અંધ કોને કહેવાય ? * જે યોગ્ય માર્ગને જોઈ ન શકે. * સત્યને સમજવાનો પ્રયત્ન ન કરે. * પોતાના પૂર્વગ્રહને ચસોચસ પકડી રખે. * અન્યના હિતનો વિચારના કરે. * જેના હ્રદયમાં કરુણા નથી તેને.
અહિં જન્મીને જોવા જેવુ શું છે ? * સર્જનની ક્રિયા(મૂળ અને અંત સહિત) * પરમાત્મા શક્તિની લીલા-લમણ. * આપણૂં આંતરિક જગત.
નવા પ્રશ્નો ઉભા ન થાય તે સારું શેની કાળજી રાખવી ? * જીભનો વિવેક પુર્વક ઉપયોગ. * પોતાનો સ્વભાવ પ્રશ્નો ઊભા નથી કરતો તે જોવું. * સરળ બાબતને ગુંચવાડાવાળી ન બનાવવી. * સામેથી પ્રશ્નોને આમત્રંણ ન કરવા. * જાણી જોઈએ પ્રશ્નો ઊભા ન કરવા. * જુના પ્રશ્ન નવે રુપે તો નથી આવતો ને, તે જોવું.
કઈ વ્યક્તિઓનો વિરોધ કરવો અ વ્યવહારુ ? * ગુણવાન સજજનોનો. * ડોકટરોનો,વૈધોનો. * લુચ્ચાલોકોનો. * સંપત્તિવાનોનો. * પાલન-પોષણ કરનારનો..
પ્રશ્નો ઉકેલવા શું કરવું જરુરી ? * પ્રુર્વગ્રહ વિના પ્રશ્નોને તપાસવા. * સામી વ્યક્તિના દષ્ટિકોણનો વિચાર કરવો. * અન્ય વ્યક્તિઓને કે સંયોગોને દોષ ન આપવો. * બધા વિકલ્પો વિચારી જોવા. * નિષ્ણાતની સલાહ લેવી. * વ્યવહારુ બનવું. * પ્રશ્નને સમજવા પુરતો સમય લેવો. * પ્રશ્નની તરફેણમાં અને વિરુધ્ધમાં શું છે તે સમજી લેવું.
પ્રકૃતિ શું છે? * ઇચ્છાશક્તિ અને તેના અંતર્ગત ત્રણ ગુણ સહિત ચોવિસ તત્વોનો સમુહ અથવા પરમાત્માની ક્રિયાશક્તિ. * પ્રગટીકરણનો મૂળ સ્રોત. * સર્વનું સ્થુલ કારણ. * પ્રરમાત્માનું પ્રગટ સ્વરુપ. * પ્રરમાત્માની વિષયો પરત્વેની ગતિ. * અવ્યક્ત ગર્ભબીજ. * સર્વ રુપોનું આદિ સ્થાન.
કંટાળૉ કેમ આવે છે ? * જીવનનું ધ્વેય સ્પષ્ટ નથી. * ઓછી મહેનતે વધારે રળાવું છે અથવા મેહનત કર્યા વિના વધુ મેળવવું છે.
ખરો શિક્ષિત કોણ ? * અનેક વિકલ્પો વચ્ચે સ્વસ્થ રહી શકે તે. * વિવિધ શકયતાઓ વચ્ચે જેનો આત્મવિશ્વાસ ડગી જતો નથી તે.
આ જગતમાં અપ્રગટ શું છે? * સુક્મ શરીરના ધટાકો. * જીવ,આત્મા અને પરમાત્મા. * જન્મ પહેલાની અને મરણ પછીની સ્થિતિ.
સૃષ્ટિમાં અને લોકાન્તરમાં શું ભેદ છે ? * સૃષ્ટિમાં ચોવીસ તત્વો રહેલા છે; -પાચ મહાભુત+પાંચ જ્ઞાનેદ્રિયો+પાંચ કર્મેન્દ્રિયો+શબ્દ સ્પર્શ,રૂપ,રસ અને ગંધ એ પાંચ એ પાંચ તન્માત્રાઓ+અન્તઃકરણ=મન, બુધ્ધિ,ચિત અને અહંકાર. * લોકાન્તરમાં ઓગણિસ જ તત્વો રહેલા છે. -પાંચ મહાભુતો સિવાયના બધા જ તત્વો.