જીવનરથને હંકારતા અશ્વોની લગામ જરૂરી ખરી ?

જીવનરથને હંકારતા અશ્વોની લગામ જરૂરી ખરી ? * હા. ચારેય અશ્વોને વિવેકની લગામ હોવી આવશ્યક છે.વિવેકરૂપી લગામ દ્રારા સામર્થ્ય,બુધ્ધિમતા,ઇન્દ્રિયનિયમન અને પરોપકારીરુપ અશ્વોનું સંચલન થાય તે ઈષ્ટ છે.

ક્રોધ,લોભ, મોહ,મદ અને મત્સરને શા માટે શત્રુઓ ગણવામાં આવે છે ?

ક્રોધ,લોભ, મોહ,મદ અને મત્સરને શા માટે શત્રુઓ ગણવામાં આવે છે ? * આ બધી વૃતિઓ બહિમ્રુખ છે અને જીવનશક્તિને હણે છે. -આ વૃતિઓ આપણને સ્થિર રહેવા દેતી નથી.જેમ તલવાર એ કોઈપણ પરિસ્થિતિમાં તલવાર જ છે; એનો પ્રધાન ધર્મ કોઈને મારવાનો છે તેમ કામ-ક્રોધ આદિ વૃતિઓ ધીમા ઝેર જેવી તો છે જ;પણ સાત્વિક ગુણ ધરાવતી વ્યક્તિ તામસી પ્રવૃતિ ધરાવતી વ્યક્તિ જેમ તલવારનો ઉપયોગ નહી કરે,તેમ સંયમી પુરુષની ઇન્દ્રિયો આવી વૃતિઓને દાદ નહી આપે અને કયારેક સહેજ ચુક થશે તો તેમાંથી પાછા ફરી જવાનું શકય છે જયારે અસાવધાને આ વૃતિઓ મારવાનું કામ […]

વિકલ્પોને રોકવાનો ઉપાય શુ?

વિકલ્પોને રોકવાનો ઉપાય શુ? * પરિણામી દષ્ટિ વિકસાવવાથી વિકલ્પો અટકાવી શકાય. * વિચારને હાજર કરવાથી વિકલ્પો રોકી શકાય.

જે નકામુ છે નિકૃષ્ટ છે તેને છોડવાનો ઉપાય કયો?

જે નકામુ છે નિકૃષ્ટ છે તેને છોડવાનો ઉપાય કયો? * જે ઉતમ છે તેની પ્રાપ્તિમાં લાગી જવુ.જે નકામુ છે તેને છોડવાની મહેનત કરવાની જરુર નથી.રત્ન હાથમાં આવતા કાચનો ટુકડો કોણ પકડી રાખે ? * ઉત્તમનો અનુભવ થવાથી જે હીન છે,અધમ કે નિકૃષ્ટ છે તે છુડી જાય છે. * અનુભવી સંતો કહે છે કે અંધકાર સામે લડવાની જરુર નથી.એનો તિરસ્કાર કે નિંદા કરવાની આવશ્યકતા નથી,દીવો પ્રગટાવવાની જરુર છે

કામ,ક્રોધને વશ કરવાનો ઉપાય શો?

કામ,ક્રોધને વશ કરવાનો ઉપાય શો? * દેહથી છુડા રહી વિચારવું. * પોતાની ઇન્દ્રિયોને વશ કરવી તેને લીધે મતિ શુધ્ધ અને સ્થિર રહી શકે છે

હરિદર્શન માટે ગુરુની આવશ્યકતા ખરી?

હરિદર્શન માટે ગુરુની આવશ્યકતા ખરી? * જયાં સુધી માર્ગની સુઝ નથી ત્યાં સુધી માર્ગદર્શનની જરૂર ખરી. *જેના પ્રાણ હરિદર્શન માટે આકુળવ્યાકુળ છે તેને ગુરુની આવશ્યકતા નથી.

બ્રહ્મનિષ્ટ કોને કહેવાય ?

બ્રહ્મનિષ્ટ કોને કહેવાય ? * જીવ અને બ્રહ્મની એકતાને જે નિશ્ચયપુર્વક જાણે છે અથવા જેને આત્મજ્ઞાન થઈ ગયું છે તે બ્રહ્મનિષ્ટ છે.

જીવ કોને કહેવો ?

જીવ કોને કહેવો ? * વિષયો સહિતનું ચૈતન્ય તે જીવ. -જે પોતાને કર્તા- ભોકતા માને છે અને પોતાનામાં મર્યાદિત શક્તિ છે, અજ્ઞાન રહેલું છે,પોતે અસમર્થ છે,પરાધિન અને પરિછિન્ન છે એમ માનીને અનિત્ય પદાર્થોમાં અહંતા – મમતા આરોપી પોતાને નિષ્કારણ સુખી – દુખી માને છે તે જીવ છે, દશ્યો સાથે સંકળાઈ જાય, દશ્ય પદાર્થના રંગે રંગાઈ જાય,’મારુ – તારુ’ની મોહજાળમાં લપટાઈ જાય તે જીવ છે.

દિવ્યતા ભણી જવાનું છેલ્લુ પગથિયું કયું?

દિવ્યતા ભણી જવાનું છેલ્લુ પગથિયું કયું? * શરણાગતિ,સર્મપણ.

પરમાત્માની શક્તિનો કયારે અનુભવ થાય?

પરમાત્માની શક્તિનો કયારે અનુભવ થાય? * નામરૂપને સમર્પિત થતા આવડે તો.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors