ટૅવના પાયામાં શું છે? * વારંવાર આવતો વિચાર અને તે અનુશાર આચરણ. * દીર્ધકાલીન અભ્યાશ અને મહાવરો.
ગણપતિનું વાહન મુષક કેમ છે ? * મૂષક એટલે ઉંદર.બૃહદ્રારણ્યક ઉપનિષદમાં મૂષક ને અન્તર્યામી બ્રહ્મનું પ્રતીક ગણ્યુ છે.મૂષક ધરની અંદર પ્રવેશીને વસ્તુઓને કેતર્યા કરે છે,પણ ધરમાં રહેતા લોકોને એની જાણ થતી નથી અન્તયામી બ્રહ્મ પણ સૃષ્ટિના સકલ પદાર્થોમાં અન્તર્યામીરૂપે સ્થિર છે,તેઓ જ સર્વના હ્રદયમાં નિવાસ કરી સર્વને ગતિ આપી રહ્યા છે તેમજ તેઓ જ વસ્તુતઃ સૃષ્ટીના ભોગોના ભોકતા છે. -તેઓ સર્વના શરીરમાં રહેતા હોવા છતાં મૂષકવત ચોરની જેમ ચુપચાપ ભોગોને ભોગવે છે.પરંતુ મોહ, અવિધા અને અજ્ઞાનથી ધેરાયેલ મનુષ્ય એમને જાણતા નથી. * મૂષક કોઈ પણ પદાર્થના નાના નાના ટુકડા કરી […]
સર્જન કોને કહેવું? * આંખે દેખી શકાય તેવું. * બુધ્ધિને કરીને સમજી શકાય તેવું, * વિચારો કરીને ઉપયોગમાં લઈ શકાય તેવું. * નિશ્ચય દ્રારા સંયમિત કરી શકાય તેવું.
નિવૃતિ કોને કહેવી? * ઉપાધિરહિત પ્રવૃતિ એટલે નિવૃતિ. * મનને વિષયોમાંથી ખેચી લઈ તેને પરમાત્મા પર કેન્દ્રિત કરવું. * વિષયો પ્રત્યે વૈરાગ્યવૃતિ કેળવવી. * જેમાં ક્રિયાનો અભાવ અથવા નિષ્કિયતા નથી;પણ પ્રવૃતિમાંથી મુકત થવાની પ્રવૃતિ હોય છે. * નિવૃતિ એટલે મુળ સ્થાને પાછા ફરવું અથવા અંદરથી સ્થિર રહીને આત્માને ઉપકારક એવી દિશામાં ગતિ હોય છે. * પ્રમાત્મામાં અટલ વિસ્વાસ રાખી તેમના અર્થે પ્રવૃતિ કરવી તે. * સાંસારિક પદાર્થોમાંથી વૃતિ પાછી ખેચી લેવી તે. * કર્તાપણાના ભાવમાંથી મુકત થવું તે.
વેરભાવ ઉત્પન્ન થતા શું થાય ? * માનસિક તનાવ વધ્યા કરે. * શાંતિ નષ્ટ થઈ જાય. * ઊંધ હરામ થઈ જાય. * ભોજન ઉપરની પ્રીતિ ઊઠી જાય.
શ્રેષ્ટ વિજય કયો ? * ઇદ્રિયો,અંતઃકરણ કે ત્રણ ગુણમાં ન ખેચાવું. * આત્મવિજય. * ભગવત- ઇચ્છાને વશ થવું.
કઈ સમજણ બોજારુપ બને છે ? * જે સમજણ સાથે ક્રિયાઆચરણ ન જોડાયેલા હોય તે સમજણ બોજારુપ બની જાય.
અસુર કોને કહેવાય? * સ્વાર્થીને. * દુષ્ક્રુત્ય કરનાર. * ભય ઉપજાવનાર. * અપરાધ કરનાર.
ચરિત્ર ધડતરમાં પાયાની બાબત કઈ ? * નિષ્ટા.
મોટામાં મોટો ગુરૂ કોણ? * વિવેક.