કાંટાળી વનસ્પતી – થોર થોરની અનેક જાતો છે. તેમાં ત્રિઘારો, ચોઘારો, ગોળ, ડાંડલિયો, ખરસાણી, હાથલો વગેરે મુખ્ય છે, જે વાડ તરીકે કામ આવે છે. ડ્રોઇંગ રૂમની સજાવટ માટે બીજા અનેક પ્રકારના કેકટ્સ જોવા મળે છે. આપણે ત્યાં ત્રિઘારો અને ખરસાણી થોર દવામાં વપરાય છે. થોરનો રસ કડવો, તાસીરે ગરમ, પચવામાં હલકો, ચીકાશવાળો, જલદ, કફ-વાતહર, તીવ્ર વિરેચક અને મળને તોડનાર છે. પાંડુ, પેટના રોગ, ગોળો, ઝેર, જલોદર, સોજા, પ્રમેહ, ગાંડપણ, કબજિયાત વગેરેમાં તે ખાસ આપી શકાય. થોરનું દૂધ, તેના પાન વગેરે ઔષધ તરીકે વપરાય છે. પેટમાં દુઃખતું હોય તો થોરના દૂધનો […]
મંદપાચન, પેટના દર્દોની અકસીર ઔષધિ – લીંડીપીપર, પીપરીમૂળ પરિચય : ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ગણદેવી-સુરત-મરોલી તરફ લીંડીપીપર ( પિપ્પલી, પીપલ છોટી, ગ્રંથિક, પીપલામૂલ) ખાસ થાય છે. તેના બહુવર્ષાયુ વેલા થાય છે. તેના પાન નાગરવેલના પાનને અદ્દલ મળતા આવે છે. ફકર તેમાં એટલો છે કે લીંડીપીપરના ડીંટડાં પાસે ખાંચા હોય છે. જે નાગરવેલના પાનને હોતા નથી. શાખાની ઉપરના મોટા અને પહોળા તથા પાંચ-સાત નસોવાળા અને લાંબા ડીંટડાવાળા હોય છે. પાન ખૂબ સુંવાળા, ચીકણાને અણીદાર હોય છે. તેની પર એકલિંગી પુષ્પદંડ ૧-૩ ઈંચ લાંબો અને સ્ત્રી પુષ્પદંડ અર્ધો ઈંચ લાંબો હોય છે. વેલ […]
ગરમીનાં દર્દોની સુલભ ઔષધિ – ગરમાળો પરિચય : રસ્તા અને ખાનગી જાહેર બાગ-બગીચામાં ગરમાળા (આરગ્વધ, અમલતાસ)ના સુંદર પુષ્પો અને શીતળ છાંયા આપતા વૃક્ષો સર્વત્ર ખાસ વવાય છે. તેનાં વૃક્ષો ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા અને પાન સંયુક્ત, એક થી દોઢ ફૂટ લાંબી સળી પર થાય છે. તેની ઉપર ચૈત્ર-વૈશાખમાં પીળા, કેસરી કે રાતા રંગના સુંદર, અલ્પ મધુરી વાસના, પાંચ પાંખડીના પુષ્પો થાય છે. ઝાડ ઉપર અંગુઠાથી જાડી, ગોળ અને દોઢ બે ફૂટ લાંબી, રતાશ પડતા કાળા રંગની શીંગો થાય છે. આ શીંગો લીસી, ચળકતી અને અંદર અનેક ખાનાવાળા, પુષ્કળ બી […]
કેશ શુદ્ધ કરી તેની રક્ષા કરનાર – શિકાકાઈ પરિચય : ભારત અને ગુજરાતના જંગલોમાં ચિકાખાઈ (વિમલા, સાતલા/શિકાકાઈ)ના ઘણા મોટા અને કાંટાવાળા ઝાડવા થાય છે. તેની ડાળીઓ ભૂખરા અને સફેદ ધાબાવાળી હોય છે. એનાં પાંદડા ખૂબ બારીક, સામસામે સળી પર ૨૦-૨૨ની જોડમાં થાય છે. જાળીઓ પર નાના હુક જેવા કાંટા હોય છે. પાન ખાટા રેચક અને ૨ થી ૪ ઈંચ લાંબા થાય છે. ફૂલ ગોળાકાર ઉપર રેસા કે પુંકેસરવાળા હોય છે. તેની પર રેષાકાર, લંબગોળ, માંસલ અને નવી હોય ત્યારે જાડી પણ સુકાયેથી પાતળી-કરચલીવાળી, લાલ રંગની શીંગો (ફળી)થાય છે. શીંગ અરીઠા […]
લીવર, માસિક અને દાઝ્યાનું પરમ ઔષધ – કુંવાર પાઠું પરિચય : ગુજરાત અને ભારતમાં ઘરગથ્થુ ઔષધિ તરીકે વપરાતી કુંવાર પાઠું (કુમારી, ગ્વારપાઠા) ઔષધિનાં છોડ વેરાન ભૂમિમાં આપમેળે ઊગી નીકળે છે, તેમજ તેને ઘર આંગણે કુંડામાં કે બાગ-બગીચામાં ખાસ વવાય છે. તેના બહુવર્ષાયુ છોડ ૨ થી ૩ ફુટ ઊંચા થાય છે. તેના મૂળમાંથી ચારે તરફ જાડા, ચીકણા પાણી જેવા રસાળ ગર્ભવાળા, કિનારીએ કાંટાવાળા અને છેડેથી અણીદાર, ૧૦ ઈંચથી ૨ ફૂટ લાંબા અને ૨ થી ૪ ઈંચ (નીચેનો ભાગે) પહોળા પાન થાય છે. પાનનો રસ ગર્ભ સફેદ પડતો આછો પીળો, કડવો હોય […]
અંગના સોજા મટાડનારી સુલભ ઔષધિ – સાટોડી પરિચય : ગુજરાતમાં વાડી-ખેતરોમાં, રસ્તાની પડખેની કે મેદાનની રેતાળ જમીનમાં સર્વત્ર ‘સાટોડી‘ (પુનર્નવા, વિષ ખપરા / હટસિટ) નામની વનસ્પતિના છાતલા છોડ વધુ વ્યાપકપણે થાય છે. તેની બે જાતો છે. સફેદ ફૂલની સાટોડી અને લાલ ફૂલની ડાળખીવાળો સાટોડો કે સાટોડી. વૈદકમાં સાટોડી સોજા, લીવર, પાંડુ, જળોદર, તથા કિડનીના દર્દમાં ખૂબ જ વપરાય છે. તેનાં છોડ-છાતલા જમીન પર પથરાય છે. કે વાડે ચડે છે. તેની ડાંડી અને શાખા સુતળી જેવી જાડી હોય છે. એક મૂળમાંથી શાખાઓ ચારે તરફ ફેલાય છે. પાન જરા ગોળ જેવા, તાંદળજાની […]
વીર્યવર્ધક, સંતાનપ્રદ મહાવૃક્ષ – વડ પરિચય : હિંદુપ્રજા પીપળાની જેમ વડ (વટવૃક્ષ, બડ કા પેડ, બરગદ)ને પણ પૂજ્ય – પવિત્ર વૃક્ષ ગણે છે. ગુજરાત અને ભારતમાં વડના વૃક્ષથી પ્રાયઃ બધા પરિચિત છે. તે મંદિરોનાં પ્રાંગણમાં તથા ગામના ગોંદરે તથા માર્ગો પર છાંયો કરવા ખાસ વવાય છે. સર્વ વૃક્ષોમાં વડ ઊંચાઈ અને વિશાળ ઘેરાવામાં પ્રથમ નંબર લે છે. વડ એક દીર્ઘાયુ, ઊંચું, વિશાળ અને ૨૦ થી ૩૦ ફૂટનાં ઘેરાવાવાળો થડ ધરાવતું મહાવૃક્ષ છે. તેની પર સૂતળી જેવી જટાઓ ડાળીઓ પરથી નીકળી જમીનમાં પ્રવેશી ત્યાંથી નવા થડરૂપે ફેલાય છે. પાન ગોળાકાર ૪ […]
દંતરોગમાં ઉત્તમ – બાવળ બાવળને કોણ નહિ ઓળખતું હોય ? રોજ સવારે બાવળના દાતણ કરવાની મજા જેણે માણી હશે તે બાવળને કદાપિ નહીં ભૂલે. બાવળનો રસ તૂરો, તાસીરે ઠંડો, ગુણમાં ભારે, લૂખો, કફ-પિત્તશામક, રક્તરોધક, વ્રણરોપણ, સ્તંભક, સંકોચક, કૃમિધ્ન, મૂત્રલ, બલ્ય અને વિષધ્ન છે. બાવળની છાલમાં તાજું કલોરોફીલ પ્રચુર પ્રમાણમાં છે. તેથી તાજું દાતણ કરવાથી મુખશુદ્ધિ થાય, મોંની ચીકાશ દૂર થાય, મોંની દુર્ગંધ મટે, જંતુ અને સડો અટકે, દાંત મજબૂત બને અને તેના રોગો દૂર થાય છે. સગર્ભા સ્ત્રી બાવળના સૂકા કે લીલાં પાન ચાવીને ખાય તો બાળક ગોરું આવે છે, […]
કફદોષનાશક અને વાળ કાળા કરનાર – બહેડાં પરિચય : પથરાળ અને ચૂનાવાળી જમીન પર તથા જંગલોમાં ખાસ થનારા બહેડા (બિભીતક, બહેડા)ના ઝાડ ૧૫ થી ૧૦૦ ફુટ ઊંચા, હરડેના ઝાડ જેવા થાય છે. એના પાન વડના પાન જેવાં ૩ થી ૬ ઈંચ લાંબા ઈંડાકાર પણ જરા પહોળાં, તામ્રવર્ણના, જરા દુર્ગંધયુક્ત થાય છે. તેની ઉપર ૩-૬ ઈંચ લાંબી સળી ઉપર નાના નાના પીળાશ પડતાં પુષ્પોની મંજરી આવે છે. બહેડાના ફળ ૧ ઈંચ લાંબા, ભૂખરા (ધૂળિયા)રંગના અને ઉપર જાડી છાલ પણ વચ્ચે કઠણ ઠળિયો હોય છે. તે ઠળિયામાં વચ્ચે સફેદ મીંજ હોય છે. […]
પેશાબના દર્દોમાં અકસીર – વાંસ કફ-શરદી-શ્વાસ નાશક – વાંસકપૂર (વંશલોચન) પરિચય : ગુજરાતના ડાંગ, આહવા, પંચમહાલ, ગીરનાર જેવા પ્રદેશોના જંગલોમાં વાંસ (વંશ, બાંસ, વંશલોચન, બાંસકપૂર) તેના ખાસ બેટમાં જથ્થાબંધ થાય છે. વાંસ ૨૦ થી ૫૦ ફૂટ ઊંચા, સીધા, કાંટાવાળા, ૬-૭ ઇંચ વ્યાસના, લગભગ ૨૦ ઇંચ ૧ નક્કર ગાંઠવાળા હોય છે. બહારની છાલ પીળી, લિસ્સી, ચમકતી હોય છે. વાંસ પોલા અને નક્કર એમ બે જાતના થાય છે. સામાન્ય રીતે બે ગાંઠ વચ્ચેના ભાગે વાંસ અંદર પોલો થાય છે. તેની પર ૭ ઇંચ લાંબા, ભાલા જેવા અણિદાર, નીચેથી ગોળાકાર, ગુચ્છામાં પાન આવે […]