આત્મનિષ્ટ કોણ છે ? * જેને પોતાના સ્વરુપની અખંડ જાગૃતિ છે. * જેને પોતાનું અને પરમાત્માનુ સ્વરુપ યથાર્થપણે જાણ્યુ છે. * જેનું જીવન સત્સંગમય છે,ભક્તિમય છે. * જેનાંવિચાર,વાણી અમે વર્તન ઉજ્જવળા છે.
આત્મસતાનો અનુભવ કયારે થાય ?
ભગવાનની સત્તા આપણામાં કઈ રીતે પ્રગટે છે? * નિશ્ચયરુપે. પરમાત્માની સતા આત્મામાં કયારે આવે ? * જળબિન્દુ સાગરથી છુટુ પડે છે પઈ તેનામાં સાગરની સતા રહેતી નહ્તી,પણ એ જયારે સાગરમાં ભળી જઆય એ ત્યારે સાગરની સતા એની બની જાય એ તેવી જ રીટે આત્મા પોતાને પરમાત્મામાં લીન કરી દે તો તે પરમાત્મામય બની જાય છે અને તેનામાં પરમાત્માની સત્તા આવે છે.
મુળભુત સત્તા કોને કહેવાય? * નિરપેક્ષ નિશ્ચય. – કોઇપણ પ્રકારના આધાર વિના પોતાના વિશે નિશ્ચય હોય.
આત્મસમર્પણમાં શું બાધા રુપ બને છે? * દેહભિમાન * મનુષ્યનો અહંકાર * તેની અગમ્ય આકાંક્ષાઓ.
કઈ વ્યક્તિ ઉપાસ્ય છે? * અનુભવી વ્યક્તિ.
ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ? * વાસનાના વમળમાથી.
અસીમ આનંદનું દ્રાર કોણ ખોલી આપે? * સાધુ-સંતોની અને અનુભવી પુરુઓની સંગતિ.. સાકાર કોને કહેવાય ? * આકૃતિ સહિત દર્શન તે સાકાર,જે નેત્રો વડે થાય. * નિરાકારનો જે ભાગ ઇન્દ્રિયોની પકટમાં આવે તે સાકાર. * જેને માપી શકાય તે. * જે ઇન્દ્રિયમય છે તે. નિરાકાર કોને કહેવાય ? * આકૃતિ રહિત દર્શન તે નિરાકાર અને તે વિચારથી થાય છે. * જે ઇન્દ્રિયગમ્ય નથી અથવા ઇન્દ્રિયોની પકડની બહાર છે જે માપ બહાર છે.
પ્રકૃતિ ખરેખર ત્રિગુણાત્મક છે ? * સામાન્ય રીતે આપણે પ્રકૃતિન ત્રિગુણાત્માક કહીએ છીએ.સત્વગુણ,તમોગુણાને રજોગુણનું દર્શન અંતઃકરણમાં થાય છે, એટલે પ્રકૃતિ ત્રિગુણાત્મક લાગે છે.પણ વાસ્તવમાં પ્રકૃતિમાં કોઈ ગુણ નથી.તે સ્ફટિક જેવી નિર્મળ છે. * વાસ્તવમાં પરમાત્માની ઇચ્છાશક્તિ જ પોતે ત્રિગુણાત્મક છે.કોઈ પણ ઇચ્છા જયારે બર્હિમુખ બને છે ત્યારે કોઈ પણ એકગુણની પ્રધાનતાનું દર્શન પ્રગટ થયેલી ઇચ્છામાં થાય છે. પરંતુ અંતઃકરણ દ્રારા ઇચ્છા પ્રકાશિત થતી હોવાથી ત્રણ ગુણૉનું દર્શન અંતઃકરણમાં થાય છે.ટુકમા ઇચ્છાશક્તિ જ ત્રિગુણાત્મક છે. * ઇચ્છાશક્તિ દશ્ય વિભાગના સંપર્કમાં આવે પછી તેનામાં સ્પંદન ઊઠે છે. દશ્ય વિભાગમાં સાત્વિક સ્થિતિ હોય […]
સ્વ-સ્વરુપને દર્શનને આડે આવતા આવરણૉ ? * આ આવરણૉ પંચકોષરુપ રહેલા છે. -અન્નમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મા સ્થુળા શરીર સાથે ઝકડાયેલો રહે છે. -પ્રાણમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મ ઇચ્છાઓ સાથે સંકળાયેલો રહે છે. -મનોમયકોશ. આ કોશ દ્રારા જીવાત્મા મન સાથે જોડાયેલો રહે છે. -વિજ્ઞાનમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મા બુધ્ધિ સાથે પકડાયેલો રહે છે. -આનંદમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મા વિષયરસ સાથે બધ રહે છે.