ભગવત્પ્રાપ્તિ માટેના સુલભ સાધનો કયાં છે? * ભક્તિ. * શીલ. * સદાચાર. * સત્કર્મમાં નિષ્ઠા. આપણુ લક્ષ્યાક શું છે? * અસત્યમાથી મુકત થઈ સત્ય ભણી પ્રયાસ કરાવું. * અંધકાર છોડી પ્રકાશ ભણી ગતિ કરવી. * ક્ષણિક,ક્ષણભંગુર અને નાશવંતનો સથવારો છોડી નિત્ય-શાસ્વત-સનાતન ભણી ડગ ભરવા.
અંદરનો બગાડ દુર કરવાનું સાધન કયું ? * કર્તાપણાનો અને ભેકતાપણાનો ભાવ જાગે ત્યારે. આપણી અંદર રહેલા મેલને દુર કરવા શું કરવું જોઇએ? * યાંત્રીક જીવન જીવવાને બદલે નિત્ય જાગ્રત પણે જીવવું, જેથી આપણી નબળાઇઓનો ખ્યાલ આવે. * નબળાઈઓને વળગી રહેવાને બદલે વીણીવીણીને બહાર કાઢવી. * આપણી અંદરની શુભ શકિતઓ બળવાન બને તે માટે નિત્ય નામ સ્મારણ,શુભ વાંચન અને સત્સંગનું સેવન કરવું. * સદગુણોનો સરવળૉ કરતા જવું. * ભાગવાનને આગળ રાખી બધાં કર્મ કરવાં.
જાતને ઓળખવી એટલે શું ? * પોતે કોણ છે તે નક્કી કરી લેવું તે. * પોતાને જે સ્વભાવ પ્રાપ્ત થયો છે તેના બંધનમાંથી છુટવું, તેની પકડમાંથી મુક્ત થવું. * મનની પ્રક્રિયાઓને થંભાવી દેવી.
ભગવાન સાથે પાકુ જોડાણ થયુ છે એમ કયારે કહેવાય ? * ચંચલ મનને ભગવાનના ચરણૉમાં સમર્પિત કર્યુ હોય તો. * અહં સંપૂર્ણપણે ઓગળી ગયું હોય તો. * નિષ્કામભાવે ભક્તિ થતી હોય તો. * દેહના પાચ વિષયોને (શબ્દ,સ્પર્શ,રૂપ,રસાને ગંધ)ભગવાનના ચરણોમાં સોપ્યા હોય તો. આપણૅ પ્રભુમય કયારે થઈ શકીએ ? * આપણા શ્વાસ-ઊચ્છવાસમાં,હ્રદયના પ્રત્યેક ધબકારમા,ઊધતાં-જાગતાં,સ્વપ્નમાં-સુષુપ્તિમાં,ખાતાં-પીતાં,બોલતાં ચાલતાં,કહો કે પ્રત્યેક ક્રિયા અને કર્મમાં અથવા નિષ્કામ કર્મમાં,આપણી અંદર રહેલા અવકાશ-નિરાવકાશમાં ભગવાનની હાજરી રહે ત્યારે અથવા આપણૂં અણુએ અણૂ એમનામાં જ ઓતપ્રોત થઈ જાય ત્યારે ભગવાનથી સભર થઈ જઈશું. * જગત પ્રત્યેનું આકર્ષણ ન રહે અથવા […]
અજ્ઞાનશક્તિનો ઉપયોગ શું ? * ભૂતકાળાનું વિસ્મણ અને ભવિષ્યકાળનો વિચાર ન કરવો-ભવિષ્યકાળની ઉપાધી અત્યારથી શા માટે વહોરી લેવી? * અન્યની બાબતમાં માથું ન મારવું તે. – આપણે જાણીએ છીએ એમ માનીને બીજામાં માથું મારીએ છીએ. અજ્ઞાનનો ધર્મ કયો * અંધકાર
ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ? * વાસનાના વમળમાથી. * અહંકારની ભ્રમણામાથી. * મિથ્થાભિમાનની છલનામાંથી. કર્તાભાવ ટાળવઆ કેવી સમજણની જરૂર ? * મારાથી જે કાંઈ થયુ છે તે સર્વશક્તિમાન પરમાત્માની ઇચ્છાને કારણે થયુ છે.ીમની ઇચ્છા વિના હુ કાંઈ કરી શકત નહિ.એમની હાજરી ને લીધે જ બધુ બને છે એવી સંભાવના રાખવી. જ્ઞાનના અધિકારી થવામાં શુ આડુ આવે? * બુધ્ધિની મંદતા. * મિથ્થાજ્ઞાનનો દુરાગ્રહ. * કુતર્ક અને * વિષયાશક્તિ. – વિજ્ઞાનીઓ પણ અદશ્ય જણાતાં જંતુઓને કે પદાર્થોમાની ગતિને પામવા વિવિધ સાધનો વિકસાવી રહ્યા છે. (૩) અદષ્ટ ; જે […]
મનુષ્યે કયે માર્ગે ન જવું ? * જે માર્ગ જવામાં મહાપુરુષોની સંમતિ ન હોય. * જે માર્ગે લક્ષ્ય ભણી જવાને બદલે આડો-અવળો જાય. * અહંકાર વધે. * સ્વાર્થને પોષણ મળે. * અન્તઃકરણમાં વહેતા પ્રેમ, કરુણા અને મૈત્રીના ભાવ સુકાઈ જાય. * સંકુચિતતાને અવકાશ મળે. * કામ,ક્રોધ,લોભ અને મોહને ઉત્તેજન મળે. * બહિમ્રુખતા પ્રબળ બને. * આપણી અને અન્યની શાંતી હણાય અને આનંદ લુટાઈ જાય. * ટ્રન્ટ્રસુષ્ટિમાં રચ્યાપચ્યા રહેવાય.