દિવ્ય આનંદનો અનુભવ કેમ નથી થતો? * ઇચ્છાઓના વમળો ઊઠયા કરે છે ? * રાગ-દ્રેષનાં તોફાનો જાગ્યા કરે છે. * આસકિતના મૂળ ઊડાં જાય છે ઍટલે.
આનંદ કયાથી મળે ? * આપણે પોતે આનંદરુપ હોવા છતાં બહારથી આનંદ મેળાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઍટાલે બાહ્ય આનંદ ક્ષણિક નીકળે છે,બહારની સ્થિતિ આપણને વશ નથી,બદલાયા કરતી હોય છે. * આનંદ વસ્તુમાં નથી,આપણે આપણા આનંદનું પ્રતિબિંબ વસ્તુઓમાં જોઈએ છીએ એટાલે વસ્તુઓમાં આનંદ લાગે છે,હકીકતે તે આપણા આનંદનું જ પ્રતિબિંબ છે,આત્મા સ્વંય આનંદરુપ છે શરીર દ્રારા ભોગ ભોગવવાથી આનંદ મળૅ છે તે અજ્ઞાન છે. * આપણી અંદરથી જ આનંદનું ઝરણૂ ફુટે છે અંદર ઉપાધિરહિત સ્થિતિ જન્મે એટલે આનંદ જ છે અને આનંદ હોય ત્યાં શાંતી હોય.
ભારતીય પ્રજા આટલી દુઃખી છે તેના કારણો કયાં? * ભષ્ટાચાર. * આગેવાનોમાં દંભ અને પાખંડની બોલબાલા. * ધોર પ્રમાદ. * પ્રબળ ઇર્ષાવૃતિ. * બધું ભાગ્યપર છોડી દેવાનું વલણ. * ધનને અપાતું વધુ પડતું મહત્વ. * બેહદ સ્વાર્થવૃતિ. * અશુધ્ધ સાધનો દ્રારા સફળતા પ્રાપ્ત કરનારાઓને અપાતું મહત્વ. * અન્યનું શોષણ કરવાની વૃતિ.
આપણામાં ભેદદષ્ટિ કયાં સુધી રહેવાની? * બુધ્ધિ વડે જ બધું જોઈએ ત્યા સુધી.
સર્વોતમ પરાક્રમ કયું ? * દેહભાવથી અલગ રહેવું તે. * અંતકાળ સુધી નિષ્પાપ જીવન જીવવું. * \’હુ\’નો-અહમનો હરિમાં લય કરી દેવો અથવા આત્મસાક્ષાત્કાર કરવો. * વિચાર,વાણી અને વર્તનમાં એકરૂપતા રાખવી. * જેવા છીએ તેવા દેખાવું.
સંકટ આવે ત્યારે શું કરવું ? * સામનો કરવો. * ભાગવું નહી,પરિસ્થિતિ અંગે જાગી જવું. *સંકટને બરાબર સમજી તેનો ઉપાય શોધવો અને હિંમત હાર્યા વગર સંકટને પડકારવું. * નાસીપાસ થયા વિના તેમાંથી બહાર નીકળવાનો અવિરત પુરુષાર્થ કરવો.
કોના પર વિશ્વાસ ન મૂકી શકાય? * અહંકાર ઉપર.
કઈ વ્યક્તિ નિષ્ફળતા સામે ઝુઝી શકે ? * પુરુષાર્થ અને પરમાત્માની કૃપામાં અટળ વિશ્વાસ રાખનાર વ્યક્તિ.
ગુરૂ કોને કહેવાય ? * ગૂચવાડો મટાડે. * ગુ=અંધકાર રૂ=પ્રકાશ. જે અંધકાર ઉલેચી નાખે અને પ્રકાશ ભરી દે તે ગુરૂ. * આજ્ઞાનનો નાશ કરે અને જ્ઞાનની જયોત પ્રગટાવે તે ગુરૂ. * જે માર્ગદર્શન આપે પણ બોજારૂપ ના બને તે.
ખરો ગરીબ કોણ? * નબળા વિચારો કરે તે. * પોતાની પાસે જે સંપતિ હોય તેનો પણ યોગ્ય ઉપયોગ ન કરી શકે તે. * જેનું હૃદય આદ્ર નથી તે.