દિવ્યતા ભણી જવાનું પ્રથમ પગથિયું કયું? * પ્રેમ.
અનુભવજ્ઞાન કોને કહેવાય? * આચરણ દ્રારા પ્રાપ્ત થયેલ જ્ઞાનને. સૂક્ષ્મ બાબતો કયારે સમજાય? * બુધ્ધિ એકગ્ર,નિર્મળ અને સત્યાનુસંધન કરનારી બને ત્યારે.
પરમહંસ કોને કહેવાય? * દંડને ધારણા કરનાર. * મસ્તક મૂડાવી નાખનાર. * યજ્ઞોપવીત વગરના. * વેદોકત વર્ણાશ્રમ કર્મો ત્યજી દેનાર. * આત્મામાં જ સ્થિતિવાળા. * પરમ બ્રહ્મનો સાક્ષાત કરનાર.
પૂર્ણમ અદઃ પૂર્ણમ ઇદમ્નો અર્થ શું? * ઇશાવાસ્ય ઉપનિષદના આ શાંતિમંત્રનાં વિવિધ અર્થધટનો થયાં છે.આ મંત્રમાં પરમાત્માની પરમ સત્તાનો પૂર્ણતાનો સંકેત લાગે છે.ી સત્તામાથી ગમે તેટલી સત્તા લઈ લેવામાં આવે તો પણ તેમાં કદી ધટાડો થતો નથી કારણ કે સત્તા એ પરમાત્માનો ધર્મ છે.
લોભને કોણ શાંત કરી શકે? * પૂર્ણતાનો અનુભવ. * સંતોષ.
લોભના પાયામાં શું છે ? * વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટેનો ભય. * વસ્તુ પ્રત્યેનો મોહ. * પરિગ્રહનો ભાવ ાને ભવિષ્ય પ્રત્યે અવિસ્વાસ.
દરેકમાં પરમાત્મા છે એમ કહેવા પાછળન હેતું શો છે? * દ્રન્દ્ર ટાળવાનો.દરેકમાં પરમાત્મા છે એટલે કે પરમાત્માની સત્તા કામ કરી રહી છે એમ સમજવું. * બધું જ બ્રહ્મરુપ છે એમ જુએ તેજ સાચુ જુએ છે. * દરેકમાં પરમાત્મા છે એમ સમજવાથી દરેક પ્રત્યે પુજયભાવ રહે છે.પુજયભાવનો મોટો લાભ એ છે કે જેમના પ્રત્યે પુજયભાવ હોય તેમના માટે વિકાર,પ્રમાદ કે આળસ ન રહે. * દરેકમાં પરમાત્મા છે,પણ દરેક પરમાત્મા નથી એવું કહ્યુ છે તેનો પણ અર્થ સમજવા પ્રયત્ન કરવો.
મોહ પર વિજય કયારે મળે ? * વાસ્તવિકતા સમજાય તો. * વસ્તુ કે વ્યક્તિની પકડ ઢીલી થાય તો. * આત્મ નિર્ભય થવાય તો. * સ્વંતંત્ર થવાય તો.
કામ,ક્રોધને વશ કરવાનો ઉપાય શું ? * દેહથી છુડા રહી વિચારવું. * પોતાની ઉન્દ્રિયોને વશ કરવી તેને લીધે મતિ શુધ્ધ અને સ્થિર રહી શકે છે.
ક્રોધ એટલે શું ? * ગુસ્સો,ઉશ્કેરાટ. * ધાર્યુ ન થવાથી કે ન મળવાથી થતો રોષ. ક્રોધ શુ કરે છે ? * સમજણનો છેદ ઉડાદે છે. * વિચારનો દરવાજો બંધ કરે છે અથવા વિચાર શક્તિનો દિપક બુજાવી દે છે. * જીભને ઉતેજે છે અને આંખો પર પડદો ઢાંકી દે છે. * પોતાને અને અન્યને બાળે છે. * આનંદને નષ્ટ કરે છે અને પોતાની શક્તિઓને ક્ષીણ કરે છે.