તાવ, લીવરનું પરમ ઔષધ – કડુ પરિચય : દેશી વૈદકમાં તાવમાં ખાસ વપરાતું ‘કડુ‘ (કટુકી, કુટકી) મૂળ હિમાલય-નેપાળને સિક્કીમમાં થતી વનસ્પતિ છે. તેના છોડ બહુ વર્ષાયુ, મૂળા જેવા કંદરૂપ હોય છે. તેનું કાંડ સખત, પાન મૂળમાંથી પેદા થતા આગળથી પહોળા, મૂળ તરફ સાંકડા, ચીકણાં, દાંતીવાળા અને કિનારીવાળા હોય છે. ગાંઠ મધ્યેથી સફેદ રંગના નાનાં પુષ્પોની મંજરી નીકળે છે. ફળ જવ જેવા, મૂળ આંગળી જેવા જાડા, અનેક ગાંઠોવાળા, આછા કાળા રંગના ૧-૨ ઈંચ લાંબા, જરા વાંકા, હળવી કડવી ગંધવાળા થાય છે. દવામાં મૂળ જ વપરાય છે. ગુણધર્મો : કડુ સ્વાદે કડવું, […]
ગર્ભધારણ ન કરી શકતી સ્ત્રી માટે આશીર્વાદરૂપ – શતાવરી શતાવરીના મૂળ સફેદ, ગુચ્છાદાર, અણીવાળા, લંબગોળ અને ઘન હોય છે. શતાવરી સ્વાદે મીઠી અને સહેજ કડવી છે. તાસીરે તે ઠંડી છે. પચવામાં ભારે, ચીકાશવાળી, વાત- પિત્તશામક અને કફહર છે. તે બળવર્ધક, મેદ્ય, દુઃખાવો અને બળતરા ઘટાડનાર, શરીરને શાંતિ આપનાર, ઘાને રૂઝવનાર, અગ્નિદીપક, હ્રદ્ય, ગર્ભને પોષણ આપનાર અને સ્થાપનાર, ધાવણ વધારનાર, વીર્યની વૃદ્ધિ કરનાર અને રસાયન છે. તે અમ્લપિત્ત, અલ્સર, મોંના ચાંદાં, બળતરા, રક્તપિત્ત, સ્તન્ય ક્ષય, સ્તન્ય દુષ્ટિ, શુક્રાલ્પતા, શીઘ્રપતન, અપુરુષત્વ, લોહીબગાડ, પ્રદર, આંખના રોગ, ક્ષય, દુર્બળતા અને કૃશતામાં સારી છે. શતાવરી […]
ગરમીના દર્દોનું સસ્તું ઔષધ – મોથ (નાગરમોથ) નાગરમોથ સ્વાદે તીખી-તૂરી તથા ગુણે શીતળ અને કફ-પિત્ત દોષનાશક છે. તે કફ-પિત્તના દર્દો,
ઝાડા, મરડાનું ઔષધ – ઓજમીજીરું/ઈસબગુલ પરિચય : ઓથમીજીરું (સ્નિગ્ધ જીરક, ઈસબગોલ) મૂળ મિસર દેશનું વતની, હાલ ગુજરાતના ઊંઝા-મહેસાણા જિલ્લામાં તેની મોટા પાયે ખેતી થાય છે. એને ઊમતું જીરું કે ઘોડા જીરું પણ કહે છે. તેના છોડ એક ફુટની ઊંચાઈના, પાન-ચપટા, લાંબા અને અણીદાર થાય છે. તેની પર ઘઉંની જેવી ઉંબીઓ (ડૂંડા) થાય છે. તેમાં નાના હોડકા જેવા નાનાં, લાલ ભૂરા રંગના બી થાય છે. તેના આંતર્ગોળ ભાગમાં સફેદ પાતળું પડ, ભૂસીરૂપે અલગ કરાય છે. તેને જ ઈસબગુલ કે ઇસબગોળ કહે છે. જે આજકાલ ઝાડા-મરડાના દર્દમાં વૈદકમાં ખૂબ મોટા પાયે વપરાય […]
ખાંસી અને દમની અકસીર ઔષીધ – ભારંગી પરિચય : નગોડ કુળની આ બહુવર્ષાયુ વનસ્પતિ (ભારંગી)ના ઝાડ ૫ થી ૮ ફુટ ઊંચા ખાસ હિમાલયની તળેટી, નેપાળ, આસામ, પશ્ચિમ ઘાટ ને દક્ષિણ ભારતમાં થાય છે. ગુજરાતમાં તેનાં મૂળ (ભારીંગમૂળ) દવા તરીકે ગાંધીને ત્યાં ખાસ વેચાય છે, તે દમ, શરદી ખાંસીની અકસીર દવા છે. તેની પર બહુ ઓછી ડાળીઓ થાય છે. પાન ૭-૮ ઈંચ લાંબા, લંબગોળ અને ૧-૨ ઈંચ પહોળાં મહુવાનાં પાન જેવા અણીદાર, લૂખા અને ઉપલા ભાગે કાળા ધાબાયુક્ત થાય છે. તેની પર મંજરીરૂપે ગુચ્છામાં સુંદર બે શાખા પર પુષ્પો પ્યાલી આકારનાં […]
શિયાળામાં શ્રેષ્ઠ અશ્વગંધા આયુર્વેદમાં વનસ્પતિનાં મૂળ એવું અશ્વગંધા મહત્ત્વનું સ્થાન ધરાવતું ઔષધ છે. તેનો સ્વાદ તૂરો, કડવો છે. આ ઔષધ ઉષ્ણવીર્ય, વાયુ અને કફને મટાડનારી, વાજીકર, વય:સ્થાપન છે. શિયાળામાં અશ્વગંધા શ્રેષ્ઠ ઔષધ છે.
દેશ અને દુનિયાના સામાન્ય માનવીએ એવી ચિકિત્સા પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેમાં એક રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર તમામ આરોગ્ય પ્રાપ્ત કરી શકાય. અને આ પદ્ધતિ યોગ સિવાય બીજો કોઈ પણ નથી. પતંજલિ યોગપીઠ યોગ અને આયુર્વેદના અદ્દભુત સંગમ છે. જેઓ આર્થિક કારણોસર એલોપથીનો મોંઘો ઉપચાર મેળવી શકતા નથી તેઓને પણ યોગના માર્ગે સરળ, સહજ, પ્રામાણિક અને વૈજ્ઞાનિક ઉપચાર મળે છે. યોગ વિજ્ઞાન થી સંપૂર્ણ શરીરની ચિકિત્સા થાય છે. યોગના અભ્યાસથી આત્મા, મન અને ઇન્દ્રિયોને પ્રસન્નતા અને આરોગ્ય મળે છે.
•દોઢ-બે તોલા મેથી રોજ ફાંકવાથી વા મટે છે. •કોઈપણ પ્રકારના શૂળ-પડખાં, છાતી, હ્રદય કે માથામાં દુઃખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરીને તેના પર માલિશ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો. •મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ ખાવાથી કમરનો દુઃખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડે છે અને હાથ-પગે થતી કળતર પણ મટે છે. •અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુઃખાવો મટે છે. •સૂંઠ અને […]
* કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે. *અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. *દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે. *તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. *એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે. *દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે અને ફેફસાં સાફ બને છે. *આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને […]
•કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. •કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે. •લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે. •લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. •મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે. •મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. •એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે. •થોડી હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.