પાચનતંત્ર માટે ઉપયોગી – સોપારી મોટી અને વજનદાર સોપારી ગુણમાં ઉત્તમ છે. સડેલી, ખોરી, પોચી, ફોફી, હલકી, નાની સોપારી ખાવી નહિ. સોપારી સ્વાદે તૂરાશ પડતી મીઠી છે. તાસીરે તે ઠંડી છે, પચવામાં ભારે, અગ્નિદીપક, આહારપાચક, મળશોધક, વાતકર અને કફ- પિત્તનાશક છે. તે અવાજ અને પાચનતંત્ર માટે ઉપયોગી તથા પથ્ય છે. સોપારીનો વધુ ઉપયોગ સારો નહિ. તે લોહીનું પાણી કરી નાખે છે અને શરીરે સોજા ઉત્પન્ન કરે છે. સોપારી ખાનારે ઘીનું અધિક સેવન કરવું જોઈએ. માથાના દુઃખાવામાં સોપારી ઘસીને માથે ચોપડવી. સોપારીને બાળી તેની રાખ કરી ઊલટીમાં આપવાથી ઊલટી બંધ થાય […]
દશેરાના દિવસે પૂજાતું પવિત્ર વૃક્ષ – શમીવૃક્ષ પરિચય : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખીજડો, સમડી કે શમીવૃક્ષ (શમીવૃક્ષ, છોંકર)ના ૧૫ થી ૩૦ ફુટ ઊંચા કાંટાળા વૃક્ષ ઘણાં થાય છે. હિંદુઓ આ વૃક્ષને પવિત્ર માની દશેરાના દિવસે તેની પૂજા કરે છે. મૂળ ૬૦ થી ૮૦ ફૂટ જેટલા ઊંડા જાય છે. ઝાડની ડાળીઓ પાતળી, ઝુકેલી અને ભૂખરા રંગની અને છાલ ફાટેલી, ખરબચડી, બહારથી શ્વેતાભ, અંદરથી પીતાભ ભૂખરી થાય છે. તેનાં પાન બાવળ કે આમલીના પાન જેવાં પણ નાના, સંયુક્ત, એક સળી પર ૧૨ જોડકામાં હોય છે. તેની પર પીળાશ પડતાં સફેદ પુષ્પો થાય છે. ઝાડ […]
પરિચય : અળસી કે અળશી (અતસી, અલસી)નાં છોડ ગુજરાત – ભારતમાં સર્વત્ર થાય છે. આ છોડ દોઢ બે ફુટ ઊંચો, સીધો અને નાજુક હોય છે. એની ઊભી સળીઓ પર બારીક, લાંબા અને એક એકનાં આંતરે ૧ થી ૩ ઇંચ લાંબા ઘાસ જેવાં પાન થાય છે. તેની પર આસમાની રંગના ટોકરા આકારનાં, ચક્રાકારનાં સુંદર પુષ્પો આવે છે. એની પર ગોળ દડા જેવા ૧૦ ખાનાવાળાં ફળ થાય છે. તે દરેક ખાનામાં ૧-૧ ચકચક્તિ, ચીકણા, ચીપટા, જરા લાંબા, અંડાકાર, ગંધરહિત, તેલી, ભૂખરાં? રંગનાં બી થાય છે. બીમાં પીળાશ પડતા સફેદ રંગનો ગર્ભ (મગજ) […]
આ વૃક્ષ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. બંદૂકનો દારૂ […]
સોજા, મારચોટની ઔષધિ – આવળ પરિચય : સૌરાષ્ટ્ર – ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં વન-વગડામાં, રસ્તાની પડખે કે પડતર જમીનમાં આવક (આવર્તકી, ખખસા) નાં નાનાં છોડ વ્યાપક પણે જોવા મળે છે. છોડ ૩ થી ૬ ફુટ ઊંચા, અનેક ડાળીવાળા, આમલીનાં પાન જેવા દરેક સળી ઉપર ૮ થી ૧૨ સંયુક્ત પાન, ફૂલ પીળા રંગનાં, નાનાં અને ગુચ્છામાં થાય છે. તેની ઉપર લાંબી, ચપટી, તપખીરી રંગની શીંગ થાય છે. જેની અંદર ગોળ-ચપટાં ૧૦-૧૨ બીજ થાય છે. આવળની છાલ કપડાં તથા ચામડા રંગવા ખાસ વપરાય છે. આવળની છાલ, પાન, ફૂલ, બીજ, મૂળ અને પંચાંગ […]
મૂત્રમાર્ગની પથરી બલ્ય વનસ્પતિથી મટ્યા પછી ફરી થતી નથી હાલમાં પથરી અને કીડનીના દર્દીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પથરીને કારણે હાઈબ્લડપ્રેસર અને બીજા ઉપદ્રવો પણ રહે છે. પથરીની સમયસર ચિકિત્સા ન કરવામાં આવે તો કીડનીને લગતા કેટલાક રોગો પણ થાય છે. કોઇ વખત એકાદ વખત ઓપરેશન કરાવી કઢાવી નાખ્યા પછી પણ ફરી પથરી થાય છે અને દર્દી હૃદયદ્રાવક પીડામાંથી પસાર થાય છે. કીડનીમાંથી ઓપરેશન કરી પથરી કઢાવવી સામાન્ય બાબત નથી. એટલે દર્દી બીજી ચિકિત્સા પઘ્ધતિઓ તરફ વળે છે. આવા કંટાળેલા દર્દી અને એક્સરે વગેરેમાં ન પકડાતી ક્ષારની રેતી કે […]
‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર વૈદ્ય ન જાય.‘ ‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર વૈદ્ય ન જાય.‘ કહેવત ઘણી સાચી છે. તુલસીનો રસ તીખો અને સહેજ કડવો છે. તાસીરે તે ગરમ છે. પચવામાં હલકી અને લૂખી છે. તે વાત-કફશામક અને પિત્તવર્ધક છે. તે જંતુધ્ન, દુર્ગંધનાશક, ઉત્તેજક, અગ્નિદીપક, આમપાચક, કુમિધ્ન, હ્રદયોત્તેજક, રક્તશોધક, શોથહર, મૂત્રલ, સ્વેદજનન, જ્વરધ્ન અને વિષધ્ન છે. શરદી, સળેખમ, ઉધરસ, દમ જેવા રોગોમાં તુલસીનો રસ રોગીને પાવો. મોં વાસ મારતું હોય, ભૂખ મરી ગઈ હોય, ખાવામાં રુચિ ન હોય, પેટ ભર્યું ભર્યું લાગતું હોય તો તુલસીના […]
હ્રદયરોગીઓ માટે ઉપયોગી ઔષધી – સાદડ સાદડ એટલે અર્જુન. તેની સફેદ અને રાતી એમ બે જાત છે. તેની છાલ ચોસલા લગાવ્યા હોય તેવી લાગે છે. બહારથી તે ચીકણી હોય છે. અંદરથી સુંવાળી, જાડી અને રાતી હોય છે. સાદડનો રસ તૂરો છે અને તાસીરે ઠંડી છે. તે હલકી તથા લૂખી છે. હ્રદયરોગ માટે ખૂબ પ્રચાર પામેલ છે. તે કફ–પિત્તશામક, મેદોહર, વિષધ્ન, હ્રદ્ય, જ્વરહર, વ્રણરોપણ અને શામક છે. તેની છાલનું ચૂર્ણ અને ઉકાળો વપરાય છે. તે ઉપરાંત તેનો ક્ષીરપાક, ઘી, અર્જુનારિષ્ટ વગેરે પણ બનાવાય છે. ક્ષીરપાક અને ઘીમાં તેની તીક્ષ્ણતા ઘટે છે. […]
પરિચય : કોકમ પણ આમલીની જેમ રસોઇને સ્વાદિષ્ટ બનાવે છે. તે આમલીના જેટલું નુકસાનકર્તા નથી. કોકમની બે જાત છે. કાળાં અને સફેદ. કાળાં કોકમ ઓછા પ્રમાણમાં નુકસાનકર્તા છે પણ આમલી જેટલાં નહિ. સફેદ કોકમ કોકમનાં ફૂલ તરીકે ઓળખાય છે. તે કાળાં કોકમ કરતાં વધુ નુકસાનકર્તા છે. ગુણધર્મ : કોકમ મધુર, રુચિકર, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્ણ, ખાટાં, તૂરાં, રુક્ષ, અગ્નિદીપક, પિત્તકર, ગુરુ, કફકારક છે. તે હ્રદયરોગઘ હરસ, વાયુગોળો, કૃમિ, ઉદરશૂળ વગેરેમાં ફાયદાકારક છે. ઉપયોગ :
પરિચય : તમાલવૃક્ષનાં પાંદડાંને \’તમાલપત્ર\’ કહેવાય છે. તમાલવૃક્ષનાં પાંદડાં તજ વૃક્ષનાં પાંદડાં જેવાં જ હોય છે. તેના ગુણ પણ લગભગ એકસરખા જ છે. ગુણધર્મ : તમાલપત્ર મધુર, તીક્ષ્ણ, કિંચિત્ ગરમ અને લઘુ હોય છે. તે તજા ગરમી, કફ અને પિત્તની તકલીફ મટાડે છે. આંતરડાંમાંના આમપ્રકોપનું શમન કરે છે અને કફપ્રધાન રોગોમાં ફાયદો કરે છે. તે પાચનતંત્રના રોગોમાં પણ ઉપયોગી છે. વારંવાર થતી ઝાડાની તકલીફમાં તે સારો ફાયદો કરે છે. ગર્ભાશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે […]