સહનશક્તિને અકબંધ રાખવાનો ઊપાય શું ? * ધરના અને જગતના લોકોને બાળકો ગણવા. * જગતના લોકો દુષ્ટ નથી પણ અજ્ઞાની છે અને તેઓ જે કાંઈ ખોટું કરે છે તે અજ્ઞાનને કારણે કરે છે તેવા વિચારની સતત હાજરી.
સૌથી મોટામાં મોટી પીડા કઈ? * આશા અને તૃષ્ણાની. * વાસનાની પીડા
વિજયપ્રાપ્તિનો સાચો આનંદ કયારે મળે ? * વિજયનો અહંકાર ન આવે તો. * મનની ગતિ-વિધિ પર વિજય મેળવ્યો હોય ત્યારે.
* જે ગુણૉ બીજાને અને પોતાને આનંદમાં રાખે તે. * રૂપ. -આ આકર્ષણ મર્યાદિત સમય પુરતું હોય છે,રૂપ ટકે ત્યા સુધી જ ટકે છે. * વાસના. -એનું આકર્ષણ તત્ક્ષણ પૂરતું જ હોય છે,જો કે સામાન્ય મનુષ્યમાં આવી ક્ષણો આવ્યા જ કરતી હોય છે. * સદગુણૉ. -આ આકર્ષણ લાબા ગાળાઅનું હોય છે * રૂચિની કે આદર્શોની સમાનતા.
અત્યારે કાળ બગડયો હોય તેવું લાગે છે ? * કાળ એટલે સમય.સમય પોતે બગડે કે સુધરે નહિ,પણ વાતાવરણ બગડે કે સુધરે.વાતાવરણને માણસોના સમુહગત કર્મો સાથે સંબંધ હોવાથી મોટા ભાગના મનુષ્યો નિષિદ્ર કર્મો કરે ત્યારે વાતાવરણ બગડેલું દેખાય.વાતાવરણ ઉપર જ યુગોનું નિર્માણ છે.
દેવો પણ મનુષ્યનો અવતાર કેમ ઝંખે છે? * સર્જનમાં મનુષ્ય અવતાર શ્રેષ્ઠ છે,કારણકે તેમાં ચોવીસે ય તત્વો રહેલાં છે. -પંચ મહાભુત(આકાશ,વાયુ,અગ્નિ,જળ અને પૃથ્વી) -પંચ જ્ઞાનેન્દ્રિયો (ત્વચા,ચક્ષુ,કાન,જીભ અને નાક) -પંચ કર્મેન્દ્રિયો (વાચા,હાથ,પગ,ગુદા ગુહ્રેન્દ્રિય) -પંચ તન્માત્રાઓ (રૂપ,રસ,ગંધ,સ્પર્શ અને શબ્દ) -અન્તઃકરણના ચાર વિભાગ(મન,બુધ્ધિ,ચિત અને અહં) દેવમાં પંચ મહાભુત નથી,ઍટલે કે માત્ર ઓગણીસ તત્વો જ છે. મનુય કરતા દેવમાં આટલી ઊણપ છે.
કયાં ગુણ અન્ય ગુણોને ખેચી લાવે છે ? * ધીરજ તેમજ વિનય.
પુનર્જન્મનું કારણ શું ? * અતૃપ્ત વાસનાઓઅ. * મૃત્યુથી ભોતિક શરીર નાશ પામે છે,પણ સુક્ષ્મ સંસ્કારો ટકી રહે છે એ સંસ્કારો જે પુનર્જન્મનું કારણ બની રહે છે. * સુક્ષ્મ શરીર અકબંધ બની રહે છે,જીવ પ્રારબ્ધકર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્રારા અવો જન્મ ધારણ કરે છે.
કોઈના દોષ ટાળાવાની યુક્તિ કઈ? * એના દોષ ગાયાના કરવા. * ગુણૉ બતાવવા,દોષ કરતો હોય તો દોષના ફાયદા પણ ગણાવવા અને છેવટે તેને વિશ્વાસમાં લઈ દોષ બતાવવા.
* જે મનને બાંધે તે સંબંધ. * આમ જુઓ તો પૃથ્વી કયાં નથી? મકાનો કયાં નથી? બાળકો કયાં નથી? બધુ બધે જ છેપણ જયા મારાપણાનો સંબંધ નથી ત્યાં અભાવ વર્તાય છે. સહેલાઈથી તરી જવું હોય તો શું કરવું? * માનસિક બોજા રહિત બની જવું. * આશક્તિ અને પરિગ્રણના પોટાલા બાજુ પર મુકી દેવા.