જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય? * સાચી શાંતી અને આનંદ અવિરતપણે અનુભવાય. * હિંમત અને આત્મવિશ્વાસ જન્મે. * અનેક સંકટો વચ્ચે પણ હરિનામ ન છુટે. -હિરણ્યકશિપુએ પ્રહલાદ પર વિતાવવામાં બાકી નહોતું રાખ્યું,છતાં તેણે હરિરટણ ન છોડયું તે નજ છોડયું. -સુધન્વાએ ઉકળતા તેલની કડાઈમાં પણ ભગવાનનુ સ્મરણ ચાલુ રાખ્યું. -ઇશુએ વધસ્તંભ પરપ્રાણ અપ્રિત કરવામાં પાછી પાની ન કરી. -સૌક્રેટિસે સત્યનો મહિમા સમજાવવા ઝેરનો પ્યાલો ગડગડાવવામાંખચકાટ ના અનુભવ્યો. * રાગ-દ્રેષ સમી જાય છે. * વિશાળતાનો -વ્યાપકતાનો સંગ થઈ જાય. * સ્વીકારનો ભાવ જળવાઈ રહે. * વાદવિવાદ,તર્ક-વિતર્ક દોડધામની વૃતિ શમી જાય. * […]
પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા? *અનુભવીનો સંગ કરવો. * પ્રત્યેક વ્યક્તિએ પોતાની અંદરના બંધારણ અનુસાર માર્ગ શોધવાનો હોય છેઃ પણ સર્વ સામાન્ય માર્ગ બે પ્રકારના હોય છે (૧) આત્મસ્મરણનો ઃ -પોતાનાથી બધુ ભિન્ન છે,આત્માથી અલિપ્ત છે એવું સતત ભાન રાખવાનો,સાક્ષીભાવનો માર્ગ અથવા -સર્વ વિકારો સતી જાય તેવો માર્ગ ૨) આત્મવિસ્મરણનોઃ -ભક્તિનો,ભાવજગતમાં તરબોળ રહેવાનો નમાર્ગ.
વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ? * ચેતના એ શું છે તે સમજાય પછી. * ભગવતગીતાએ બે માર્ગ બતાવ્યા છેઃ (૧) જયારે સર્વ ભુત માત્રનું પૃથકત્વ એટલે નાનાત્વ એકત્વરૂપે (જાંણવા માંડશે) અને આ એકતત્વથી સર્વ વિસ્તાર (થયેલો છે)એમ દેખાવા માડશે,ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થશે. (૨) જેની બુધ્ધિ નિર્મલ થયેલી છે એવો યોગી દઢતાપ્રુર્વક પોતાની જાતને વશ કરીને, રાગદ્રેષ જીતીને,એકાંતનું સેવન કરીને,આહાર ઓછો કરીને,વાણી,શરીર અને મનને અંકુશમાં રાખીને ધ્યાન યોગમાં નિત્ય પરાયણ રહીને,વૈરાગ્યનો આશ્રય લઈને,અહંકાર,બળ,દર્પ,કામ,ક્રોધ અને પરિગ્રહ ત્યજી દઈઅને,મમતરહિત અને શાંત થઈને બ્રહ્મભાવને પામવા યોગ્ય બને છે.
અહં શું છે? * ક્રિયાશક્તિમાં વ્યાપેલો અન્તઃકરણનો એક વિભાગ. -કાર્ય કરવાનું જે બળ તે અહં છે. -જે બળનો પિંડના-દેહના હિત માટે ઉપયોગ થાય તે અભિમાન,બળનો અન્યના હિત માટૅ ઉપયોગ થાય ત્યારે અહં સહાયરુપ થાય છે. -અહંનો સ્વભાવ વિષમતા ઉભી કરવાનો છે અહં સંવાદિતાથી વર્તવા દેતું નથી,સંવાદિતાને તોડી નાખનારુ બળ છે. -સૌથી વધુ નુકશાન કારક શક્તિ.
મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે સિધ્ધ કરી શકે? * ‘લધુતાસે પ્રભુતા મિલે’ એ સુત્રનો ઉપયોગ કરવાથી. * અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે. * સત્-ચિત-આનંદમાં રમમાણ રહે. * કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય. * ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે. * બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.
સાચુ જ્ઞાન કયું? * જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે. * પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું. * જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન. * પોતાને પોતાની ઓળખાણ કરાવનાર. * માયાના બંધનમાથી મુકત કરનાર. * અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર. * પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર. * પોતાની,પરમાત્માની,જીવની તથા ચોવીસ તત્વોની ઓળખાણ. * જેમાં જ્ઞાનનું તો નહિ જ પણ અન્ય કોઈ પ્રકારનું અભિમાન હોતું નથી. * સર્વત્ર બ્રહ્મસર્શન.
ત્યાગ કોને કહેવાય ? * મારાપણાની ભાવનાને દેહ અને દશ્ય વિભાગમાંથી ટાળવી * ઇચ્છાજનિત અને ઇચ્છારહિત બધા કર્મોનાં ફળ પરમાત્માને અર્પણ કરવા<. * દુઃખી અને નિરાધાર લોકોના કલ્યાણ અને સેવા માટે પોતાનાં સુખ-સગવડોની ચિંતા ન કરવી. * કશુંક છોડતી વેળા અભિમાન કે અંગત લાભની ગંધ સરખી ન હોય ભાગેટુ વૃતિ ન હોય પ્રેમની નિરંતર હાજરી હોય એને ત્યાગ કહેવાય.