અગ્નિને દેવ કેમ માન્યા ? * આકૃતિરહિત શક્તિ એટલે દેવ.આ દષ્ટિએ અગ્નિ દેવ છે. * અગ્નિ પ્રગટે ત્યારે હંમેશા એની ઊધ્ર્વગતિ થાય છે. * અગ્નિમાં જે કાંઈ નાખીએ તે ખાખ થઈ જાય છે અને છેવટે પોતે પણ પાછળ કશું રાખ્યા વિના શાંત થઈ જાય છે. * એ શુધ્ધને નષ્ટ કરી દે છે અને શુધ્ધને બચાવી લે છે. * અગ્નિ બળીને અલોપ થઈ જાય છે,આકાશમાં સમાઈ જાય છે.

લક્ષ્ય સિધ્ધ કરવામાં શું આડે આવે છે ? * અનાવડત. * આળસ,અવિરત પ્રયત્નનાં શિથિલતા. * ભય અથવા બીક. * અભિમાન. * આચરણનૉ અભાવ. * પરાંવલંબન અથવા પરાશીનતા. * દ્ઢ નિસ્ચયની ગેરહાજરી. * ધૈર્ય અને ઉસ્સાહની ખામી.

સાચો સંબંધ કોને કહેવાય? * અપેક્ષા રહિત સંબંધને સાચો સંબંધ કહેવાય. * જે સંબંધમાં રાગ અને મોહ ના હોય.

માર્ગ શોધવાનો ઉપાય શું? * ધ્વેય નક્કિ કરવું.

આંખની ભાષા કઈ? * આસું. -આનંદનાં ,સુખનાં. * પ્રેમનાં. -દુઃખનાં કે શોકનાં.

કઈ બાબતનું એકાંતમાં આચરણ થાય તો સારું? * ઇશ્વરભજન,સાધના,અભ્યાસ. * વિષયસુખ. * લાગણીનો વિનિમય અને શિખામણ.

સતત સ્મરણમાં રાખવા જેવું શું ? * દશ્યમાન નાશવંત છે તે વાસ્તવિકતાનું ક્ષણવાર પણ વિસ્મરણ ન કરવું

સંસારી અને સાધુમાં તફાવત શું ? * મળે તે મુઠીમાં પકડી રાખે અથવા ભવિષ્ય માટે બચાવે તે સંસારી. * મળે તેને વહેચી દે,કશાને પકડી ન રાખે તેસાધુ,સંસારમાં રહે પણ સંસારને પોતાની અંદર પ્રવેશવા ન દે તે સાધુ.

માળા શા માટૅ ફેરવવી ? * આધાર વિના ભગવાન ના ભજી શકાય એ કારણે. * મનને ફેરવવા માટે.તેને માયામાથી ખસેડી પરમાત્મામા જોડાવા માટે. રોગનો દરવાજો કયો ? * અનિયમિતતા. * ભોગવિલાસ. * સ્વાદ પાછળની દોડ

કયું ચક્ર સ્વયંભુ ફર્યા કરે છે ? * વિનાશક કાળચક્ર.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors