ભગવાન પ્રત્યે હ્રદયમાં પ્રીતિ કેમ જાગતી નથી ? *દશ્ય પ્રત્યે સત્યપણું કેળવાયુ છે તે કારણે *વિષયો પ્રત્યે ભરપુર અનુરાગ છે એટલે. *ભગવતત્વની ઓળખાણ નથી પછી પ્રીતિ કેમ જાગે?

પરમાત્માના ગુણધર્મો કયાં? *અખંડ સ્મૃતિ તેનો ગુણ છે અને સત્તા તનો ધર્મ છે પોત કોણ છે તેની સતત સ્મૃતિ રહેતી હોવાથી પ્રકૃતિના કોઈપણ વિભાગથી તેઓ આકર્ષતા નથી.સત્તાને સન્માનની અપેક્ષા નથી અને સત્તા કશા પ્રત્યે આકર્ષાતી નથી.તે આજ્ઞા કરતી નહ્તી છતાં તેની આમન્યા બધા સ્વીકારે છે.સત્તામાં ક્ષોભરહિતપણાનું પણ દર્શન થાય છે

મોહમાં કઈ ભુલ થઈ જાય છે ? * ક્ષણિકમે શાશ્વત માની લેવાની. * દુઃખને સુખમાની લેવાની.

ભગવતતત્વ સ્વયં કયાં ઉપસ્થિત થાય છે? * આપણા નિશ્ચય અને નિષ્ટામાં, ભગવાન સર્વત્ર છે એવો જેને નિશ્ચય છે તેની પાસે ભગવતતત્વ હાજર જ છે * નિષ્કામપણુ હોય ત્યાં. * ભક્તિ હોય ત્યાં.

શેની વચ્ચે એકતા થાય તો જીવન સરળ બને? * વિચાર,વાણી અને વર્તન.

જ્ઞાનીઓ પરમાત્મા માટે \’નેતિ,\’\’નેતિ\’ કહે છે,એટલે શું ? * વ્યાપકતાના કેન્દ્રનું જ્ઞાન નથ એટલે એમ કહે છે. * એનો અર્થ એ છે કે અનુભવના વર્ણનમાં વાણી અધુરી પડે છે. * દશ્ય માત્ર રહે ત્યાં સુધી \’આ નહિ;,;આ નહી\’ એમ કહેવું પડશે. એકલો દષ્ટા જ રહેશે અને \’દશ્ય\’જેવું કાંઈ નહી રહે પછી \’નેતિ,\’\’નેતિ\’ કહેવાનું નહી રહે. * કોઈ અનુભવના રએહ્,કોઈ દર્શન ન રહે,વસ્તુ-પદાર્થમાત્ર ન રહે, માત્ર જોનાર જ રહેમ્પછી શું વ્યક્ત કરવાનું રહે?

નિર્દોષ જીવન કોણ જીવી શકે ? * જેનું મન શાંત થઈ ગયું હોય. * રાગ-દ્વેષ હટી ગયા હોય. * ચંચળતા- ચપળતા શમી ગઈ હોય. * પદાર્થો પ્રત્યેનું આકર્ષણ અને આસક્તિ છુટી ગયા હોય. * સ્વાર્થ દૂર થઈ ગયો હોય, * મારા-તારા પારકાપણાની ગણતરી ન રહી હોય. * જે નિત્ય ર્તુપ્ત હોય.

જીવનનૌકા કયારે અંતરયાત્રા શરૂ કરી શકે? * મોહ અને મમતાના અંકોડામાંથી મુકત થાય તો. * રાગ અને સ<બધોની પકડ ઢીલી થાય તો.

ક્રોધ,લોભ, મોહ,મદ અને મત્સરને શા માટે શત્રુઓ ગણવામાં આવે છે ? * આ બધી વૃતિઓ બહિમ્રુખ છે અને જીવનશક્તિને હણે છે. -આ વૃતિઓ આપણને સ્થિર રહેવા દેતી નથી.જેમ તલવાર એ કોઈપણ પરિસ્થિતિમાં તલવાર જ છે; એનો પ્રધાન ધર્મ કોઈને મારવાનો છે તેમ કામ-ક્રોધ આદિ વૃતિઓ ધીમા ઝેર જેવી છે જ;પણ સાત્વિક ગુણ ધરાવતી વ્યક્તિ તામસી પ્રવૃતિ ધરાવતી વ્યક્તિ જેમ તલવારનો ઉપયોગ નહી કરે,તેમ સંયમી પુરુષની ઇન્દ્રિયો આવી વૃતિઓને દાદ નહી આપે અને કયારેક સહેજ ચુક થશે તો તેમાંથી પાછા ફરી જવાનું શકય છે જયારે અસાવધાને આ વૃતિઓ મારવાનું કામ કરે […]

ષડરિપુઓ તરીકે ઓળખાતા કામ,ક્રોધ વગેરના પ્રભાવમાંથી બચવા શું કરવું? * \’સ્વ\’માં સ્થિર રહેવું. -અહિ \’સ્વ\’ એટલે અહેં રહિત આત્મતત્વ.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors