યમ કોને કહેવાય ? * વૃતિઓને રોકવામાં લેવામાં આવતા વ્રત. – અહિંસા,સત્ય,ચોરી ન કરવી,બ્રહ્મચર્ય અને અપરિગ્રંણ એ પાંચ સર્વ સ્વીકાર્ય યમ છે.

નિર્ભય કોને કહીશું ?

નિર્ભય કોને કહીશું ? * જેનો દેહભાવ ટળી ગયો છે. * જેને મૃત્યુનો ડર નથી. * જેને પરમાત્મામાં અડળ શ્રધ્ધા છે. * જે અહિંસક છે અને જીવમાત્રને પ્રેમ કરે છે.

સમયનો સદપયોગ કયારે થયો કહેવાય?

સમયનો સદપયોગ કયારે થયો કહેવાય? * જે સમયના ઉપયોગથી અન્તઃકરણને શાંતિ અને આનંદ મળે. * જે સમયગાળામાં ચિત્તમાં કો વાસના કે વિકાર ન જન્મે. * એ સમય દરમિયાન કોઈ પ્રવૃતિ થઈ હોય તો તેના પરિણામથી અન્યનું હિત થાય,ાન્યને શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય.

મનોબળ દઢ કરવા શું કરવું? * શુરવીરનો સંગ કરવો. * સાત્વિક કાર્યો કરવા. * સત્સંગ કરવો. * સદગ્રથો વાંચવા અને * નિર્મળ હ્રદયવાળી વ્યક્તિનો સહવાસ રાખવો.

પદાર્થ કે વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ કયાં સુધી રહે? * તેનો ઉપયોગ થઈ શકે ત્યા સુધી. * આત્મચક્ષુનો ઉપયોગ ન કરીએ ત્યા સુધી. * પદાર્થ કે વ્યક્તિના મુળ સ્વરુપનું દર્શન ન થાય ત્યા સુધી. * છીછરી અથવા માયાવી નજર હોય ત્યા સુધી.

સફળતા પ્રાપ્ત કરવાની ચાવીઓ કઈ? * અખુટ શ્રધ્ધા,જબરો આત્મવિશ્વાસ. * સાહસિક વૃતિ. * પરિસ્થિતિનો સરખો ખ્યાલ. * લક્ષ્ય ભણીની અવિરત ગતિ. * જે કાંઈ કરી રહ્યા હોઇએ તેનો મજબુત પાયો નાખવો. * આંતરિક અને બાહ્ય શક્તિઓનો પુરેપુરો ઉપયોગ. * ભયભીત દષ્ટિએ ભવિષ્ય ન જોવું.

આશ્રમજીવન કોને કહેવાય ? * જેમાં સાદાઈ,સરળતા અને નિર્દોષતા હોય. * જેમાં સ્વચ્છતા,શાંતી અને આનંદ હોય. * જેમાં નિષ્ઠા,સ્વાવલંબન અને અપેક્ષારહિત હોય. * ઉપાસના,ભગવત્સ્મરણ, અભ્યાસ,વૈરાગ્યવ્રુતિ અને સેવાભાવના હોય. * મનન-ચિંતન હોય. * સર્વનું ભલું કરવાનો નિરંતર ભાવ હોય. * પ્રાણીમાત્ર પ્રત્યે સમતા અને પ્રેમ હોય. * બેઠાડુ જીવન ન હોય.

પરમ પ્રેમનો અનુભવ કયારે થાય? * પરમાત્મા પ્રત્યે પુર્ણ સમર્પિત ભાવ હોય ત્યારે. * પોતાપણાનો ભાવ મટે ત્યારે. * અહંકારનું પુર્ણપણૅ વિસર્જન થાય ત્યારે. (અહંની હાજરી હોય છે ત્યાં સુધી પ્રેમની કુપણો ફુટતી નથી અહંનો લય થતાં પ્રેમનું પુષ્પ પરિપુર્ણ ખીલી ઊઠે છે) * સર્વ કોઈનો આપણામાં સમાવેશ થઈ જાય અને આપણે કોઈની બહાર રહીએ ત્યારે પ્રેમથી પુર્ણતાનો અનુભવ થાય છે.

સૌથી સુંદર કોણ છે ? * જેના નેત્રોમાં પરમાત્માની ચમક છે અથવા પરમાત્માની ઝાંખી થાય છે. * જેને જોઈને પરમાત્માને પામવાની તીવ્ર ઝાંખના જાગે છે. * જેનાં અંગેઅંગમાં પરમાત્માનું સ્પંદન છે.જેના હલન-ચલનમાં ઊઠવા-બેસવામાં,બોલવામાં કહોકે એના પ્રત્યેક કર્મ- અકર્મમાં,એની હાજરીમાં પરમાત્માની ઉપસ્થિતિ વર્તાય છે.

ચિત્તને ઉદ્વેગ કેમ થાય છે ? * દુ:ખનો અનુભવ નથી ગમતો તે કારણે. * રાગ-દ્વેષનિ પ્રબળતાને કારણે. * અજ્ઞાન ભર્યું પડયું છે એટલે. * વાસનાઓને તૃપતી નથી મળતી તે કારણે. * સંસારી પદાર્થોમાં મન રચ્યુપચ્યું રહે છે તે કારણે. * શુભ વિચારોને આચરણમાં નથી મુકતા એટલે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors