પોતાની અભિરુચિ કઈ છે તેનો મનુષ્યને ખ્યાલ કેવી રીતે આવે? * પોતાના સ્વપ્નો પરથી. * જાતને નીચેના પ્રશ્નો પુછવાથી અભિરુચિનો ખ્યાલ આવવા સંભવ એ -મારા જીવનનો ઉદેશ્ય કયો છે? -જીવનમાં હું કયું કામ કરવા ધારુ છુ? -મારામાં કયા પ્રકારની શક્તિઓ રહેલી છે? -કયાં કયાં ક્ષેત્રમાં મારી બુધ્ધિ શક્તિ કામ કરી શકે? -કયું કામ હાથ પર લઊ તો ઉત્તમ રીતે પાર પાડી શકું?
મનુષ્યને દુર્ગતિને માર્ગે કોણ લઈ જાય છે ? * કામ(સ્ત્રીભોગ) * તેના કર્મો; પાપમય પ્રવ્રુતિ. * નબળો સંગ(કુસંગ). * લોભ અને લાલચ. * મન અને ઇન્ટ્રિયો પરનો અસંયમ. * લોખંડનો કાટ જેમ લોખંડને ખાઈ જાય છે, તેમ મનુષ્યની દુષ્ટ રહેણીકરણી જ તેને દુર્ગતિ તરફ ધકેલે છે.
વર્તમાનને સુધારવા મનુષ્યે શેનું ચિંતન કરવું જોઈએ? * કશાનું ચિંતન કરવાથી જરુર નથી.પ્રામાણિકપણે અને નિષ્ઠાપુર્વક ધંધો નોકરી કરતાં કરતાં ભગવાનનું સ્મરણ કરવું ઇષ્ટ લાગે છે.
મનુષ્ય શેની પકડમાથી સત્વરે છૂટી શકતો નથી? * અવિધાની પકડમાથી. * દશ્ય વિભાગની અને દેહાધ્યાસની. * ઇન્દ્રિયોની. * મનની અને બુધ્ધિની.
વ્યક્તિ વધુ અસ્વસ્થ કયારે બને છે? * અસંતોષ હોય ત્યારે. * અણધાર્યુ બને ત્યારે. * મોહ સળવળી ઊઠે છે ત્યારે. -અનુભવી પુરુષોએ સર્વ વ્યાધીઓના મુળામાં મોહને ગણાવ્યો છે.મોહ ઉત્પન્ન થાય પછી જ કામ,ક્રોધ અને લોભ પ્રવ્શે મળે છે.
મનુષ્યન યાં સુધી અપરાધ કરવા પ્રેરાય છે? * અસત્યગામી હોય છે ત્યાં સુધી. * જયાં સુધી તે અહંકારને અને અજ્ઞાનને વશ હોય છે ત્યાં સુધી.
કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના અંતતત્વને પામવાનો ઉપાય શું? * કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું મહત્વ સ્વીકારીને નમ્રતાપુર્વક,પ્રેમપુર્વક અને પ્રાર્થનાના ભાવ સાથે તેની પાસે જવું. * પુરેપુરી ધીરજ રાખવી. * આક્રમકતાની વૃતિને કયારેય અવકાશન આપવો. * હ્રદયને આગળા રાખવું.પુરેપુર સદભાવ સાથે અને પ્રેમપુર્વક હ્રદયે મળવું. * નિષ્ઠામાં ઊણપ ના આવવા દેવી. * પુર્વગ્રહોને બાજુએ રાખી સમગ્રતયા દર્શન કરવું.
વ્યક્તિગત ઇચ્છાઓ કયારે શમી જાય છે ? * વ્યક્તિની ઇચ્છાઓ પરમાત્માની ઇચ્છાઓ સાથે તાદાત્મ સાધે અથવા પરમાત્માની ઇચ્છામાં પોતાની ઇચ્છા રમતી મુકી દે કે પરમાત્માની ઇચ્છાના વિજયમાં પોતાની ઇચ્છાનો વિજય જુએ.
મનુષ્ય માટે શું ભુશવું મુશ્કેલ છે? ચીટકેલું કલંક.
બે માનવીના સાચા મિલનમાં બાધારુપ બનનારાં પરિબળો કયા છે ? * અહંકાર ભુજાઓ ફેલાવીને વચ્ચે ઉભો છે. * સ્વાર્થ દિવાલની ગરજ સારે છે. * ક્રોધ અને લોભ આડખીલી રુપ છે. * અવિવેક સામી વ્યક્તિને ખીલવા દેતો નથી. * નમ્રતાનો અભાવ બંધ બારણાનું કામ કરે છે. * વિશ્વાસનો અભાવ.