વિશ્વ શું છે? *ભગવત્શક્તિની નિરંતર રમણા
શાશ્વત ધર્મ કયો ? * સ્વધર્મ. * અન્ પ્રાણીઓના દુઃખથી દુઃખી થવું. * અન્યના આનંદમાં આનંદ માણાવો. * પોતે પોતાને ઓળખેતે. * વ્યક્તિના વિકાસને વેગ આપનાર શક્તિ,નિયમ કે સિદ્રાંત.
ધ્યાન ધરવું એટલે શું ? * ધારણાનો વિષય હોય તેમાં મન સંપુર્ણ તલ્લીન અથવા એકરુપ થઈ જાય. * ધારણાના વિષય સિવાય મનમાં અન્ય કોઈ વસ્તુનો પ્રવેશ ન થાય. * ધ્યાન કરનાર અને ધ્વેય-પદાર્થ સિવાય બીજી કોઈ વસ્તુની હાજરી ન રહે તે ધ્યાન.
અહંકારમાથી મુકત થવાનો ઉપાય શું? * અહંકારમાથી પોતાપણૂ હટાવી દેવું. * પોતાની ઇચ્છાઓને પ્રબલ ન બનાવવી. * શેરમાથે સવાશેર હોયજ છે તેની જાગૃતિ રાખવી. * અન્યની આવડતની પ્રશંશા કરતા શીખવું. * મહત શક્તિ કાર્ય કરી રહિ છે અને તેની ઇચ્છા પ્રમાણે થાય છે.એ બાબતનું વિસ્મરણ ન થવુ જોઈએ. * સંબંધ કે સહવાસમાં આવનારમાં ઇશ્વર છે એમ સમજી તેમની નિરપેક્ષભાવે સેવા કરવી.
પરમ પદના અધિકારી કોણ થઈ શકે? * જે માન અને મોહના ભાવથી મુકત થઈ ગયા છે.* આશક્તિ પર જેમણે વિજય મેળવ્યો છે. * પરમાત્મા તત્વમાં જેમની નિરંતર સ્થિત છે. * સુખ દુઃખ આદિ દ્રન્દ્રોથી જે મુકત થઈ ગયા છે. * વિવેક-વૈરાગ્ય વડે જેમણે સર્વ કર્મફળને ત્યજી દીધા છે * પ્રિય કે અપ્રિય પદાર્થો સમીપ હોવા છતાં જેમનામાં રાગ-દ્રેષ જન્મતા નથી. * દેહ-ધર આદિ પદાર્થોમાં જેમને મમતા નથી તેવા સાધકો.
ભોજન કરતી વેળા શું ધ્યાન રાખવાનું ? * પોષણ માટે ખાઈએ છીએ તે સ્મુતિ હાજર રાખવી. * ભોજન ભગવાનને અર્પણ કરેલું હોવું જોઈએ. * આહાર સાત્વિક છે કે નહી તે જોવું જોઈઍ. * સ્વાદનો ખ્યાલ રાખીને નહી પણ પેટની ભૂખ ધ્યાનમાં રાખી જમવું જોઈએ;માપસર આહાર લેવો જોઈએ;ઊણૉદરી વ્રત પાળવું જોઈએ. * અન્ય જમનારા છે એ વાત ભુલાવી ન જોઈએ. * મફતનું ખાવાની વ્રુતિ ન હોવી જોઈએ.
શ્રેષ્ઠ વિજય કયો ? * ઇદ્રિયો,અંતઃકરણ કે ત્રણ ગુણમાં ન ખેચાવું. * આત્મવિજય. * ભગવત- ઇચ્છાને વશ થવું.
સન્માન પ્રાપ્ત કરવાનો ઇલાજ શું ? * સૌને સન્માન આપવું તે.
દષ્ટી બદલવાનું ઉત્તમ સ્થાન કયું ? * સ્વબળ. * સંગ.
સર્જનનો આરંભ કયારે થયો હશે? * ઇચ્છાશક્તિએ ક્રિયાશક્તિનો સહયોગ કર્યો હશે ત્યારે.