જીવનમાં શેનાથી દુર રહેવું જોઈએ ? * કુસંગથી. * પાખંડથી. * અધર્મ,અનીતી અને અસત્યથી.
અનાશક્ત મનુષ્ય કોને કહેવો? * જેનું શરીર કાર્યરત હોય પણ મન શાંત અને નિશ્ચલ હોય. * જે જીવનને જેવું છે તેવું સ્વિકારે. * જે પરિગ્રહોથી મુકત હોય. * જે સહજ ભાવે મળેલાથી સંતુષ્ટ હોય. * સુખ-દુખ આદિ દ્રન્દ્રોથી મુકત હોય,રાગ-દ્રેષ રહિત હોય અને સફળતા-નિષ્ફળતા પરત્વે તટસ્થ હોય.
ભગવાન સજજનોને પણ શા માટે ટપલાં મારે છે ? * સાચી વસ્તુની સ્મુતિ રહે તે માટે. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.
ક્રોધ,લોભ,લોભ,મોહ,મદ અને મત્સરમાંથી છુટવાનો ઉપાય શું? * આ છમાંથી કોઈને પણ વિચાર દ્રારા પરિણામનું દર્શન કરાવી દઈએ તો એ દોષ કરતાં અટકી જઈઅએ. એમાં આપણે સપડાઈએ તે પહેલા બુધ્ધિને પરિણામનું સરખી રીતે દર્શન કરાવી દેવું જોઈએ.
પરમાત્માને અર્પણ કરવા જેવું શું? * શરીર સહિત દશ્ય માત્ર પરમાત્માનું જ છે એમ સમજવું. * ઇન્દ્રિયો અને * અન્તઃકરણ
જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ ખરો? *શક્તિ અને શક્તિના ધારક જેવો.
ઇશ્વર કોના પર અનુગ્રહ કરે છે ? * સ્વાર્થરહિત વ્યકિત પ્રત્યે. * જેના મનના વેગ અથવા વિષયો શાંત થઈ ગયા છે ? * જેણે શુભ કર્મો જ કરવાનો સંકલ્પ કર્યો છે. * જે એકાગ્રતાથી તેની સાથે સંબંધ જોડે છે. * જે સરળ છે, નમ્ર છે,શ્રદ્દાવાન છે અને અહંભાવથી રહિત છે.
જીવનવિષયક સંદ્ર્હો કયારે ટળૅ? * મન દ્રન્દ્રરહિત થાય. * મન કોઈપણ જાતના ઉપદ્રવ્યો વિનાનું થાય,નિષ્કામ અને ચંચળતા-વિહોણું થાય.શોક,મોહ અને ભયરહિત થાય ત્યારે
પરમાત્માની શક્તિ કઈ? *નિશ્ચય્. પરમાત્માની શક્તિનો કયારે અનુભ થાય? * નામરૂપને સમર્પિત થતા આવડે તો.
પરમાત્માની સત્તા એટલે શું? * પરમાત્માની સત્તા કોઈની શરણાગતિ સ્વીકારતી નથી. * એની સત્તામાં પક્ષપાતરહિતતા છે. * એ સત્તા વ્યાપક છે અને તેને કશા અવલંબનની કે શાધનની જરૂર પડતી નથી. * ત્યાં આગ્રણ નથી,હકુમત ચલાવવાનો ભાવ નથી. * આ સત્તા નિર્ભયતા આપે છે.