અશુધ્ધ લક્ષ્મી શું કરે?

અશુધ્ધ લક્ષ્મી શું કરે? * સાચી શાંતિ અને આનંદથી દુર રાખે. * ઉપાધી વધારે. * કલેશ અને કંકાસ સર્જે. * અશુભ વિચાર અને આચાર કરવા પ્રેરે. * જીવનને વિલાસી બનાવે. * અવળે માર્ગે લઈ જાય. * પાપ કર્મમાં દુબાડી દે.

સામાન્ય રીતે બુરાઈના મૂળમાં શું હોય છે?

સામાન્ય રીતે બુરાઈના મૂળમાં શું હોય છે? * ધનની લાલસા. * સત્તાનું આકર્ષક. * રુપની ભુખ. * નગ્ન સ્વાર્થ. * વાસનાનો આવેગ.

પ્રાણાયામનો ઉદેશ્ય શો છે ?

પ્રાણાયામનો ઉદેશ્ય શો છે ? * વૃતિનો નિશ્ચય કરવાનો. * બાહ્ય અને આંતર શ્વાસોશ્વાસની ક્રિયાને નિયંત્રિત કરવાનો. * નાડીઓ શુધ્ધ કરવાનો.

ઉત્તમ સ્નાન કયું?

ઉત્તમ સ્નાન કયું? * જે સ્નાન કર્યા પછી ફરી પવિત્ર થવા માટે સ્નાન કરવું ન પડે તે.

કેવું વર્તન ઉત્તમ ગણાય ?

કેવું વર્તન ઉત્તમ ગણાય ? * જે સહજ હોય. * નિર્દોષ હોય. * અન્યને શાંતિ અને આનંદ આપનાર હોય. * જેમાં કોઈ ગણતરિ ન હોય. * જે વર્તનમાં રાગ-દ્રેષ ન સંકળાયેલા હોય.

શેનો ત્યાગ કરવાથી સર્વનો ત્યાગ થાય છે?

શેનો ત્યાગ કરવાથી સર્વનો ત્યાગ થાય છે? * હું અને મારાપણાનો ત્યાગ કરવાથી. * મન અથવા ચિતનું વિસ્મરણ કરવાથી. -મન એજ માયા છે જગતરુપ છે કહો કે મન એ સર્વનું બીજ છે -મનથી મુક્ત થવા ઉદાશીનતા કેળાવવી,રાગ- વાસનાથી છુટા પડવું અનાસકત થવું.

લક્ષ્મી કોને છોડીને ચાલી જાય ?

લક્ષ્મી કોને છોડીને ચાલી જાય ? * જે નિર્લજ્જ છે. * કલહપ્રિય છે. * નિંદાપ્રિય છે. * મલિન, અશાંત, અસાવ છે અને આળસુ છે.

કોઈપણ કાર્ય ત્વરાથી છતાં સારી રીતે કરવાનો ઉપાય?

કોઈપણ કાર્ય ત્વરાથી છતાં સારી રીતે કરવાનો ઉપાય? * એની બધી ચાવીઓ સમજી લેવી. * નિયમાનુસાર કાર્ય કર્યા કરવું. * પ્રમાદ રાખ્યા વિના કરવું. * કામ પુરુ કરવાની સમયમર્યાદા બાંધવી. * નિષ્ઠાને કેન્ટ્રિત કરવી.

ઉત્તમ પ્રકારનું ધૈર્ય કોને કહેવાય ?

ઉત્તમ પ્રકારનું ધૈર્ય કોને કહેવાય ? * પરિણામની ચિંતા કર્યા વિના કાર્યથી કંટાળવું નહી તે. * અણગમતિ કે ઉશ્કેરાહટયુકત પરિસ્થિતિમાં પણ ઉગ્ર કે કઠોર વાણીને બદલે કોમળ વાણી બોલવાની જાગૃતિ રાખવી;વાણીને કયારેક ઉગ્ર કે કઠોર ન થવા દેવી. * ક્રોધ કરવાનો પ્રસંગ ઊભો થાય તો પ શાંતિ રાખવી. * કોઈને શિક્ષા કરવાનું મન થાય તો પ્રથમ પોતાની નબળાઈઓનો વિચાર કરવો અને મનને કઠોર ન થવા દેવું.

આંતર-આકાશ ઉડવા માટે કઈ બે પાંખ જરૂરી છે ?

આંતર-આકાશ ઉડવા માટે કઈ બે પાંખ જરૂરી છે ? * નિષ્ટા  અને સાચી સમજણની. * જ્ઞાન અને ક્રિયારૂપી બે પાંખ.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors