પરિચય : તજ એ એક તેજાનો છે. પ્રત્યેક ઘરમાં અવારનવાર તેનો જુદો જુદો ઉપયોગ થતો હોય છે. તજ એ \’તજ\’ ના જ નામથી ઓળખાતા ઝાડની છાલ છે. પાતળી તજ સારી ગણાય છે. ગુણધર્મ : તજ તીખી, મીઠી, કંઠને સુધારનાર, લઘુ, રુક્ષ, સહેજ કડવી, કિંચિત્ ગરમ અને પિત્તકર છે. તે કફ, વાયુ, હેડકી, ઉધરસ, ઊલટી, હ્રદયરોગ, ખરજ, આમ, પીનસ (નાકમાં થતો એક રોગ), ધાતુવર્ધક, સ્તંભક, તૃષાશામક અને મુખદોષનાશક છે. તે ઉપરાંત ગર્ભાશયની ઉત્તેજક અને સંકોચક હોવાથી સુવાવડ પછી લેવાથી ગર્ભાશયને દરેક પ્રકારે સામાન્ય બનાવે છે. તે દરેક પ્રકારના તાવને મટાડી શરીરને […]
બધાં દ્વિદળ ધાન્યોમાં (કઠોળમાં) મગ સૌથી શ્રેષ્ઠપ અને પથ્ય છે. એ માંદા માણસોનો તો ખાસ ખોરાક ગણાય છે. ગુજરાતી ભાષામાં મગ વિશે લોકોક્તિ છે : ‘મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું,‘ બે-ચાર મહિના ખાય તો, માણસ ઉઠાડું માંદું.‘ મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. સામાન્ય રીતે મગ દરેક જાતની જમીનમાં થાય છે, છતાં તેને હલકી, ગોરાડુ કે મધ્યમ, કાળી અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. વરસાદની શરૂઆતમાં ચોમાસુ પાક તરીકે તેને વાવવામાં આવે છે. બાજરી સાથે મિશ્રપાક તરીકે પણ તે વવાય છે. તેના છોડ આશરે દોઢ-બે […]
પરિચય : આમલીનો ઉપયોગ પ્રત્યેક ઘરમાં કોઇને કોઇ રીતે થતો જ હોય છે. આમલી નવી કરતાં થોડા મહિનાની જૂની હોય તો વધુ સારું. ગુણધર્મ : આમલી અત્યંત ખાટી, ગ્રાહક, ઉષ્ણ, રુચિકર, અગ્નિદીપક, મધુર, સારક, હ્રદ્ય, ભેદક, મળને રોકનાર, રુક્ષ અને બસ્તિરોચક છે. તે ઉપરાંત વ્રણદોષ, કફ, વાયુ અને કૃમિની નાશક છે. ઉપયોગ : આમલી પ્રમાણમાં થોડી ખાવી. તે અતિ ખાટી હોવાથી સાંધા પકડાવાની તકલીફ થઇ શકે; પરંતુ થોડા પ્રમાણમાં કયારેક ખાવાથી મુખશુદ્ઘિ થાય છે. ખાદ્ય પદાર્થોમાં આમલી ઉમેરવાથી તે વધુ રુચિકર અને સ્વાદિષ્ટ બને છે. જોકે આમલીથી ખાસ કોઇ ફાયદો […]
(૧) કાન વહેતો હોય અને સણકા આવતા હોય તો લસણને જરા છૂંદી, તલના તેલમાં ઉકાળી આ તેલનાં બે-બે ટીપાં દિવસમાં બે વખત કાનમાં નાખવાં. (૨) આધાશીશી (અર્ધા માથાનો દુખાવો) ઉપર : લસણનાં ત્રણ-ચાર ટીપાં નાકમાં પાડવાં. (૩) ન પાકતા ગૂમડા અને ગાંઠ ઉપર : લસણ અને મરી વાટીને તેનો લેપ લગાડવો. (૪) જખમ પાકે નહિ અને તેમાં કીડા પડે નહિ તે માટે લસણનો લેપ લગાડવો. (૫) સર્વ પ્રકારના વાયુ ઉપર : ૫૦ ગ્રામ લસણ છોલી તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ અને મરી આ છ વસ્તુઓ દરેક દસ-દસ ગ્રામ લઇ, […]
ઘણીવાર વધારે પડતું મસાલેદાર કે તીખી વસ્તુ ખાવામાં આવી જાય તો પેટમાંદુખાવા સાથે જલન થાય છે. અમુક સરળ ઘરગથ્થુ ઉપચારથી તરત મટાડી શકાય છે •અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે. •સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. •સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે. •આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે. •એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે. •દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી […]
પરિચય : ફુદીનાથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ ઉપયોગમાં આવતા લીલા મસાલામાં ફુદીનો અગત્યનું સ્થાન ધરાવે છે. ફુદીના વગર કોથમીરની ચટણી ફીકી લાગે. આપણે ત્યાં દરેક જગ્યાને તે સહેલાઇથી ઊગે છે. તેમાંથી એક પ્રકારની સરસ ગમે તેવી સુગંધ નીકળતી હોય છે. ઔષધ તરીકે બહુ ઉપયોગી છે. જેટલું પ્રાધાન્ય તુલસીને આપવામાં આવ્યું છે તેનાથી પણ વધુ પ્રાધાન્ય કદાચ ફુદીનાને આપી શકાય.
જાવંત્રી ,જાયફળ પરિચય : જાવંત્રી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. જાયફળના ઝાડને પ્રથમ જે ફળ આવે છે તે થોડાં મોટાં હોય છે. જાયફળ તેની અંદરનું ફળ છે. જાયફળની ઉપરની બાજુ જે છાલ હોય છે તે જ જાવંત્રી છે. જાયફળ અને જાવંત્રી જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ, ભોજન પર રુચી ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હીતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગંધ, કૃમી, ઉધરસ, ઉલટી-ઉબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે. જાયફળ ઉંઘ લાવનાર, વીર્યના શીઘ્ર સ્ખલનને મટાડનાર તથા મૈથુનશક્તી વધારનાર […]
પરિચય : લીલાં મરચાંથી આપણે સહુ પરિચિત છીએ. સૂકાં લાલ મરચાં કરતાં લીલાં મરચાંનો ઉપયોગ હિતાવહ છે. સ્વાદની રીતે પણ તે ચઢિયાતાં હોય છે. લીલાં મરચાં કોથમીરની ચટણીમાં અગત્યનો ભાગ ભજવે છે, વળી તે ઓછાં ગરમ પડે છે, કારણ કે લીલાં મરચાંમાં પાણીનું પ્રમાણ ખૂબ વધૂ હોય છે. આમ છતાં, તીખું બને તેટલું ઓછું ખાવું. મધ્યમ પ્રમાણ રાખવું. વધારે પડતું તીખું ખાવાથી હોજરીમાં અને આંતરડાંમાં દાહ ઉત્પન્ન થઇ, ચાંદાં પડવાનો સંભવ છે. ગુણધર્મ : તે તીખાં, ઉષ્ણ, પાચક, લોહીવર્ધક, પિત્તલ, દાહક, રુક્ષ, અગ્નિદીપક છે. તે કફ, આમ, કૃમિ અને શુળનો […]
કોથમીરઃ આંખ માટે ઉતમ અંગ્રેજી: Coriander, હિંદી: धनिया, વૈજ્ઞાનિક નામ: Coriandrum sativum પરિચય : કોથમીર એ ધાણાની પ્રાથમિક અવસ્થા છે. કોથમીરથી આપણે સહુ સારી રીતે પરિચિત છીએ. દરરોજ આવતા લીલાં મસાલામાં કોથમીર મુખ્ય હોય છે. દાળ, કઢી વગેરે વ્યંજનો જરૂરી મસાલા નાખીને સ્વાદિષ્ટ બનાવી શકાય; પરંતુ વ્યંજન ચૂલા પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર સમારીને નાખવી. કોથમીર નાખવાથી તેની સુગંધ આખા રસોડામાં ફેલાઇ જાય છે અને મગજને તાજગી મળે છે.
મીઠુ: જેના વિના શરીર ને સ્વાદ ફિક્કા પરિચય : મીઠું \’સબરસ\’ને નામે પ્રસિદ્ઘ છે. તેના વગર વ્યંજનો ફિક્કાં લાગે, એટલું જ નહિ શરીરને તેની જરૂર પણ છે. તેના વગર લોહીમાંની ઘટ્ટતા વધે છે અને લોહીના પરિભ્રમણમાં ખામી સર્જાય છે. મીઠું આવી પરિસ્થિતિ સર્જાવા દેતું નથી. આમ છતાં, મીઠાનું પ્રમાણ વધવા ન પામે તેનો પણ ખ્યાલ રાખવો. જો લોહીમાં મીઠાનું પ્રમાણ વધી જાય તો લોહીની જામવાની પ્રતિક્રિયા ઘટી જાય છે. જો આમ થાય તો કશું વાગવાથી અથવા પડી જવાથી લોહી નીકળવા લાગે તો તે બંધ થવામાં મુશ્કેલી પડે છે. આથી મીઠાનો સપ્રમાણ […]