રામ કોણ છે? *પ્રાણીઓના જીવનમાં જે રમી રહ્યા છે તે જીવનદાતા.
કોઈ બાબત સમસ્યારૂપ કયારે બને છે? * એને એ રીતે જોઈએ એ રીતે ના જોઈએ ત્યારે અથવા કહો કે કોઈની કે કોઈની અનાવડત હોય ત્યારે.
કયું ઝેર સૌથી કાતિલ છે? *જગત જેને ઝેર કહે છે તે તો શરીરને એક જ વાર નષ્ટ કરે છે,જયારે વિષયરૂપી ઝેર જન્મોજન્મ મારનારૂ છે.
બહેરો કોણ? *જેમાં પોતાનું હિત હોય તેવી વાણી પણ સાંભળવાની જેની તેયારી ન હોય તે. Jitendra Ravia
કડવાશ અને મીઠાશ કયાં રહેલા છે? *જીભમાં
આળસું અને નિવૃત મનુષ્યમાં શું ફેર? * કામ ઊભું કરશો તો આળસું મનુષ્ય નહિ કરે જયારે નિવૃત મનુષ્ય કામ કરવા તૈયાર થશે.
મનુષ્ય અંતકાળ સુધી શું ગુપ્ત રાખવા ઇચ્છે છે? * પોતે કરેલા પાપ અથવા પોતાના દોષ.
મનુષ્યમાત્રને દિલાસો આપનાર કોણ છે? * આશા. – આજે નહિ તો કાલે સુખનો સુર્ય ઊગશે એવી આશાએ મનુષ્યને કપરાકાળમાં પણ આશ્વાસન મળતું હોય છે.
કયું આચરણ શ્રેષ્ટ ? * કપટ રહિત આચરણ અથવા નિર્દોષભાવે થયેલું આચરણ. * જે વર્તનથી આપણી અને સામી વ્યક્તિના આનંદ અને શાંતિ ટકી રહેતા હોય તેમ ઉત્તમ વર્તન.
કયું ઝેર દૂર કરવાની મનુષ્યે કાળજી રાખવી? * ઇર્ષારૂપી ઝેરને. * દષ્ટિમાં,વાણીમાં અને વિચારોમાં રહેલ ઝેર મનુષ્યને પોતાને તો નુકશાન પહોચાડે છે પણ અન્યને ય હાનિકારક છે, એટલે આ પ્રકારના ઝેરને સમજણથી દૂર કરવું,અમી દષ્ટિ કેળવવી,વિચાર,વાણી અને વર્તન નિર્મળ રાખવા.