સંસારરુપી સાગર કોણ તરી જાય છે ? * જે અનાસકત છે. * જે કોઈપણ પદાર્થ કે વ્યક્તિ પરત્વે મમત્વ રાખતો નથી. * જે સત્વ,રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. * કર્મનો ફળ અને કામ્ય કર્મોનો ત્યાગ કરી દ્રન્દ્રાતીત થઈ જાય છે. * સંતોની સેવા કરે છે. * કેવળ ભગવત-પ્રેમમાં લીન રહે છે. * જેનું અન્તઃકરણ નિર્મળ થઈ ગયું છે અથવા જેની ચિતશુધ્ધિ થઈ ગઈ છે. http://goo.gl/vN2DT2
ખરો જ્ઞાની કોણ ? * પોતાને અને પરમાત્માને તેમ જ જીવ અને પ્રક્રુતિને ઓળખે તે. * પોતે આત્મા છે પણ દેહ નથી એવો નિશ્ચય જેનામાં હોય તે. * જેનું જ્ઞાન આચરણમાં પરિણત થયું છે તે. * જીવન અને જગત વિશેની સાચી સમજ પ્રાપ્ત કરી તે પ્રમાણે જીવે તે. * તત્વમાં રમમાણ રહે તે. * જ્ઞાન અને કર્મમાં ભેદભાવ ન કરે તે. * જ્ઞાન દ્રારા કર્મના બંધન છેદી નાખનાર. * જગતને સમદષ્ટિથી જોનાર. * જે પરમાત્મામાં જીવે છે, પરમાત્મા સાથે જીવે છે અને પરમાત્મા માટે જીવે છે તે ખરો જ્ઞાની છે. […]
આરતીનું મહત્વ શું છે ? * આરતી પાંચ મહાભુતોનું સ્મરણ છે અથવા તેમને પ્રણામ છે. – આચમની, જળ તત્વનું પ્રતીક છે. – વસ્ત્ર, પૃથ્વી તત્વનું પ્રતીક છે – દિપ, તેજ તત્વનું પ્રતીક છે – ધુપ, વાયુ તત્વનું પ્રતીક છે અને -ધંટ, આકાશ તત્વનું પ્રતીક છે. * પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ આરતી દ્રારા ઇશ્વરને અર્પણ કરવાની છે દીપક આંખનું, ધંટનાદ કાનનું, ધુપ નાક્નું, જળ જિહવાનું અને વસ્ત્ર ત્વચાનું પ્રતીક છે.
સાચી દિશા કઈ? * યક્ષે યુધિષ્ટિરને આ પ્રશ્ન કરેલો.યુધિષ્ટિરે ઉત્તર આપતા કહેલું કે સંતો સાચી દિશા છે. -આ ઉત્તર મનન કરવા જેવો છે.મનુષ્યને દિશાઓનું ભાન ન રહે તો એની શી સ્થિતિ થાય ? એને જવું હોય કયાંય અને પહોચી જાય કયાંક ! બાહ્ય હલન ચલન માટે દિશાઓનું ધ્યાન આવશ્યક છે,દિશાઓનું ભાન ન હોય તો નિશ્ચિત મુકામે પહોચવામાં મુશ્કેલી પડે છે એમ જીવનને પણ યોગ્ય રાહે લઈ જવું હોય તો સંતનો આશ્રય લેવો ઇષ્ટ છે, -સંત જીવનનો સાચો રાહ બતાવે છે,જેણે પોતાના જીવનમાં પ્રકાશ જોયો છે તે જ બીજાને માર્ગદર્શન આપી […]
શાસ્ત્રોમાં કયાં દસ પાપ ગણાવ્યા છે ? * જે કર્મો અધર્મ યુકત હોય અથવા શાસ્ત્રોએ જે કર્મો કરવાની મનાઈ કરી હોય તે કરવા. * અન્યનું દ્રવ્ય કેવી રીતે લઈ લેવું તેનું ચિંતન. * દેહને જ સર્વસ્વમાની લઈ વર્તન કરવું. * કઠોર વાણી ઉચ્ચારવી. * અસત્ય વચન બોલવું. * અન્યની નિંદા કરવી. * બદલામાં કાંઈ આપ્યા વિના કોઈની વસ્તુ છીનવી લેવી. * કારણ વિના નકામુ બોલબોલ કરવું. * મન,વાણી કે કર્મથી કોઈને દુઃખ કે કષ્ટ આપવું. * પુરુષે પર સ્ત્રી સાથે મૈથુનસંબંધ રાખવો કે સ્ત્રીએ પરપુરુષ સાથે એવો સંબંધ રાખવો.