મનુષ્યના કેટલા પ્રકાર છે? * બે. -યંત્રારૂઢ. આપ્રકારમાં આવતા મનુષ્યો પ્રકૃતિના ચક્રમાં ધુમ્યા કરે છે તેને કયાંય વિશ્રાંતિ નથી કારણ કે તે માયાથી પ્રેરાઈને ભમે છે. -યોગારૂઢ. ભક્તિ,જ્ઞાન કે યોગ દ્રારા ચિત્ત સમભાવ પામે છે ત્યારે તે યોગારૂઢ અને છે. મનને કોણ વધુ પીડા આપે છે? * મનન ભ્રમો.
મનને ગમતો ખોરાક શું? * વૈભવ. * માહીતીજ્ઞાન. * ક્ષણિક આનંદ આપે તેવા વિષયો.
મનુષ્ય કેટલા પ્રકારની ઇચ્છા કરે છે ? * દીર્ધાયુષી થવાની. * નીરોગી જીવન જીવવાની. * સ્રી.સંતાનો.કુટૂબીઓ અને મિત્રો તેમ જ સંબંધી-પાડોશીઓનું સુખ મળે તેની. * સારું ખાવા, પીવા, પહેરવા,ઓઢવા મળે તેની. * રહેવા માટે સુવિધાપુર્ણ અને આનંદદાયક મકાન મળે તેની. * વિધ્ધા,જ્ઞાન-વિજ્ઞાનમાં પોતે ખૂબ આગળ વધે તેની * પોતાની સાથે સૌ ન્યાયપુર્વક વર્તે તેની. * મોક્ષની ઇચ્છા.
સજજન વ્યક્તિમાં તરી આવતાં લક્ષણૉ કયાં ? * શાંત અને નિર્મળ સ્વભાવ. * સૌ પ્રત્યે આદર. * વિવેકયુક્ત આચરણ. * નીતિ-નિયમોનું પાલન. * પરહિતને પોતાનું હિત સમજવું. * અન્યના દુ;ખને પોતાનું દુ;ખ માનવું. * ક્ષમાવ્રુતિ અને નમ્રતા
મનને સંયમિત કરવાનો ઉપાય શું? * અભ્યાસ અને વૈરાગ્યમાં દઢપણે સ્થિર થવુ. -અભ્યાસમાં અક્રિયતા છે.વૈરાગ્યમાં તટસ્થતા છે આ બંને પરસ્પર સહકારી હોવા જોઈએ.અભ્યાસ સક્રિય હોવાથી અને વૈરાગ્ય દ્રષ્ટા હોવાથી મનને સંયમિત કરી શકે.
મનુષ્યનું મન કેવું છે? * સુખન્દુઃખાત્મક કે દ્રન્દ્રાત્મક આભાસોની રંગભુમિ જેવું.
મનની વ્યાખ્યા શું છે? * ચલાયમાન ચેતના. * વિકલ્પો અને કલ્પનાઓનો સમુદાય.
મન તાણનો અનુભવ કયારે કરે છે? * ધારણા કરતાં વિરુધ્ધ પરિણામો આવે ત્યારે. * મન કોઈ જાતની ઇચ્છા કે કામના રાખી મન કર્મમાં રવૃત થાય છે ત્યારે. *ઈચ્છાઓનો બોજો ઊચકીને ફરે છે ત્યારે. * બધી ગણતરી ઊધી અડતી હોય ત્યારે. * અણાકલ્પ્પ્યું અનિષ્ટ બની જાય કે કોઈ સ્વજન વિસ્વાસધાત કરે ત્યારે. * પોતાની આસપાસનું વાતાવરણ કલુષિત હોય;ાતિ નિકટના સ્વજનો દાદ દેતાં ન હોય અને ગેરસમજ ફેલાયા કરતી હોય ત્યારે. * વાસનાઓ તીવ્ર બને ત્યારે. * કર્તાપણાના ભાવની પકડ હોય ત્યારે.
મનને શક્તિ કોણ આપે છે? * આત્મનિર્ભરતા.
ચિત્તમાં શાંતિ જળવાઈ રહે તે માટે શું કરવું ? * કર્મના નિયમોને બરાબર સમજી લેવા. * \’હુ\’પણાના ભાવથી અલિપ્તતા મેળવવી. * ભગવાન જે કરે છે તે સારા માટે એવો દઢ નિશ્ચય કરવો. * અન્યના સુખે સુખી થવું. * વહેતા જળની જેમ નિર્મળ રહેવું.