મનુષ્યને સૌથી વધુ બોજો શેનો લાગે છે ? * તેણે આચરેલા પાપનો.
છેલ્લામાં છેલ્લુ આવરણ કયુ? * સુક્ષ્મ અહંકાર.
મનુષ્ય શરીરનું એક મોટું આવરણ કયું? *રુચિ. -જીવ ગમતા ભણી જ ખેચાય છે તે ન થવા દેવું જોઈએ. ગમાઆણગમાથી અલગ થઈ જવું એ અતિ મહત્વનું છે
આપણી શક્તિઓ કયારે ઢીલી ન પડે ? * વ્યવસ્થિત ગતિ હોય તો. * પરિસ્થિતિનો બરાબર ખ્યાલ હોય તો. * સમજણપુર્વક કરતા હોય તો. * દઢ મનોબળ હોય તો. * અન્યનું હિત કરવાનો ભાવ હોય તો.
જીવંતપણુ એટલે શું ? * સ્વતંત્રતા;નિરાવલંબન. * ચેતનાનો વધુમાં વધુ આવિષ્કાર.
ભકતનું ભગવાન સાથેનું જોડાણ કેવું હોવું જોઇએ? * રેલવેન ડબ્બાનું એંજિન સાથે મજબુત જોડાણ હોય છે!અંકોડા ભરાવેલા હોય અને સાંકળ પણ હોય. એકદમ પાકું જોડાણ. ગમે તેટલા આંચકા લાગે તો પણ ડબ્બો ન પડે. આવું પાકું જોડાણ હોવું જોઇએ.
વિવેકરહિત મનુષ્ય કોને કહેવાય ? * જેને નિત્ય અને નશ્વરનો વિવેક નથી તેને. * અવિચારી મનુષ્યને. * જે સાંસારિક બાબતોમાં જ ડુબેલો રહે તેને. * જે આસુરી વ્રુતિઓને આશ્રય લે તેને. * જે અધમ અને ન કરવાનાં કર્મ કરે તેને.
મનુષ્યને ફસાવનારું કોણ ? * ઇન્ટ્રિયોની વિષયજાળ. * દેહને અનુસરનારું મન. * અનિયંત્રિત અને મલિન મન . * અણસમજથી ઉત્પન્ન થયેલી માન્યતા.
માણસમાં કેટલું હીર છે તે કયારે ખબર પડે ? * અપમાન વખતે. * કસોટી કાળે. * આપતિ સમયે. * પ્રતિકુળ સંયોગોમાં અથવા બધાં પાસા અવળા પડવા માંડે ત્યારે . * જેમને એ પોતાના માંની બેઠો હોય તેમનો સહકાર બંધ થઈ જાય ત્યારે.
મનુષ્ય પાપ કરવા કેમ પ્રેરાઈ છે ? * લોભને કારણે. * સ્વાર્થને કારણે. * એનામાં અજ્ઞાન ભર્યુ છે એટલે. * કામ અને ક્રોધને વશ થઈ જાય છે તે કારણે. * ઋણાનુબંધ,પરિગ્રહ અને મોહને કારણે.