કઈ પ્રવૃતિઓ હાનિકારક?

કઈ પ્રવૃતિઓ હાનિકારક? * પોતાને અને બીજાને નુકશાન પહોચાડે તે. * જે પ્રવૃતિના મુળમાં લોભ,દ્રેષ અને મોહ છે તે

સ્વચ્છંદી કોને કહેવો ?

સ્વચ્છંદી કોને કહેવો ? * જે સંપતિનો,સગવડનો,કે સત્તાનો અથવા સ્વતંત્રતાનો દુરુપયોગ કરે વિવેકરેખા ચુકી જાય. * બીજાને બોજારૂપ બને, * અન્યને નુકશાન પહોચાડે(પોતાનેતો પહોચાડે જ છે)

ચિત્ત સંધર્ષ કેમ થાય છે?

ચિત્ત સંધર્ષ કેમ થાય છે? * લાગણીઓન અતિરેકથી. * વિકલ્પોને અવકાશ છે એટલે. * અહં ધવાય છે એ કારણે. * તાણ ચિત્તને ધેરી વળૅ છે તેથી. * ઇચ્છાઓની ઇમારતો તુટી પડે છે માટે. * પુર્વગ્રહો,પ્રમાણે પગલાં મંડાય છે તેથી. * અપુર્ણતાઆધુરપ જીવનનો ભાગ બની જાય છે એટલે.

અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ?

અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ? * ક્રોધ. – અગ્નિ પદાર્થમાત્રને સળગાવે,પણ ક્ષુલ્લક અગ્નિને સામાન્ય મનુષ્ય પ્રગટાવે છે અને ધણુ ખરૂ તેને હોલવી પણ શકે છે પણ ક્રોધ અગ્નિ કરતા બળાવાન એટલા માટે છે કે મનુષ્ય તેના પર અંકુશ રાખી શકતો નથી.ક્રોધ મનુષ્યના અંતઃસત્ત્વ પર પ્રહાર કરે છે અથવા તેને બાળે છે.

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે?

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે? * ઇશ્વરની અતકર્ય માયા. * માનવીની બુધ્ધિ. * ક્રિયાશક્તિના સંબંધ દ્રારા ઇચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ

ભયમાંથી મુકત થવા શું કરવું ?

ભયમાંથી મુકત થવા શું કરવું ? * આત્મવિશ્વાસ કેળવવો. * જે બાબત ભય નિર્માણ કરતી હોય તેનું પૃથ્થકરણ કરવું વધારેમાં વધારે કેટલું ખરાબ કે હાનિકારક બની શકે એ બરાબર સ્પષ્ટ થઈ જશે પછી એ કેટલું ભયજનક નહી લાગે. * જેનાથી મન વિશેષ પરિચિત થઈ ગયું હોય એ વિશેષ ભયપ્રેરક ન રહી શકે. * જેનાથી ભય લાગતો હોય તેનાથી ભાગવાને બદલે વારંવાર એ બાબત કરવી તેનાથી નિર્ભય થઈ જવાય ત્યાં સુધી કર્યા કરવી. * સતત કાર્યશીલ રહેવું,નવરુ મન ભય નિર્માણ કરે છે. * ભયનું ઉદભવસ્થાન મન છે; એટલે મનને મજબુત કરવાથી […]

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ?

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ? * તેમની વિવિધતા અને સુદરતા જોઈએ. * આંતરિક સમૃધ્ધિનો સ્પર્શ થયો નથી એટલે.

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ?

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ? * જયાં ધર્મ છે. * સત્ય છે. * તેજસ્વિતા છે. * ઉદારતા છે. * વ્રત,શક્તિ અને શીલ અથવા ચારિત્ર છે,

વ્યવહાર કરતી વેળા શું ધ્યાનમાં રાખવું ?

વ્યવહાર કરતી વેળા શું ધ્યાનમાં રાખવું ? * કશું કાયમી માનીને વ્યવહાર ન કરવો.

અશાંતીથી બચવા શું કરવું?

અશાંતીથી બચવા શું કરવું? * જે કાંઈ બની રહ્યુ છે તે કર્મના નિયમાનુશાર બરાબર છે એવો ભાવ કેળવવો. * જે આવી મળૅ તેને ચલાવી લેવું અથવા પ્રિય ગણી લેવું. * સ્થળ-કાળ-પરિસ્થિતિ-ધટનાને અનંતગણા અનુકુળ માની લેવાં. * ગમા- અણગમાના પ્રદેશમાં પ્રવેશ ન કરવો.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors