મનુષ્ય પોતાના કાર્યમાં કયારે નિરાશ ન થાય ? * આશા દેખાતી હોય ત્યારે. * વિવેકયુક્ત બુધ્ધિ હોય ત્યારે. * સમજણ સહિતની શ્રધ્ધા હોય તો. * અનુભવજન્ય આત્મવિશ્વાસ હોય તો.
મનુષ્યમાં વિશ્વાસનો અભાવ છે એ શી રીતે નક્કી કરી શકાય? * વર્તમાન અને ભવિષ્યકાળની ચિંતા રહેતી હોય તેના પરથી.
વ્યક્તિએ કઈ બાબતોમાં પ્રમાણભાન ચુકવા જેવું નહી ? * અન્ય સાથે વ્યવહાર કરવામાં. * અન્ય સાથેની વાતચીતમાં. * કામ કરવામાં. * ખાવાપીવામાં. * હરવા-ફરવામાં. * પહેરવા-એઢવામાં. * નહાવા- ધોવામાં -ટુકમાં દેહથી થતી તમામ ક્રિયાઓમાં.
મનુષ્યનું ઉત્તમ આભુષણ કયું? * ઉત્તમ ગુણોથી શોભતું શુધ્ધ ચારિત્ર.
મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે શિધ્ધ કરી શકે? * \’લધુતાસે પ્રભુતા મિલે\’ એ સુત્રનો ઉપયોગ કરવાથી. * અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે. * સત્-ચિત-આનંદમાં રમમાણ રહે. * કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય. * ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે. * બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.
આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો? * જેની ઇચ્છાઓનો લય થઈ ગયો હોય. * જે બાહ્ય વસ્તુઓ પર ખપ પુરતું જ અવલંબન રાખે અથવા જે વધુને વધુ આત્મનિર્ભય સ્થિત ભણી અવિરત ગતિ કરી રહ્યો હોય. * જે કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ કે સંધર્ષોથી પર હોય,પ્રત્યાધાતોથી મુકત હોય. * જે સુખમાં ગૌરવ કરે નહી અને દુઃખમાં વિહવળ થાય નહી;બંને સ્થિતિમાં સમતા ધારણ કરે. * જેનો રાગ-દ્રેષ શમી ગયા હોય. * જે સહજ અને અવાભિવિક જીવન જીવે.
મનુષ્યને સૌથી વધુ પ્રિય શું છે? * પોતાનો દેહ અથવા પોતાનો પ્રાણ.
ખરો મુમુક્ષ કોને કહેવો? * આ જીવનમાં જ જેને મુકતપણાનો અનુભવ કરવો છે તેને. * જે જ્ઞાનને માત્ર વિચારની ભુમિકા ન રાખતાં સતત આચારમાં મુકે તેને.
પ્રજ્ઞાવાન વ્યક્તિ કોને કહેવાય? * તત્ત્વદર્શીને. * જેની બુધ્ધિમાં તૃષ્ણા અને વેર માનશેષ થઈ ગયા છે તેને.
મૂઢ મનુષ્ય કોને કહેવો ? * જે વિષયોમાં વિશેષપણે ડુબેલો છે. * જે પોતાના ત્રાજવે સૌને તોલે છે, * જે અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માને છે. * જેનામાં અજ્ઞાન અને અહંકારનું સંયોજન થયું છે. * પોતે જે ડાળી પર બેઠો છે તેને કાપે, * ભગવતગીતા અનુસાર – વ્યર્થ આશા રાખનાર. – વ્યર્થ કર્મ કરનાર. – વ્યર્થ જ્ઞાનને વળગી રહેનાર. – જે આશા કદી ફળીભુત ન થાય તેવી હોય તે વ્યર્થ આશા. – જે કર્મમાંથી આનંદ ન જન્મતો હોય તે યર્થ કર્મ. – જે જ્ઞાનથી આપણામાં શુભ ફેરફાર ન થાય […]