મનુશ્ય પોતાના કાર્યમાં કયારે નિરાશ ન થાય ? * આશા દેખાતી હોય ત્યારે. * વિવેકયુક્ત બુધ્ધિ હોય ત્યારે. * સમજણ સહિતની શ્રધ્ધા હોય તો. * અનુભવજન્ય આત્મવિશ્વાસ હોય તો.

જડપણું એટલે શું ? * પરધીનતા; અવલંબનપણું. * ચેતનાનો ઓછામાં ઓછો આવિષ્કાર.

પ્રત્યેક વ્યક્તિની સ્થિતિ કઈ છે ? * ત્રણ – શરીરને લક્ષ્યમાં રાખીએ તો તે જડ પદાર્થ છે. – મનને લક્ષ્યમાં રાખીએ તો તે ચેતન પદાર્થ છે. – આત્માંને લક્ષ્યમાં રાખીએ તો તે સ્વયં પૂર્ણ પદાર્થ છે.

જીવનને સફળ બનાવવા શૂં જરુરી છે ? * સદાચાર. * પ્રામાણિકતા. * સરળતા. * યુકત-આહાર- વિહાર. * યુકત પરિગ્રહ.

વ્યવહાર જીવનમાં કયાં પ્રકારના તપ આવશ્યક ગણાય? * શારીરિક તપ -શૌચ,બ્રહ્મચર્ય, અહિંસા * વાડ્મય તપ, -પ્રિય અને હિતકારી વાણી. * વાચિક તપ. – યોગ્ય સમયે મૌન રાખવું. * માનસ તપ. – સૌનું કલ્યાણ ઇચ્છવું. – મનને આનંદમાં રાખવું. -મનની વૃતિઓ પર અકુંશ રાખવો. -વિચાર અને આચાર શુધ્ધ રાખવા.

કામવાસનાથી કોણ હાર અનુભવે છે ? *ભોગવિલાસમાં રસ લેનારા. વાસના કે વિકાર કયાં ટકી શકતા નથી ? * ચામડી ઉતારી દેહદર્શન કરે ત્યાં. * જયાં રામની હાજરી હોય ત્યાં. કામનાનું વિષચક્ર કેમ ચાલ્યા કરે છે ? * ચિત્તમાં અશુધ્ધિ અને ભ્રાતિ છે એટલે.

મનને સંયમિત રાખવાનાં સાધનો કયાં ? * નિયમિત જીવન. * મિતાહાર. * માપસરની ઉંધ. * ખપપુરતું બોલવું. * નિષ્કારણ હરવું ફરવું નહી. * પ્રસન્તા થાય તેવા સ્થાનમાં રહેવું.

સજજન વ્યક્તિમનાં તરી આવતાં લક્ષાણૉ કયાં ? * શાંત અને નિર્મળ સ્વભાવ. * સૌ પ્રત્યે આદર. * વિવેકયુક્ત આચરણ. * નીતિ-નિયમોનું પાલન. * પરહિતને પોતાનું હિત સમજવું. * અન્યના દુ;ખને પોતાનું દુ;ખ માનવું. * ક્ષમાવ્રુતિ અને નમ્રતા

મનુષ્ય કેટલા પ્રકારની ઇચ્છા કરે છે ? * દીર્ધાયુષી થવાની. * નીરોગી જીવન જીવવાની. * સ્રી.સંતાનો.કુટૂબીઓ અને મિત્રો તેમ જ સંબંધી-પાડોશીઓનું સુખ મળે તેની. * સારું ખાવા, પીવા, પહેરવા,ઓઢવા મળે તેની. * રહેવા માટે સુવિધાપુર્ણ અને આનંદદાયક મકાન મળે તેની. * વિધ્ધા,જ્ઞાન-વિજ્ઞાનમાં પોતે ખૂબ આગળ વધે તેની * પોતાની સાથે સૌ ન્યાયપુર્વક વર્તે તેની. * મોક્ષાની ઇચ્છા.

જીવનમાં કઈ બાબત વિશેષ લક્ષ્યમાં રાખવા જેવી ? * જે બની ગયું છે તેનો વસવસોનો કરવો;ભગવાનની ઈચ્છાથી થયું છે તેમ માનવું. * વર્તમાન કાળમાં જાગ્રત રહેવું. * પોતે આત્માં છે તેવી સ્મુતિ રાખવી.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors