લીંડીપીપર વિષે આપણે આગળ જોઈ ગયા. તેના મૂળ તે પીપરમૂળના ગંઠોડા. તે જેમ મોટા, વધુ ગાંઠોવાળા અને ભારે તેમ સારા. પાતળા ડાંડી જેવા હલકાં. પીપરીમૂળ સ્વાદે તીખું, તાસીરે ગરમ, પચવામાં હલકું, લૂખું, શ્રેષ્‍ઠ અગ્નિદીપક, ઉત્તમ કફહર અને વાતહર, પિત્તકર, કૃમિધ્ન અને પાચક છે. તે બરોળના રોગ, પેટનો ગોળો, પેટનો આફરો, ઉધરસ, શ્વાસ, શરદી, ક્ષય વગેરેમાં સારા છે. ગંઠોડાનું ચૂર્ણ ઔષધ તરીકે વપરાય છે. અનિદ્રાના રોગીએ રાત્રે સૂતી વખતે ભેંસના ગરમ દૂધ સાથે ગંઠોડાનું ચૂર્ણ મેળવી પી જવું. ચક્કરની બીમારીમાં ગોળ સાથે ગંઠોડાનું નિયમિત સેવન કરવું. સગર્ભા સ્ત્રી ગોળની રાબમાં સહેજ […]

કાઠિયાવાડની ધરતીનું આ ઔષધ મેલેરિયાનુ રામબાણ ઔષધ છે. અપચાથી થતા તાવ, ઠંડીનો તાવ, મેલેરિયા કે તરીયા તાવ, ઝાડા, ઉદરનો વાયુ, તરસ, ખાંસી, ઉદર કૃમિ, મધુપ્રમેહ, ત્વચા રોગ અને સોજા મટાડનારી સુંદર વનસ્પતિ છે. તાવ : તડકે ફરવાથી, અપચાથી કે ઋતુદોષથી થયેલા તાવ, વ્રણ, વિદ્રધિથી થયેલ કે મેલેરિયાના તાવમાં-મામેજવાના પંચાંગનો ઉકાળો કરી, તેમાં કાળા મરીનું ચૂર્ણ ચપટી નાંખી, ફાયદો જણાય તેટલા દિવસ ૨-૩ ‍વાર પીવું. જીર્ણ તાવ : મામેજવાનું ચૂર્ણ ૩ થી ૫ ગ્રામ, કાળા મરી ચૂર્ણ ૪ રતી, પાણીમાં બે વાર દેવું. તેની ઉપર ગોદંતી ભસ્મ કે ઘાપાણ ૧ ગ્રામ […]

ચંદન સુખડ તરીકે પણ ઓળખાય છે. તેનું લાકડું સુગંધી હોય છે. તેને ઓરસિયા ઉપર ઘસીને ઘસારાનો શરીરે લેપ કરાય છે, કપાળે ‍તિલક કે ત્રિપુંડ કરાય છે. તેમાંથી સુગંધી તેલ પણ નીકળે છે. ચંદનનો રસ કડવો અને સહેજ મીઠો હોય છે. તેની તાસીર ઠંડી છે. તે હલકું, લૂખું, કફ- પિત્તશામક, દાહપ્રશમક, દુર્ગંધહર અને રંગ સુધારનાર છે. તે ચામડીના રોગ, મગજની નબળાઈ, પેટના કૃમિ, ઝાડા, હ્રદયની વિકૃતિ, પેશાબના રોગ અને જાતીય નબળાઈમાં ઉપયોગી છે. સુખડના ચૂર્ણ, તેનો ઘસારો (લેપ) અને તેલનો ઔષધીય ઉપયોગ થાય છે. તેલ મોં ઉપર ઘસવાથી ખીલના ડાઘ, ખીલના […]

કબજિયાત – પીપાળાનુ પાન નાખીને ઉકાળેલુ દૂઘ પીવાથી ગૅસને કારણે થયેલ કબજિયાત મટે છે. પેટના વાયુ મટે છે. ગરમ દૂધ સાથે બે ચમચી ગુલકંદ કે ઇસબગુલ રાત્રે સૂતી વખતે લેવાથી મળ સાફ આવે છે. એસિડિટી – થોડું થોડું કરીને દિવસમાં ત્રણ વાર ગરમ દૂધ પીવાથી લાભ થાયછે. મૂત્રાશયના રોગ – દૂધમાં ગોળ મેળવીને પીવાથી મૂત્રાશયના બધા રોગ શાંત થાય છે. મસા – રાત્રે સૂતી વખતે દૂધની સાથે ઈસબગુલ લેવાથી લાભ થાય છે. ખંજવાળ – દૂધમાં પાણી મેળવીને તેને રૂના પોતાં વડે શરીર પર મસળવાથી અને થોડી વાર પછી સ્નાન કરી […]

પરિચય : મીઠો લીમડો વનસ્‍પતિશાસ્‍ત્રમાં ‘બકામ લીમડા’ તરીકે ઓળખાય છે. સામાન્‍ય લોકભાષામાં તે ‘કઢીપત્તિ’ તરીકે જાણીતો છે. તે શાકમારકીટમાં તથા શાકભાજીનાં બજારોમાં સહેલાઇથી મળતો હોય છે. દરેક ગામડામાં પણ તે સહેલાઇથી મળી જાય છે. ગુણધર્મ : મીઠા લીમડાનાં પાન શીતળ, કડવાં, તીખાં, દીપન, પાચન, કંઇક તુરાશ પડતાં અને લઘુ હોય છે. તે દાહ, હરસ, કૃમિ, શૂળ, સોજા અને કોઢને મટાડનાર, વિષનાશક અને રુચિકર છે. બધી ભાજીઓ કરતાં મીઠા લીમડામાં વિટામિન ‘એ’ વધુ પ્રમાણમાં હોય છે. શ્ર્વેતસાર (કાર્બોદિત પદાર્થ) અને પ્રોટીનનું પ્રમાણ પણ અન્‍ય ભાજીઓ કરતાં આમાં વધારે હોય છે. મીઠા […]

સરગવાનાં ફૂલ અને શીંગનું શાક ખવાય છે. તેના પાન, છાલ, મૂળ વગરેના ઔષધીય ઉપયોગો ઘણા છે. આ સરગવાનેસેજનઅનેમુનગાવગેરેનાનામથીપણઓળખવામાંઆવેછે. અંગ્રેજીમાંતેનેડ્રમસ્ટિકપણકહેવામાંઆવેછે. તેનુંવાનસ્પતિકનામમોરિંગાઓલિફોરાછે. ફિલિપિન્સ, મેક્સિકો, શ્રીલંકા,મલેશિયાવગેરેદેશોમાંપણસરગવાનોખૂબજવધુઉપયોગકરવામાંઆવેછે. દક્ષિણભારતમાંવ્યંજનોમાંતેનોઉપયોગકરવામાંઆવેછે.સરગવાનાબીજમાંથીતેલકાઢવામાઆવેછેઅનેછાલ, પાન, ગુંદર, જડવગેરેમાંથીપણઆયુર્વેદિકદવાઓતૈયારકરવામાંઆવેછે. સરગવો સ્વાદે મીઠો, સહેજ તૂરો, તાસીરે ગરમ, ગુણમાં લૂખો, પચવામાં હલકો, અગ્નિદીપક, મળશોધક, ત્રિદોષશામક છે. તે કૃમિનાશક, બરોળ, સોજા, શ્વાસ, તાવ, મેદ, ગોળો, આંખના રોગ, ચામડીના રોગ, માથાનો દુઃખાવો વગેરેમાં સારો છે. સરગવાની છાલ, સાટોડી, ગોખરું અને વાયુવરણાને સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરીને પીવાથી અને તેના કૂચાનો લેપ કરવાથી કેન્સરમાં ઝડપથી લાભ થાય છે. આયુર્વેદમાં 300 રોગોનોસરગવાથીઉપચારબતાવ્યોછે ગામડાંમાંસરગવાનાંકુમળાંઝીણાંપાનઅનેફૂલોનુંપણશાકબનાવવામાંઆવેછે. આશાકદીપક, પાચક, કૃમિનાશકઅનેવાતનાશકગણાયછે. -સરગવામાંકાર્બોહાઈડ્રેટ, […]

ગળપણ ઉપરથી ગોળનું નામ પડ્યું એટલે ગોળ ખૂબ ગળ્યો હોય છે. તે એક વર્ષ જૂનો વાપરવો વધુ સારો. ગોળ ગળ્યો, સહેજ ગરમ, પચવામાં હલકો, ત્રિદોષહર, અગ્નિદીપક, ચીકણો, પથ્ય અને શક્તિપ્રદ છે. આ ઉપરાંત તે થાક ઉતારનાર, લોહીબગાડ મટાડનાર, લોહી શુદ્ધ કરનાર, કામશક્તિ વધારનાર અને રસાયન છે. તે પાંડુ, પ્રમેહ, ઉધરસ, શ્વાસ, કફના રોગ તથા પેટના કૃમિ મટાડે છે. ગોળ વિષે એવી માન્યતા છે કે ગોળ ગરમ અને ખાંડ ઠંડી છે. તેવું નથી, હકીકતમાં ખાંડ જ ગરમ છે અને ગોળ બહુ ઓછો ગરમ છે. ગોળ બાળકો અને વૃદ્ધોને પોષણ આપે છે. […]

પરિચય : થોડાં ‍વરસો પહેલાં આપણાં ઘરોમાં સુવાનો મુખવાસ તરીકે ઘણો ઉપયોગ થતો; ઔષધ તરીકે પણ તેનો અવારનવાર ઠીક ઠીક ઉપયોગ થતો; પરંતુ તેના તીખા અને કટુ સ્‍વાદને કારણે હાલમાં તેનો ઉપયોગ ઘણો જ ઘટી ગયો છે. આ સુવાના ગુણનો ખ્‍યાલ કરીને આપણે ફરીથી તેનો ઉપયોગ વધારવો જોઇએ. દરેક સારી અને ગુણકારી વસ્‍તુનો સ્‍વાદ માણવો જોઇએ. ગુણધર્મ : સુવા કડવા, તીખા, પાચક, સ્નિગ્‍ધ, ઉષ્‍ણ, દીપન અને પેટના વાયુની તકલીફ માટે ઉપયોગી છે. તે વાત, કફ, દાહ, જ્વર, નેત્રરોગ, શૂળ, ઊલટી, વ્રણ, અતિસાર, આમ તથા તૃષાની તકલીફને મટાડે છે. વળી લોહીની […]

આપણે જેને આદું તરીકે ઓળખીએ છીએ, તેને સંસ્કૃત ભાષામાં આદ્રક કહે છે. જે હંમેશાં લીલું ભીનું રહે છે અથવા જેને લીધે મુખમાં પાણી આવે છે અને જે જીભને ભીની રાખે છે. આ કર્મોને લીધે આદુંને આદ્રક કહે છે. આદુંમાંથી જલીયાંશ ઊડી જાય ત્યારે તેને સૂંઠ કહે છે. આદુંમાંથી સૂંઠ બને ત્યારે તેમાં એક ઉડનશીલ તેલ ઉત્પન્ન થાય છે. જેથી સૂંઠ એ વિશેષ તીક્ષ્‍ણ, ઉષ્‍ણ અને ગ્રાહી બને છે. આપણા દેશમાં બારે માસ મળતું આદુ એ આયુર્વેદનું એક અનુપમ ઔષધ છે. આ પક્વ આદુને સૂકવવાથી સૂંઠ બને છે. આમ તો આદુ […]

pista((Pistachios)) પિસ્તા ભારતની પેદાશ નથી. તેને પરદેશથી આયાત કરવા પડે છે. ઈરાન, સિરિયા અને અફઘાનિસ્તાનના પિસ્તા સારા ગુણકારી હોય છે.પિસ્તા ખાસ કરીને પશ્ચિમી એશિયામાં જોવા મળે છે પરંતુ તે મોટાભાગના ભૂમધ્ય ક્ષેત્રમાં પણ ઉપલબ્ધ હોય છે. પોષક તત્વોથી સમૃદ્ધ પિસ્તા એક સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. પિસ્તા સ્વાદે મીઠા તથા સહેજ કડછા છે. તાસીરે ગરમ, પચવામાં ભારે, સહેજ ચીકાશવાળા, મળને સાફ લાવનાર, વાતનાશક, પિત્તકર અને કફહર છે. આમ તો તેને ત્રણેય દોષ માટે સારા કહ્યાં છે. તે શરીરની ઘાતુઓને પોષણ આપી તેનું બૃહણ કરે છે. તે જાતીય શક્તિ અને શારીરિક માટે પણ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors