જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું? * જ્ઞાની પરિપકવ થયેલા સ્રિફળ જેવો છે. અને અજ્ઞાની કાચા નાળિયર જેવો . * પાકા નાળિયેરની અંદર કાચલી અને કોપરાનો ગોટો અલગ પડી ગયેલા હોય છે, તેમ જ્ઞાનીની સમજમાં શરીર અને આત્મા ભિન્ન છે. જ્ઞાની શરીર અને આત્મા ને અલગ પાડીને જુવે જીવે છે. * કાચા નાળિયેરમાં કાચલી અને કોપરુ ચોટેલુ હોય છે. અજ્ઞાનીની મનુષ્ય શરીર અને આત્માને જોડાયેલા માને છે. * જ્ઞાની મનુષ્ય શરીર અને આત્માનું તાદાત્મ્ય નથી કરતો; જયારે અજ્ઞાની મનુષ્ય બંનૈ વચ્ચે તાદાત્મ્ય સાધે છે.
અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ? * અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે. -અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું. – દ્રેષનું સેવન કરવું. – જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી. – અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર. – આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.
ચૈતન્યની અનિભુતિ કયારે થાય ? * હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.
જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય? * સાચી શાંતી અને આનંદ અવિરતપણે અનુભવાય. * હિંમત અને આત્મવિશ્વાસ જન્મે. * અનેક સંકટો વચ્ચે પણ હરિનામ ન છુટે. -હિરણ્યકશિપુએ પ્રહલાદ પર વિતાવવામાં બાકી નહોતું રાખ્યું,છતાં તેણે હરિરટણ ન છોડયું તે નજ છોડયું. -સુધન્વાએ ઉકળતા તેલની કડાઈમાં પણ ભગવાનનુ સ્મરણ ચાલુ રાખ્યું. -ઇશુએ વધસ્તંભ પરપ્રાણ અપ્રિત કરવામાં પાછી પાની ન કરી. -સૌક્રેટિસે સત્યનો મહિમા સમજાવવા ઝેરનો પ્યાલો ગડગડાવવામાંખચકાટ ના અનુભવ્યો. * રાગ-દ્રેષ સમી જાય છે. * વિશાળતાનો -વ્યાપકતાનો સંગ થઈ જાય. * સ્વીકારનો ભાવ જળવાઈ રહે. * વાદવિવાદ,તર્ક-વિતર્ક દોડધામની વૃતિ શમી જાય. * […]