ટ સુગંધ આવે છે. ઘી ગોરસ (દહીં)ના ઉત્તમ સારરૂપ મનાય છે. મલાઈમાંથી કાઢેલું ઘી માખણમાંથી બનેલ ઘી જેટલા પર્યાપ્ત ગુણ ધરાવતું નથી. સર્વ પ્રકારનાં ઘીમાં ગાયનું ઘી શ્રેષ્ઠ ગણાય છે. ઘીના સેવનથી ધાતુની વૃદ્ધિ થઈ બળ વધે છે, મગજ શાંત રહે છે, ગરમી દૂર થાય છે અને લોહીની શુદ્ધિ થાય છે. અતિશય શારીરિક શ્રમ કરનારાઓને ઘીનું સેવન અત્યંત હિતકર છે. ભોજનમાં ઓછુંવત્તું ઘી ખાવું જ જોઈએ. ઘી સિવાયનું ભોજન \’ગોઝારું\’ મનાય છે. ઉત્તમ જાતની રસોઈમાં તથા મિષ્ટાન્નોમાં […]
શેરડીનો રસ, તેમાંથી બનતો ગોળ અને ખાંડનો આપણે હંમેશાં ઉપયોગ કરતાં હોઈએ છીએ. શેરડી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકાશયુક્ત, ઝાડાને કરનાર, વાત- પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વૃષ્ય અને મૂત્રલ છે. શેરડીને ચૂસીને ખાવી વધુ સારી. તેનો રસ લીંબુ-આદુ નાખીને તાજો પીવો સારો. વાસી રસ નુકસાન કરે. જમ્યા પછી શેરડી ન ખાવી. શેરડી પરમ પિત્તનાશક છે તેથી બળતરા અને તરસ છિપાવે છે. શેરડી થાક દૂર કરી શક્તિ અને સ્ફૂર્તિ આપે છે. કમળાના રોગી માટે શેરડી ઔષધ સમાન છે. રોગીએ ચૂસીને રોજ શેરડી ખાવી. અશક્તિ હોય તો તાજો […]
કેસર એ ખૂબ કિંમતી દ્રવ્ય છે. તેથી તેમાં ભેળસેળને ખૂબ અવકાશ છે. કેસર એ હકીકતમાં ફળોના સ્ત્રીકેસરની સૂકવણી છે. તે સ્વાદે કડવું અને તીખું છે. તાસીરે ગરમ છે. પચવામાં હલકું છે, ચીકાશયુક્ત છે, અગ્નિદીપક, સુગંધી, રોચક, પથ્ય, ત્રિદોષનાશક છે. તે રંગને સુધારે છે. માથાના રોગી માટે સારું છે. હ્રદયને બળ આપે છે. તે દુઃખાવો ઘટાડે છે, મળને બાંધે છે, કામોત્તેજના વધારે છે. કૃમિનાશક છે. આંખના રોગોમાં સારું છે. કંઠરોગ, ઉધરસ, શ્વાસ, ઊલટી, ઝેર, હેડકી, ચામડીના રોગ અને પાકને રૂઝવવામાં ઉપયોગી છે. તે માસિક સાફ લાવે છે. કેસરનો સ્તન ઉપર લેપ […]
તાસીરે ચારોળી તાસીરે ઠંડી હોય છે લગભગ બધા સૂકા મેવા તાસીરે ગરમ છે, ચારોળી એ ફળનું બી છે. ચારોળી સ્વાદે મીઠી અને સહેજ ખાટી છે. તાસીરે ઠંડી, પચવામાં ખૂબ ભારે, ચીકણી, મળ સાફ લાવનાર, વાતનાશક, પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વીર્યવર્ધક, જાતીય શક્તિ ધરાવનાર, રોચક અને પથ્ય છે. તે ખૂબ ચાવીને થોડી ખાવી જોઈએ કારણ કે પચવી મુશ્કેલ છે. વાતરોગ, પિત્તરોગ, દાહ, તાવ, તરસ, ક્ષય, દુર્બળતા, કૃશતા વગેરેમાં ચારોળી સારી છે. દરેક મીઠાઈ, પાક અને પકવાનમાં ચારોળીનો સપ્રમાણ ઉપયોગ કરવાથી તેની રોચકતા અને ગુણવત્તા વધે છે. ચારોળીને દૂધમાં પીસીને […]
પરિચય : વાવડિંગથી આપણે સૌ સારી પેઠે વાફેક છીએ. ભલે એ મસાલાની ચીજ નથી; પરંતુ, ઘરઘરમાં તેનો ઉપયોગ થાય છે. તે અવારનવાર ઉપયોગમાં આવનારી અતિ નિર્દોષ અને ગુણકારી વસ્તુ છે. મોટા મોટા વૈદ્યો અને બધા જ ઔષધશાસ્ત્રજ્ઞો એને આવકારે છે. બાળરોગ-ચિકિત્સકોએ પણ એને યોગ્ય સ્થાન આપ્યું છે. વાવડિંગના લાલાશ પડતા મરી જેવા દાણા હોય છે. આજકાલનાં ખાનપાન આરોગ્યલક્ષી નથી. તેમાંય બાળકોને ગળ્યું ખૂબ ભાવતું હોય છે. પરિણામે કૃમિની તકલીફ થાય. એ જ પ્રકારનું ખાવાનું ચાલ્યા કરતું હોઇ કૃમિને પોષણ પણ મળતું રહે છે. આ કારણે બાળક દૂબળું જ રહે છે. […]
ધાણી – દાળિયાથી કફ વિકારો દૂર થાય છે હોળી ધૂળેટીમાં દાળીયા, ધાણી, શેકેલા ચણા ખાવાનું અને હોળીનાં અગ્નિનો શેક આરોગ્ય માટે લાભદાયી. 22 એપ્રિલ સુધી આશરે ચાલનારી આ ઋતુમાં શિવરાત્રી, ધૂળેટી જેવા તહેવારો આવે છે. ઉનાળાને હજુ વાર છે. ગરમીની શરૂઆત થતા શિયાળા દરમ્યાન શરીરમાં એકત્ર થયેલ કફને સૂર્યસ્નાન અને હોળીનાં અગ્નિ વડે પીગાળી ને શરીરને કફ વિકારથી મુક્ત કરવાનું હોય છે. અજ્ઞાનતાનાં કારણે અત્યારે જે લોકો વિવિધ ઠંડા પીણાં, આઇસ્ક્રીમ વિગેરે આરોગે છે તે કફનાં રોગોને નિમંત્રે છે. (ખંજવાળ, દાદર, ખસ, ખુજલી, કોઢના રોગો, રક્ત વિકાર, સોજાપ્રમેહો (ડાયાબીટીસ), ગુમડા, […]
ખજૂર પૌષ્ટિક તથા ગુણકારી છે ગરમ પ્રદેશમાંથી આવતું ખજૂર ગરમ નથી પણ ઠંડું છે. ખજૂર સૂકાઈ જતાં ખારેક બને. શુભ કાર્યોમાં ખારેક વહેંચવામાં આવે છે. ખજૂર સ્વાદે તૂરાશ પડતું મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સ્વભાવે ચીકાશવાળું, વાતકર તથા કફ- પિત્તનાશક છે. તે હ્રદ્ય, બળપ્રદ, વીર્યવર્ધક, ક્ષયનાશક અને રક્તપિત્તશામક છે. તે પૌષ્ટિક, તૃપ્તિકર, રોચક અને પથ્ય છે. તે દાહ, ક્ષય, ઘા પડ્યો હોય તેમાં, છાતીમાં ક્ષત હોય તેમાં, ઊલટી, તાવ, ઝાડા, ભૂખ, તરસ, ઉધરસ, શ્વાસ, મૂર્છા, થાક વગેરેમાં સારો છે. ખજૂર પચવામાં ભારે છે અને અગ્નિમાંદ્ય કરે છે તેથી તેનો સપ્રમાણ […]