રસોડાનું અમૂલ્ય ઔષધ અજમો … રસોડાના મસાલામાં અજમો ભલે રોજ ન વપરાતો હોય છતાં ગૃહિણીઓ અજમો પોતાના રસોડામાં જરૃર રાખે છે. ગુવાર કે ફણસી ઢોકળીનું શાક અજમાના વઘાર વગર સામાન્યે જ થતું હોય છે. જે શાક પચવામાં વાયડું હોય તેમાં અજમાનો વઘાર કરવાથી સરળતાથી પાચન થાય છે. * અજમો રૃચિ પેદા કરે છે તેમજ પેટમાં વાયુ થવા દેતો નથી. ડોશીમાના વૈદુમાં અજમો મહત્વનું સ્થાન ધરાવે છે. * ગૃહિણીઓ અજમાના લીલા પાનના ભજિયાં પણ કરે છે. * કફ-શરદીની ઉધરસમાં લોખંડની કડાઇમાં પ્રથમ અજમો શેકવો ને પછીથીતેમાં દૂધ છમકાવી તેમજ હળદર નાખી […]

રોગોમાં ઉપયોગી આયુર્વેદ આયુર્વેદમાં મનના મુખ્ય બે રોગ બતાવવામાં આવ્યા છે. ઇચ્છા અને દ્વેષ. શરીરમાં રોગ થવાનાં ત્રણ દોષ કારણભૂત છે. વાયુ, પિત્ત અને કફ. મનના રોગ થવામાં બે દોષ કારણભૂત છે. રજ અને તમ. આનો સીધો અર્થ એ જ થાય છે કે કોઇપણ રોગ થાય રોગ કોઇપણ અપવાદ વિના કાં તો શરીરને લાગુ પડે છે. કેટલાક રોગોમાં આપવામાં આવેલી ઔષધિથી માનસિક બિમારીઓ જન્મે છે. રોગો મટાડતાં દર્દીની માનસિક સ્થિતિ બગડી જાય છે. આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહેવાથી શરીરમાં તૂટ હાથપગમાં કળતર માથાનો દુખાવો કમરનો દુખાવો માથું ભારે લાગવું, […]

શરીર સ્વસ્થ સમતોલ આહાર અને યોગ જરૂરી છે, તેમ મસાજ પણ શરીરને તંદુરસ્ત રાખવા માટે મહત્વનો ફાળો છે. મસાજ થી શરીર ખડતલ થાયછે.અને માંસપેશીઓને નવજન મળે છે તેથી જ ડિલિવરી પછી થોડા દિવસ massaged કરે છે.મસાજ શરીરને સીધુ પોષણ નો ડોઝ પહોંચે છે. મસાજ નબળા વ્યક્તિ માટે અકસીર ઈલાજ છે.શરીરથી સ્થૂળ વ્યક્તિ રોજ મસાજ કરે તો તેની સ્થુળતા ઓછી થાય છે.                         મસાજ લાભ ૧. મસાજથી રક્તનો સંચાર સારો થાય છે અને શરીર જે ઓછીવતી અવ્યવસ્થા સર્જાતી હોય છે […]

ધરગથ્થુ ઉપચારઃ કબજીયાત માટે * અજમો અને સોનામુખીનું ચુર્ણ હુંફળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટૅ છે. * પાકાં ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છુટો પડી કબજીયાત મટૅ છે. * નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજીયાત મટૅ છે. * રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજીયાત મટૅ છે. * લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટૅ છે. * ખજુર રાત્રે પલાળી રાખી,સવારે મસળી,ગાળીને આ પાણી પીવાથી કબજીયાત મટૅ છે. * કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી,સવારે દ્રાક્ષને […]

* ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્‍ત્રીઓની હિસ્‍ટીરીયા મટે છે. * લસણને પીસીને નાકથી સુંઘવાથી હિસ્‍ટીરિયાની મૂર્છા મટે છે. * સ્‍ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા, એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું, પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે. * પાકાં કેળા, આમળાંનો રસ ને સાકર એકત્ર કરી પીવાથી સ્‍ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે. * જીરા અને સાકરનું ચૂર્ણ પચીસ પૈસાભાર, ચોખાના ધોવાણમાં […]

•ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે. •જમ્‍યા પછી ત્રણચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે. •એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે. •અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે. •ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગવાથી કે ઘામાંથી પુષ્‍કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દૂર થાય છે. •રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામૂખી સરખે ભાગે લઈ ચૂ્ર્ણ ફાકવાથી અશક્તિ […]

•પગના ગોટલા ચઢી જાય તો, કોપરેલ તેલ ગરમ કરી, માલિશ કરવાથી આરામ થાય છે. •સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવાથી દુઃખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે. •તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી સહેજ ગરમ કરી, માલિશ કરવાથી કમરનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શરીર જકડાઈ જવું, લકવો વગેરે મટે છે. •ધંતુરાનાં પાનનો ૮૦૦ ગ્રામ રસ કાઢી, તેમાં ૧૦ ગ્રામ હળદર અને ૨૫૦ ગ્રામ સરસિયું તેલ નાખી, ગરમ કરી, રસ બાળી, માત્ર તેલ બાકી રાખો, આ તેલનું માલિક કરવાથી શરીરનાં જકડાઈ ગયેલા અંગો છૂટાં પડી તકલીફ મટે છે. […]

ખોરાક જ્યારે વધારે પ્રમાણમાં લેવાય ત્યારે શું થઈ શકે છે વધારે પ્રમાણ માં ખવાયેલું મીઠું આંખનાં, ચામડીનાં અને લોહીવિકારનાં રોગો કરે છે. વધારે પ્રમાણમાં ખવાયેલું દહીં શરીરનાં સ્ત્રોતોનો અવરોધ કરીને કબજીયાત, લોહી વિકાર, ચામડીનાં રોગો અને સોજા લાવે છે. વધારે પ્રમાણમાં લેવાયેલ ક્ષાર પુરૂષત્વ અને દ્રષ્ટિને હાની કરે છે, અકાળે વૃદ્ધત્વ લાવે છે. વધારે પ્રમાણમાં ખવાયેલી શિંગ (મગફળી), બટાટાં અને કેળાં પેટમાં વાયુ કરે છે, અજીર્ણ કરે છે અને કબજિયાત કરે છે. વધુ પ્રમાણમાં પિવાયેલા ચા અને બીડી- સિગારેટ ભૂખને મારી નાંખે છે અને ફેફસાંને નબળાં કરે છે. દાંતને નુકશાન […]

પરિચય : ગુજરાત અને ભારતમાં પીપળા (અશ્વત્થ, પીપલ પેડ)ના વૃક્ષને પ્રાયઃ બધા લોકો સારી રીતે ઓળખે છે. તેના ખૂબ ઊંચા અને વિશાળ ઘેરાવામાં થતાં ઝાડ ગામ, નગર, જંગલ, વેરાનમાં સર્વત્ર થાય છે. માર્ગો પર છાંયો કરવા તે રસ્તાની બંને બાજુએ વવાય છે. હિંદુઓ પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્‍ણુ તથા પિતૃદેવોનો વાસ માની તેની પૂજા કરે છે. હિંદુ મંદિરોના પ્રાંગણમાં પીપળો ખાસ હોય છે. તેના પાન ૪ થી ૭ ઈંચ લાંબા, ૩ થી ૪ ઈંચ પહોળા, હ્રદયાકારના, ઉપર જતાં સાંકડા ને અણીદાર અને ઉપરથી ચળકતા-લીસ્સા હોય છે. તેની પર ચણીબોરથી જરા મોટા, […]

લીવર અને મૂત્રાશયના દર્દોની અકસીર ઔષધિ – ભોંય આમલી પરિચય : ગુજરાત તથા ઉષ્‍ણપ્રદેશોમાં ભોંય આમલી કે ભોંય આંબળી (ભૂમ્યામલકી, ભૂઈ આંવલા) નામે ઓળખાતી અને ખાસ ચોમાસામાં ખેતરો અને જંગલોમાં સ્વયંભૂ થતી આ વનસ્પતિના છોડ છ ઇંચથી દોઢ ફૂટના ઊંચા અનેક ડાળીઓવાળા થાય છે. તેનાં પાન ખૂબ ઝીણાં, લંબગોળ અને આંબલીના પાનને મળતાં આવતાં, આંતરે આવેલ હોય છે. પાનની પાછળ સળી પર પીળા રંગના સરસવ જેવડાં નાના અનેક ફળ આવે છે. તેનો સ્વાદ આમળા જેવો હોય છે. તેની પર નર – માદા બંને ફૂલ થાય છે. ચોમાસામાં ફૂલ લીલા કે […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors